મુંબઈ મહાનગરપાલિકાનો માર્ગ નવર્નિર્માણ પ્રોજેક્ટ: જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં 132.75 કિ.મી. સડકોનું કોંક્રીટીકરણ
મુંબઈની સડકોમાં મોટા પાયે સુધારા થવાની ઘડીઓ ગણાઈ રહી છે. મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી.) જૂન મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં 132.75 કિલોમીટર લાંબી માર્ગનું કોંક્રીટીકરણ પૂર્ણ કરવાના મિશન પર છે. શહેરની માળખાકીય સ્થિતિ સુધારવાની વ્યાપક પહેલના ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. એના અંતર્ગત ઓછું સમારકામ માગે એવા વધુ ટકાઉ માર્ગ તૈયાર કરવાનું આ હેઠળ માળખું સર્જાયું છે.

મહાનગરપાલિકાએ અગાઉ મુંબઈભરના કુલ 324 કિલોમીટર લાંબા રસ્તાઓના કોંક્રીટીકરણ માટે કોન્ટ્રાક્ટ આપ્યાં હતાં. આ કોન્ટ્રાક્ટ 698 રસ્તા આવરે છે. એનો અંદાજિત ખર્ચ ₹6,000 કરોડ છે. આ પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2023માં શરૂ થયો હતો. હાલમાં એનું તબક્કાવાર કામ ચાલુ છે.
હાલમાં પ્રોજેક્ટનો લગભગ 26% ભાગ પૂર્ણ થયો છે. એમાં 132.75 કિલોમીટરના માર્ગ ફોકસમાં છે. રસ્તા પરના ખાડા અને સડકની ખરાબ સ્થિતિ જેવી સામાન્ય સમસ્યાઓ દૂર કરવી એ એનું લક્ષ્ય છે. એની સમયસર પૂર્ણતા માટે મહાનગરપાલિકાએ ગતિ પકડી છે.
માર્ગ કોંક્રીટીકરણ પ્રોજેક્ટ બે તબક્કામાં વહેંચાયેલો છે. બેઉ તબક્કા સમાંતર આગળ વધી રહ્યા છે. ગુણવત્તાનાં ધોરણો પર ખરા ઊતરતાં, વિઘ્નો ઘટાડવા અધિકારીઓ કામ કરી રહ્યા છે. અપગ્રેડ માર્ગો લાંબાગાળાના ફાયદા આપશે. એના લીધે રસ્તાનો જાળવણી ખર્ચ ઘટશે અને ટ્રાફિકનો પ્રવાહ પણ સુધરશે.
2025ના અંદાજપત્રમાં બીએમસીએ આ વ્યાપક માર્ગ નવર્નિર્માણ સહિતના માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે ₹3,111 કરોડની રકમ ફાળવી છે. વરસાદ પહેલાં શક્ય તેટલું કામ પૂર્ણ કરવાનો મહાપાલિકાનો ઉદ્દેશ્ય છે. એવું થશે તો માર્ગ પર પાણી ભરાવા અને વારંવાર રસ્તાને વરસાદ વગેરેથી નુકસાન થવા જેવી સમસ્યાઓ ટાળી શકાશે.
મુંબઈના રસ્તાઓની વારંવાર ઊભી થતી સમસ્યાના લાંબાગાળાના ઉકેલરૂપે કોંક્રીટીકરણ અસરકારક બાબત ગણાય છે. ભારે વરસાદ અને ઘસારાને કારણે ઝડપથી ખરાબ થતા ડામરના રસ્તાથી વિપરીત, કોંક્રીટના રસ્તાની આવરદા લાંબી હોય છે. એની જાળવણી પાછળ પણ ઓછો શ્રમ અને ખર્ચ લાગે છે.
બીએમસીની આ પહેલ લોકોની અપેક્ષાઓનું પ્રતિબિંબ છે. ખાસ કરીને ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે એ અગત્યનું કાર્ય છે. પ્રોજેક્ટની સમયસર પૂર્ણતા વાહનચાલકો રાહદારીઓનાં જીવન આસાન બનાવશે. વેગથી કામ આગળ વધતાં આ કામ થકી મુંબઈના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પરિવર્તનની શક્યતા રહે છે. જોઈએ, મહાપાલિકા એના લક્ષ્યમાં કેવીક સફળ થાય છે.