Author: Mukesh Pandya

મન શુદ્ધ અને શાંત થાય તો કેટલાંય અશક્ય કાર્યો શક્ય બની જાય, પરંતુ શરીરની જે પાંચ ઇન્દ્રિય છે તેની ઇચ્છા પૂરી કરવામાં મનનો બધો જ સમય વ્યસ્ત થતો હોય તો તે પોતાનાં કાર્યો ક્યારે કરી શકે? કાનને કર્ણપ્રિય સંગીત સાંભળવાનું, નાકને સુગંધ લેવાનું, જીભને સ્વાદિષ્ટ ખોરાક લેવાનું, આંખને સુંદર દૃશ્યો જોવાનું અને ત્વચાને નાજુક સ્પર્શ કરવાનું મન થાય. આમ, ઇન્દ્રિયો ભલે બદલાય મનને તો બધી ઇન્દ્રિયોમાં હાજર રહેવું પડે. ઇન્દ્રિયો જે જે ભોગવે પછી તે સારું હોય કે ખરાબ મન પર એની છાપ પડતી રહે અને મન દૂષિત થયા કરે. મનને શુદ્ધ અને સ્થિર રાખી શકાય તો ઘણી સિદ્ધિ મેળવી…

Read More

આપણા શરીરના સ્વાસ્થ્યની રક્ષા માટે જવારાના સેવન હેતુ જ ઋષિમુનિઓએ તેને મોળાકાત વ્રત સાથે વણી લીધા છે. ઘઉંના જવારા ઉગાડવા પણ તેનું સેવન ન કરવું તે તો સાપ ગયા ને લિસોટા રહી ગયા જેવી વાત છે. હકીકતમાં તો ચોમાસા જેવી રોગ ઉત્પન્‍ન કરવાવાળી ઋતુમાં જવારાનો રસ કાઢી નિયમિત પીવાથી અસંખ્ય ફાયદા થાય છે. જવારાના રસમાં રહેલા ક્લોરોફિલ અને હિમોગ્લોબીનમાં રહેલા હેમિન તત્ત્વની રચના એકસમાન છે, જેથી આ તત્ત્વ આપણા લોહીમાં સીધું ભળી જઈ લોહીમાં રહેલા હિમોગ્લોબીનના કણોને ઝડપથી વધારી દે છે. આમ, લોહીની ઉણપને જલદી પૂરે છે તેથી તો જવારાનો રસ પાંડુરોગમાં અત્યંત ઉપયોગી છે. ઘઉંના જવારાના રસને ‘ગ્રીન બ્લડ’…

Read More

સૃષ્ટિમાં દરેક જીવો પોતાને રહેવા કે રક્ષણ માટે સ્થાયી, અસ્થાયી કે કામચલાઉ રહેઠાણ બનાવે છે. ભમરી જેવા કીટકો ભીંત પર માટીનું ઘર બનાવે છે. કીડી-મકોડા, ઉંદર કે સાપ જેવા જમીનમાં દર બનાવે છે. પક્ષીઓ માળા બનાવે છે. સિંહ-વાઘ જેવા હિંસક પશુ ગુફામાં રહે છે. આમાં એકમાત્ર માનવીએ જ પોતાના ઘર ઉપરાંત એક મંદિર પણ બનાવ્યું. ઘરમાં જ ભગવાન માટે ગોખલો કે નાનું મંદિર રાખી પૂજા-પાઠ કરનાર માનવીને ભગવાન માટે અલાયદા મંદિર બનાવવાની શી આવશ્યકતા પડી? તો તેનાં મુખ્ય ત્રણ કારણ હતાં. એમાંથી પ્રથમ કારણ ગયા પ્રકરણમાં જોઈ ગયા કે નબળા મનને મજબૂત કરી તેની શક્તિના વિકાસ કરવામાં સામાન્ય સ્થળ કરતાં…

