Author: Mukesh Pandya

દરેક ભારતીયની જીવનમાં એકવાર તો ગંગાસ્નાન કરવાની ઇચ્છા અવશ્ય હોય છે. આપણે ત્યાંથી કોઈ ઉત્તર ભારત ફરવા જાય કે તીર્થયાત્રાએ જાય ત્યારે ગંગાજળ અચૂક લેતા આવે છે. વિવિધ ધાર્મિક પ્રસંગો, બીમારી કે મૃત્યુ વખતે મોંમાં ગંગાજળ મૂકવામાં આવે છે. ગંગાસ્નાન કરવાથી સર્વ પાપ ધોવાઈ જાય છે એવી પણ લોકોમાં દૃઢ માન્યતા છે. પવિત્રતાની વાત ચાલતી હોય ત્યારે ગંગા નદીનું ઉદાહરણ અચૂક અપાય. કોઈ પણ પુરાણ હોય કે ભાગવત, મહાભારત હોય તે રામાયણ દરેક ગ્રંથમાં ગંગાના ગુણગાન ગાવામાં આવ્યા છે, પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન વર્ગ કાનપુર, વારાણસી જેવાં શહેરોને કાંઠે વહેતી નદી જોયા બાદ ગંગા વિશે પોતાનો અભિપ્રાય બદલે તો…

Read More

લગ્નની વિધિમાં હસ્તમેળાપની વિધિનું સૌથી વધારે મહત્ત્વ રહેલું છે, માટે જ આ વિધિ કરવા માટે ખાસ મુહૂર્ત કાઢવામાં આવે છે. શુભ સમયમાં કરેલી આ વિધિ નવદંપતીના પૂરા લગ્નજીવન પર સકારાત્મક અસર કરતી હોય છે. કેવી રીતે તે શક્ય બની શકે તે હવે આપણે જોઈએ. હસ્તમેળાપ: આજના આધુનિક યુવક-યુવતીઓને વૈદિક વિધિથી લગ્ન કરવાનું ઘણીવાર કંટાળાજનક લાગે છે. ઝડપી કોર્ટ મૅરેજ કરી ટૂંકમાં પતાવવાની એમની ઇચ્છા હોય છે, પરંતુ આમ બધું ટૂંકમાં પતાવવાની લહાયમાં ઘણીવાર ઘણાનાં લગ્નજીવન પણ ટૂંકા થઈ જાય છે. સર્વસંમતિથી અને શાસ્ત્રોક્ત વિધિથી કરેલાં લગ્ન વિધિ વગર કરેલાં લગ્ન કરતાં વધુ ટકે છે એવું અવારનવાર તમે વાંચતા જ હશો.…

Read More

લગ્નસંસ્કાર દ્વારા શિવ અને શક્તિસમા નારી અને પુરુષનું ઐક્ય પૂર્ણ રીતે સાધી બ્રહ્મત્વ (અખંડત્વ) પામી શકાય છે તે આપણે ગયા પ્રકરણમાં જોયું. આ કામ એક જન્મમાં શક્ય ન પણ બને તો પણ લગ્નના બીજા અનેક ફાયદા છે તે હવે આપણે જોઈએ. તમે અવારનવાર અખબારમાં વાંચતા હશો કે અપરિણીત સ્ત્રી-પુરુષ કરતાં પરિણીત સ્ત્રી-પુરુષનું આરોગ્ય વધુ સારું હોય છે. શરીરને સ્વસ્થ રાખવા સ્ત્રી-પુરુષના હોર્મોન્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. પતિ-પત્નીના સાથસહવાસ-સ્પર્શ દ્વારા એકબીજાના હોર્મોન્સની આપ-લે થાય છે. આ હોર્મોન્સની આપ-લે સાથે તેમાં વિશુદ્ધ પ્રેમ ભળેલો હોય ત્યારે તે રસાયણ બની જાય છે. લગ્ન વગર શરીરસંબંધમાં શરીરસુખ પ્રાપ્ત થાય છે, પણ તે સંબંધમાં સ્વાર્થ…

