સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધા – ૨૦૨૫ અંતર્ગત, આ વર્ષે સ્વામી વિવેકાનંદની ૧૬૩મી જન્મજયંતી નિમિત્તે “પુણ્યભૂમિ ભારત વર્ષ” ના ઉદ્દાત વિચારને કેન્દ્રમાં રાખી તા. ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન રાજકોટ શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાષા, વેશભૂષા, ચિત્ર અને વાર્તા કથન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
મુખપાઠ અને વક્તૃત્વ સ્પર્ધાઓ માટે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન, વિચારો અને રાષ્ટ્રીય મૂલ્યો પર આધારિત વિષયોની રજૂઆત કરવાની તક મળશે. વેશભૂષા સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભારતના દેવ-દેવીઓ, ઋષિ-મુનીઓ, સંતો-ભક્તો અને સ્વાતંત્ર્યસેનાનીઓના પાત્રોને વેશ અને સંલગ્ન સંદેશ સાથે રજૂ કરવાના છે.
શીઘ્ર ચિત્ર સ્પર્ધા વિદ્યાર્થીઓની દ્રષ્ટિ, કલ્પનાશક્તિ અને સંદેશ આપવાની ક્ષમતા પર આધારિત રહેશે, જેમાં તેઓને નિર્ધારિત સમયગાળામાં વિષયને આધારે ચિત્ર રચવું રહેશે. વાર્તા કથન સ્પર્ધા ગુજરાતી ભાષામાં યોજાશે, જેમાં વિદ્યાર્થીઓએ ભાવસભર અને સંસ્કારપ્રેરક વાર્તા રજૂ કરવાની રહેશે.
ભાગ લેવા ઈચ્છુક શાળાઓએ તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ થી ૧૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન વિવેક હોલ, શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૩૦ દરમિયાન સ્પર્ધા ફોર્મ મેળવવા વિનંતી છે.સ્પર્ધાની વધુ માહિતી માટે ૯૮૭૮૪ ૨૯૫૦૨ અથવા ૯૧૦૪૪૯૨૦૮૦ પર સંપર્ક કરી શકાશે.
Also Read: Also Read: From Music to Politics: The Inspiring Story of Sanae Takaichi
Subscribe Deshwale on YouTube


