સોનાના વાયદામાં રૂ. ૭૩૧ અને ચાંદીના વાયદામાં રૂ. ૧,૨૬૯નો ઝડપી ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ. ૮ નરમ
In brief · AI summary એમસીએક્સ પર કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં કુલ રૂ. ૫૪૪૭૫.૮૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૭૫૨૯.૯૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૩૧ વધી રૂ. ૮૪૯૫૦ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૧૨૬૯ વધી રૂ. ૯૪૧૫૬ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ. ૮ ઘટી રૂ. ૬૧૧૦ના ભાવ થયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૦૨૦૫.૬૩ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૪૪૨૬૮.૯૨ કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૭૫૨૯.૯૪ કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૨૦૧૬૭ પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૫૪૪૭૫.૮૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૦૨૦૫.૬૩ કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૪૪૨૬૮.૯૨ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો ૨૦૧૬૭ પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. ૭૯૮.૮૮ કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૭૫૨૯.૯૪ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૪૫૧૧ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૮૪૯૮૨ અને નીચામાં રૂ. ૮૪૫૧૧ના મથાળે અથડાઈ, રૂ. ૮૪૨૧૯ના આગલા બંધ સામે રૂ. ૭૩૧ વધી રૂ. ૮૪૯૫૦ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ વાયદો ૮ ગ્રામદીઠ રૂ. ૩૭૦ વધી રૂ. ૬૯૦૭૦ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો ૧ ગ્રામદીઠ રૂ. ૩૫ વધી રૂ. ૮૬૪૬ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૭૦ વધી રૂ. ૮૫૦૬૫ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૯૩૪૮૧ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૯૪૨૨૫ અને નીચામાં રૂ. ૯૩૦૭૫ના સ્તરને સ્પર્શી, રૂ. ૯૨૮૮૭ના આગલા બંધ સામે રૂ. ૧૨૬૯ વધી રૂ. ૯૪૧૫૬ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. ૧૨૫૮ વધી રૂ. ૯૫૬૭૦ના ભાવ થયો હતો. જ્યારે ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. ૧૨૦૬ વધી રૂ. ૯૫૬૪૬ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. ૯૯૪.૦૨ કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ. ૧.૨ વધી રૂ. ૮૬૨.૮ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત માર્ચ વાયદો રૂ. ૧.૯૫ વધી રૂ. ૨૬૮.૬૫ના ભાવે બોલાયો હતો. આ સામે એલ્યુમિનિયમ માર્ચ વાયદો ૯૦ પૈસા વધી રૂ. ૨૫૮.૧૫ના ભાવ થયો હતો. જ્યારે સીસું માર્ચ વાયદો ૧૫ પૈસા ઘટી રૂ. ૧૮૦.૨૫ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. ૧૮૫૧.૫૪ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ. ૬૧૩૩ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૬૧૪૩ અને નીચામાં રૂ. ૬૦૬૬ના મથાળે અથડાઈ, રૂ. ૬૧૧૮ના આગલા બંધ સામે રૂ. ૮ ઘટી રૂ. ૬૧૧૦ના ભાવ થયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ. ૬ ઘટી રૂ. ૬૧૧૪ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ. ૧.૮ ઘટી રૂ. ૩૩૭ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ. ૧.૭ ઘટી રૂ. ૩૩૬.૯ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૯૨૪.૧ના ભાવે ખૂલી, રૂ. ૧.૬ વધી રૂ. ૯૧૮ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ. ૩૦ ઘટી રૂ. ૫૩૧૦૦ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૪૬૭૬.૮૧ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૨૮૫૩.૧૩ કરોડના વેપાર થયા હતા. તાંબાંના વાયદાઓમાં રૂ. ૬૦૩.૯૫ કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. ૧૧૫.૨૭ કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. ૧૨.૬૫ કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. ૨૬૨.૧૪ કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. ૩૩૭.૨૦ કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. ૧૫૧૪.૩૩ કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. ૪.૨૦ કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં ૧૫૯૨૧ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૨૪૧૭૫ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૭૭૭૭ લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૧૦૯૪૭૨ લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં ૨૦૭૧૫ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૨૮૯૯૦ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૧૧૪૯૦૧ લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં ૪૦૪૬ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૧૬૦૦૭ લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો ૨૦૧૪૦ પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં ૨૦૨૨૦ પોઇન્ટના સ્તર અને નીચામાં ૨૦૧૩૫ પોઇન્ટના સ્તરને સ્પર્શી, ૯૧ પોઇન્ટ વધી ૨૦૧૬૭ પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. ૬૧૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૦.૯ ઘટી રૂ. ૧૫૦.૪ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ. ૩૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૧.૬૫ ઘટી રૂ. ૧૫.૯ના ભાવે બોલાયો હતો.
સોનું માર્ચ રૂ. ૮૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૭.૫ વધી રૂ. ૧૧૩૫ના ભાવ થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. ૯૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૭૦૨.૫ વધી રૂ. ૩૪૯૬ના ભાવ થયો હતો. તાંબું માર્ચ રૂ. ૮૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ ૧૦ પૈસા વધી રૂ. ૧૦.૧૮ના ભાવ થયો હતો. જસત માર્ચ રૂ. ૨૭૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ ૭૯ પૈસા વધી રૂ. ૩.૬ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. ૬૨૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૭.૬ ઘટી રૂ. ૧૦૫.૩૫ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. ૩૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. ૧.૬૫ ઘટી રૂ. ૧૫.૮ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની માર્ચ રૂ. ૮૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫૨.૫ વધી રૂ. ૧૧૧૦.૫ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ. ૯૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૭૦૫.૫ વધી રૂ. ૩૪૨૩ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. ૬૧૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૩.૪ ઘટી રૂ. ૧૪૧.૫ના ભાવ થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ. ૩૩૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ ૫ પૈસા ઘટી રૂ. ૧૩.૮ના ભાવ થયો હતો.
સોનું માર્ચ રૂ. ૮૪૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦૪.૫ ઘટી રૂ. ૭૫૧.૫ના ભાવ થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. ૯૪૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૫૫૫ ઘટી રૂ. ૨૩૪૭.૫ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ. ૮૬૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧.૬ ઘટી રૂ. ૧૧.૬૬ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ. ૨૬૫ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧.૧૩ ઘટી રૂ. ૨.૩૫ના ભાવ થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. ૬૧૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૨.૬૫ ઘટી રૂ. ૧૪૩.૨૫ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. ૩૩૫ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ ૫ પૈસા વધી રૂ. ૧૬.૨૫ના ભાવ થયો હતો. જ્યારે સોનું-મિની માર્ચ રૂ. ૮૪૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૪ ઘટી રૂ. ૭૩૩.૫ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ. ૯૫૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૫૮૭ ઘટી રૂ. ૨૭૦૦ના ભાવ થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.