Read More

આપણાં શાસ્ત્રોમાં વ્યક્તિના સુવ્યવસ્થિત ઘડતર માટે સોળ સંસ્કાર કરવાની ઉત્તમ વિધિ આપી છે. ઘણીવાર તમને એમ થતું હશે કે આપણે ત્યાં જ આ બધા સંસ્કાર કેમ? તો એનો સ્પષ્ટ જવાબ એ છે કે આપણી ભૂમિ પર વ્યક્તિના સ્થૂળ શરીરથી લઈને આત્મા અને પરમાત્મા સુધીનું જે ચિંતન-મનન થયું છે એટલું બીજે ક્યાંય થયું નથી. ૮૪ લાખ યોનિમાં મનુષ્યદેહ જ ઉત્તમ અવસ્થા છે. આ અવસ્થામાં ઉત્તમોત્તમ સંસ્કારક્રિયા વડે એવી અવસ્થાએ પહોંચવું જ્યાં જન્મમરણના ફેરામાંથી મુક્તિ મળે અથવા બીજો જન્મ પણ ઉત્તમ મનુષ્યના દેહરૂપે મળે જેથી મુક્તિ તરફની ગતિ બની રહે. સંસ્કાર એટલે જે છે તેમાં સુધારો કે ગુણવત્તા વધારવાની ક્રિયા. જન્મથી મરણ…

Read More

પીપળાને પાણી રેડનારા, પૂજનારા, પ્રદક્ષિણા કરનાર ઘણાં સ્ત્રી-પુરુષ તમને ગામડાંમાં અને શહેરમાં જોવા મળશે. અભણ કે ઓછું ભણેલા ઘરડાં દાદીમા પણ પીપળે જવાનો અચૂક નિયમ પાળતા જોવા મળશે. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ પીપળાના શ્લોકો વાંચવા મળે છે. જેવા કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે, એવા પીપળાને હું વંદન કરું છું. પીપળાને દેવ માની અસંખ્ય સ્ત્રી-પુરુષો તેને કેમ આટલા ભાવથી પૂજે છે તે આજની ઊગતી પેઢીને સમજાતું નથી. જો આ વિષે કોઈ વડીલોને પૂછે તો સંતોષકારક જવાબ ન મળે. “પીપળો પવિત્ર છે” એ જ એમનો જવાબ. આવો ઉત્તર આજના ભણતરના યુગમાં નવી પેઢીને ગળે ઉતરતો નથી. તેથી જો આજની પેઢીને આપણે…

Read More

ભારતીય સંસ્કૃતિમાં સ્નાનને ખૂબ જ મહત્ત્વ અપાયું છે. લગ્ન હોય કે મરણ, હોમ-હવન હોય કે શ્રાદ્ધવિધિ, સ્નાન તો કરવું જ પડે. ઘર હોય કે મંદિર જળના અભિષેક વગર દેવની પૂજા અધૂરી ગણાય. સ્નાનથી માત્ર શરીરની સ્વચ્છતા જ નથી જળવાતી, પરંતુ બીજા પણ અનેક ફાયદા થાય છે. આજનું વિજ્ઞાન પણ શરીરશુદ્ધિ માટે સ્નાનને જરૂરી સમજે છે. સ્નાનને કારણે શરીર પર જામેલો મેલ ધોવાઈ જાય છે અને ચામડીના છિદ્રો ખુલ્લાં થાય છે. પાણી વડે ચામડીને ઘસીઘસીને નાહીએ તેને ઘર્ષણસ્નાન કહેવાય. આવા સ્નાનથી ખુલ્લાં થયેલાં છિદ્રો વાટે શરીરનાં વિષદ્રવ્યો બહાર નીકળી જાય છે અને શરીર એકદમ સ્ફૂર્તિ અને તાજગી અનુભવે છે. સ્નાનથી શરીરમાં…

Read More

ચૈત્ર મહિનામાં અલૂણા વ્રત આવે છે જેમાં મીઠાનો ઉપયોગ ટાળવાનો હોય છે. મીઠું પેટમાં ન જાય તેનું ધ્યાન રાખવાને બદલે ચેત્રમાં મીઠું ખરીદવું નહિ એટલું જ ઘણી ગૃહિણીઓએ ધ્યાનમાં રાખ્યું છે. એટલે સાખા ચૈત્રમાં ચાલે એટલું મીઠું ફાગણના અંત ભાગમાં ઘરભેગું કરી લે છે. ખરેખર તો ચૈત્રની ગરમીમાં મીઠું ન વાપરવું જોઈએ અથવા તો એકદમ ઓછું વાપરવું જોઈએ. એનાથી ઘણા પ્રકારે લાભ થયા છે. કેવી રીતે તે હવે આપણે જોઈએ. મીઠું એ આયોનિક બોન્ડ ધરાવતો પદાર્થ છે. એટલે જ્યારે મીઠાને પાણીમાં (નિમિત્તે મેળવવામાં આવે છે ત્યારે તે સોડિયમ નામના ધનભાર ધરાવતાં અને ક્લોરિન નામના ઋણભાર ધરાવતાં તત્ત્વોમાં વિભાજિત થાય છે.…

