કોમોડિટી વાયદાઓમાં રૂ.26485.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.135764.25 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21459.88 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39784 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.162253.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26485.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.135764.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 39784 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2027.1 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21459.88 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.158458ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160600 અને નીચામાં રૂ.158117ના સ્તરને સ્પર્શી, રૂ.156876ના આગલા બંધ સામે રૂ.2817 વધી રૂ.159693ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.1326 વધી રૂ.127978 થયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.228 વધી રૂ.16140ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2852 વધી રૂ.157455 થયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.157627ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.158985 અને નીચામાં રૂ.156736ના મથાળે અથડાઈ, રૂ.155553ના આગલા બંધ સામે રૂ.2035 વધી રૂ.157588ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.263061ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.268875 અને નીચામાં રૂ.260028ના મથાળે અથડાઈ, રૂ.252944ના આગલા બંધ સામે રૂ.12190 વધી રૂ.265134ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.12439 વધી રૂ.266920ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.11698 વધી રૂ.265899ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 3361.41 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.2.9 વધી રૂ.1171.05 થયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.6 વધી રૂ.327.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 90 પૈસા વધી રૂ.308.15ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 10 પૈસા ઘટી રૂ.187.65 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1570.89 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3482ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3580 અને નીચામાં રૂ.3481ના મથાળે અથડાઈ, રૂ.79 વધી રૂ.3555ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.6093ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6093 અને નીચામાં રૂ.5960ના મથાળે અથડાઈ, રૂ.6057ના આગલા બંધ સામે રૂ.21 ઘટી રૂ.6036ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.18 ઘટી રૂ.6036ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1 વધી રૂ.283.2 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 50 પૈસા વધી રૂ.283.1 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.956ના ભાવે ખૂલી, રૂ.3.6 ઘટી રૂ.952 થયો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો રૂ.870 વધી રૂ.25500 થયો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2550ના ભાવે ખૂલી, રૂ.18 ઘટી રૂ.2554ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 11183.07 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 10276.81 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 2730.19 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 203.30 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 26.25 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 393.63 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 31.06 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 543.19 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 996.64 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 4.23 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.57 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.77 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 8843 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 68751 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 33221 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 424361 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 63626 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 10408 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 16611 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 60784 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1564 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17092 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 22602 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 39885 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 39905 પોઇન્ટના સ્તર અને નીચામાં 39570 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 1041 પોઇન્ટ વધી 39784 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.11.8 ઘટી રૂ.367.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.1 વધી રૂ.21.35ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.95 વધી રૂ.382 થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.106.5 વધી રૂ.453 થયો હતો. તાંબું માર્ચ રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.34 વધી રૂ.17.69ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.372.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 33 પૈસા ઘટી રૂ.0.79 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ 10 પૈસા વધી રૂ.324.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ.23.1ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.339 ઘટી રૂ.292ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.240000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1941.5 ઘટી રૂ.545ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ.1100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.34 ઘટી રૂ.11.17ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 3 પૈસા વધી રૂ.6.99ના ભાવે બોલાયો હતો.
Disclaimer: Deshwale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


