
ભારત સરકારના યોગ માટેના પ્રતિષ્ઠિત પુરસ્કારો માટે નામાંકનો સ્વાકારવાની શરૂઆત થઈ રહી છે. કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે એની જાહેરાત કરી છે. વ્યક્તિગત અને સંસ્થાઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગના પ્રચાર અને વિકાસમાં તેમની અસાધારણ ભૂમિકા આ એવોર્ડ માટે અરજી કરી શકે છે. પ્રધાનમંત્રી યોગ પુરસ્કાર 2025 માટે નામાંકનો કરવાની વિગતો આ રહી.
આ પુરસ્કારો, યોગના આરોગ્ય અને સુખાકારી પ્રભાવને પિછાણવાનું કામ કરે છે. યોગપ્રચારમાં ઉત્કૃષ્ટ પ્રયાસોને એ સન્માનિત કરે છે. એમાં ચાર શ્રેણીઓમાં વિજેતા પસંદ કરવામાં આવશે: રાષ્ટ્રીય વ્યક્તિગત, રાષ્ટ્રીય સંસ્થા, આંતરરાષ્ટ્રીય વ્યક્તિગત અને આંતરરાષ્ટ્રીય સંસ્થા. દરેક વિજેતાને એક ટ્રોફી, પ્રમાણપત્ર અને રૂ. 25 લાખ પુરસ્કાર તરીકે એનાયત કરવામાં આવશે.

પાત્રતા ધરાવતી વ્યક્તિઓ 40 વરસ કે વધુ ઉંમરની હોવી જોઈએ. યોગના પ્રચારમાં એમણે ઓછામાં ઓછાં 20 વરસ સમર્પિત સેવા આપી હોવી જોઈએ. નામાંકનો 31 માર્ચ, 2025 સુધીમાં MyGov વેબસાઇટ પર કરી શકાશે. એની લિન્ક આ છેઃ innovateindia.mygov.in/pm-yoga-awards-2025. અરજીઓ સીધી અથવા પ્રખ્યાત યોગસંસ્થા મારફત કરી શકાશે. દરેક અરજદાર એક વરસેમાં એક જ શ્રેણીમાં અરજી કરી શકે છે.
નામાંકનો પરથી એક સ્ક્રીનિંગ કમિટી ચુનંદા ઉમેદવારોની યાદી તૈયાર કરશે. એ પછી મૂલ્યાંકન કરનારી જ્યુરી, જેમાં પ્રખ્યાત વ્યક્તિઓ સામેલ હશે, એમાંથી અંતિમ પસંદગી કરશે. આયુષ મંત્રાલય સમગ્ર સુખાકારીને પ્રોત્સાહન આપવા પરંપરાગત આરોગ્ય પદ્ધતિઓને આધુનિક આરોગ્ય સેવાઓ સાથે સંકલિત કરે છે.

વ્યક્તિ કે સંસ્થા તરીકે જો યોગાસનના ક્ષેત્રમાં કશુંક નોંધપાત્ર કામ કર્યું હોય તો આજે જ અરજી કરજો.
વધુ વિગતો માટે ઉપર જણાવેલી વેબસાઇટ લિન્ક પર જઈને માહિતી મેળવી શકાય છે.