Read More

નવરાત્રિના હવન પછી પેદા થતા શુદ્ધ વાયુને કારણે વાતાવરણમાં જે ફેરફાર થાય છે તે બ્રહ્માંડમાંથી આવતા શુભ તરંગોને પૃથ્વી પર ખેંચી લાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. પરિણામ સ્વરૂપ દશેરાના દિવસે કોઈ પણ સમય દરમિયાન શુભ મુહૂર્ત હોય છે. તે જ રીતે હોળીના સાર્વજનિક હવનના પરિણામ સ્વરૂપ ચૈત્ર સુદ એકમે પણ દશેરાની જેમ શુભ તરંગો પૃથ્વી પર આવતા હોય છે. માટે જ ગુડીપડવો શ્રેષ્ઠ દિવસ બની રહે છે. મહારાષ્ટ્રમાં આ દિવસે વાંસના લાકડા પર જરીવાળું રેશમી કપડું બાંધી તેના પર ચાંદી કે તાંબાનો લોટો મૂકી ખડી સાકર, આંબા તેમ જ લીમડાનાં પાન અને ફૂલનો હાર લગાડવામાં આવે છે. વાતાવરણમાંથી આવતા હકારાત્મક…

Read More

પુરાણોમાં આંબાને ‘અમરફળ’ કહીને નવાજવામાં આવ્યા છે. ‘અમરફળ’ પરથી અપભ્રંશ થઈને બનેલા ‘આમ્રફળ’નાં દરેક અંગ જેમ કે છાલ, ગર્ભ, ગોટલી તો માનવજાતને ઉપયોગી છે જ પરંતુ આંબાનાં પાન અને થડ પણ એટલાં જ ઉપયોગી છે. પૂજા-પાઠનો પ્રસંગ હોય કે સત્યનારાયણની કથા. મહારાજ પાણીથી ભરેલા તાંબાના કળશ પર આંબાનાં પાંચ પાન અવશ્ય મૂકે પછી તેના પર શ્રીફળ ગોઠવે. વાતાવરણમાંથી હકારાત્મક તરંગો. શ્રીફળની માફક આંબાનાં પાન પણ ખેંચી શકે છે. મહારાષ્ટ્રિયનો ગુડી પડવાના દિવસે જે ગુડી બાંધે છે એમાં લીમડાનાં પાન સાથે આંબાનાં પાન પણ હોય છે. લગ્નપ્રસંગે કે અન્ય અવસર પ૨ ઘરના બારણે આંબાનાં પાનનું તોરણ અવશ્ય બધાય. આંબાનાં પાન માત્ર…

Read More

બ્રહ્માંડના પાંચ મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશમાં બરાબર મધ્યનું સ્થાન અગ્નિ શોભાવે છે. આ એક એવું તત્ત્વ છે જે પદાર્થ નથી, પણ ઊર્જા છે, જેના વિના પદાર્થનું રૂપાંતર શક્ય નથી, જેમ કે લાકડું અનાજ જેવા પૃથ્વી તત્ત્વ, પાણી દૂધ-ઘી જેવા પ્રવાહી તત્ત્વોને વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું કામ અગ્નિ તત્ત્વથી જ શક્ય બને છે. અગ્નિદેવ રૂપાંતરનું કામ જ નથી કરતા, પરંતુ મલિન દ્રવ્યોને શુદ્ધ પણ બનાવે છે. જન્મથી લઈને મૃત્યુના સોળ સંસ્કાર છે એ અગ્નિની સાક્ષીએ જ કરવામાં આવે છે. એટલે જ એ કાર્યોને સંસ્કાર કહેવાય છે. સંસ્ એટલે સારું અને કાર એટલે કાર્ય. અનાજમાં કીડા પડે તો અનાજ…

Read More