Read More

આ પૃથ્વી પર અસંખ્ય વૃક્ષો છે, પરંતુ જેને વેદોમાં વટવૃક્ષ અથવા તો મહાવૃક્ષ કહેવામાં આવ્યું છે એ વડલાની વાત જ કંઈક ન્યારી છે. વડના એક એક ગુણધર્મ જાણ્યા પછી તમને લાગશે કે ખરેખર વડ એ તો આપણાં માતા અને પિતા બન્‍ને છે. ચોખ્ખી હવા: વાતાવરણમાં રહેતાં ઝેરી તત્ત્વો કે પ્રદૂષણને દૂર કરી શુદ્ધ પ્રાણવાયુ દરેક વૃક્ષો આપતાં હોય છે, પરંતુ પીપળો અને વડ આ કાર્ય વિપુલ પ્રમાણમાં કરી શકે છે. પીપળો વડની તુલનામાં વધુ પ્રાણવાયુ છોડે છે, પરંતુ પીપળા પાસે છાંયડો નથી, જે વડ આપે છે. વડના છાંયડા પાસે આવવા માત્રથી જ ઘણાં રોગનો નાશ થઈ જાય છે એવું આયુર્વેદ…

Read More

હજી થોડાં વર્ષ પહેલાં આધુનિક વિજ્ઞાન એમ જ માનતું હતું કે જે દેખાય છે એ જ સત્ય છે, બાકી બધું અસત્ય છે. વાયુનું સ્થાન આપણા પંચમહાભૂતોમાં છે. વાયુદેવ તરીકેનું વર્ણન પણ આપણા પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે, પરંતુ વિજ્ઞાને ત્યારે માન્યું જ્યારે હવા અને તેના ઘટકો અનુભવાયા અને પ્રયોગો દ્વારા સાબિત થયા. જેમ હવા દેખાતી નથી, પરંતુ છે એ જ પ્રમાણે મન પણ એક સૂક્ષ્મ શરીર તરીકે બિરાજમાન છે, પરંતુ દેખાતું ન હોય અત્યાર સુધી વિજ્ઞાન જગતમાં એની કોઈ જાણકારી ન હતી, પરંતુ હવે વિજ્ઞાનની ‘અતિચૈતસિક માનસ’ની શાખા હેઠળ મનની શક્તિને ઓળખવાની હજી તો પા પા પગલી થઈ રહી છે…

Read More

તિલકનું મહત્ત્વ કેટલું બધું છે તે ગયા પ્રકરણમાં જોઈ ગયા. હવે તેમાં વપરાતાં દ્રવ્યોની ઉપયોગીતા વિશે જોઈએ: કંકુ: અનેક રોગોમાં ઉપયોગી હળદર સાથે ચૂનો મળીને બનતા લાલ રંગના કકુની ઉપયોગીતા ઔર વધી જાય છે. હળદરના તો બધા ફાયદા થાય છે. આ સાથે ચૂનાને લીધે શરીરનું અસ્થિતંત્ર પણ મજબૂત બને છે. તંદુરસ્ત બાળકને જન્મ આપવા માટે પણ આ જરૂરી છે. સ્ત્રીઓને દર મહિને રજસ્વલા દરમિયાન તથા ગર્ભાવસ્થાથી લઈ નવજાત શિશુના યોગ્ય પોષણ માટે લોહીની વિશેષ જરૂર પડે છે. આજની કલર થેરપી મુજબ લોહી વધારવા માટે લાલ રંગ મદદરૂપ બને છે. આ જ વાત ઋષિમુનિઓ જાણતા હતા. તેથી જ સ્ત્રીઓને ખાસ લાલ…

Read More

દાયકાઓ પૂર્વે પુરુષ હોય કે સ્ત્રી, રાજા હોય કે વેપારી, સંત હોય કે સંસારી દરેક ભારતીયોના કપાળ પર તિલક અવશ્ય જોવા મળતું હતું. આજે પણ સમગ્ર વિશ્વમાં હિંદુસ્તાનીઓની ઓળખાણ એટલે પુરુષ કે સ્ત્રીના કપાળ પર ચાંદલાનું હોવું તે છે! શું છે આ તિલક પ્રથા? ચાલો આપણે વિગતવાર જોઈએ. શરીરનાં અંગોમાં મસ્તકનું સ્થાન અનોખું છે. રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શનું જ્ઞાન ઇન્દ્રિયો અનુક્રમે આંખ, જીભ, નાક, કાન અને ચામડી દ્વારા થાય છે. તે સર્વ ઇન્દ્રિયો મસ્તકમાં સમાયેલી છે. શરીરની સરેરાશ છ ફૂટની લંબાઈમાં માત્ર એક ફૂટ જેટલું મસ્તક આવેલું છે, પરંતુ શરીરની પાંચ કર્મેન્દ્રિયે શું કાર્ય કરવું? કેવું કાર્ય કરવું?…

Read More

કર્મ એ જ પૂજા છે એમ માની કાર્ય કરવામાં ફાયદા તો છે જ, પણ ક્યારેક પૂજાને પાત્ર એક કાર્ય માની તે કરવાથી પણ વિવિધ લાભ મેળવી શકાય છે. મુંબઈ જેવા શહેરમાં ઘડિયાળના કાંટે દોડતાં પુરુષો કે સ્ત્રીઓને પૂજા કરવાનો પણ સમય મળતો નથી. કામના બોજાથી અને માનસિક તાણના કારણે જીવનશક્તિનો હ્રાસ થતો રહેતો હોય તેમાંથી બચવા માટે ભગવાનની પૂજા ટોનિક જેવું કામ કરે છે. દરરોજ નહીં તો અઠવાડિયે એકવાર પણ વિધિસર પૂજા કરવાથી ઘણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદા મેળવી શકાય છે. આમ, કેવી રીતે થાય તે હવે આપણે વિગતવાર જોઈએ. સ્નાન: સવારનો નિત્યક્રમ પતાવી શુદ્ધિ માટે સ્નાન કરવાની ક્રિયાથી…

Read More

દરેક મા-બાપ પોતાના સંતાન માટે ખોરાક, પાણી અને સ્વાસ્થ્યની દરકાર રાખતાં હોય છે. તદુપરાંત સંતાનની ઇચ્છાઓને પૂરી કરવાના તમામ પ્રયાસ પણ કરતાં હોય છે. આ જ રીતે શ્રીફળ તમને ખોરાક, પાણી અને ઔષધિ તત્ત્વો તો પૂરાં પાડે જ છે, વધારામાં દરેક ધાર્મિક કે સામાજિક પ્રસંગમાં હાજર રહી એક વડીલની માફક તમારાં સંકલ્પો અને શુભકાર્યોને પાર પાડવામાં સહાયરૂપ થાય છે. આપણાં શાસ્ત્રોમાં સૂકા શ્રીફળને, તેના આકાર, વાળ જેવા રેસાઓની ચોટલી અને ત્રણ ચકો૨ આંખોને કારણે મનુષ્યના મસ્તકની ઉપમા આપવામાં આવી છે. વળી તેના અંદરના શૂન્યાવકાશમાં શુદ્ધ વીજભાર ધરાવતા સોડિયમ, પૉટેશિયમ ક્લોરાઈડ યુક્ત પાણી રહેલું છે. જે શુભ સંકલ્પોને અત્યંત બળવાન બનાવી…

Read More

ભારતની ઉત્તરે હિમાચ્છાદિત હિમાલય છે અને પવિત્ર ગંગા નદી વહે છે. આ પ્રદેશમાં અગણિત મૂલ્યવાન જડીબુટ્ટીઓનો વૈભવ પથરાયેલો છે, પણ ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સમુદ્ર છે. આથી આ ક્ષારયુક્ત કાંઠા વિસ્તારમાં ઈશ્વરે નાળિયેરીનાં વૃક્ષો ઉત્પન્‍ન કરી ત્યાં વસેલા લોકો પર જાણે અન્યાય થતો અટકાવ્યો છે. બારે માસ મળતા ખૂબ લાંબા સમય સુધી બગડ્યા વિના યથાવત્ રહેવાની ક્ષમતા ધરાવતા અને મનુષ્ય જીવનના અનેક ક્ષેત્રમાં ઉપયોગી આ ફળને શાસ્ત્રોએ ‘શ્રીફળ’ એવું નામ આપ્યું છે એમાં જરાય અતિશયોક્તિ કરી નથી. દરેક ફળની જેમ અનેક શારીરિક લાભ તો આ શ્રીફળ આપે જ છે સાથે કુદરતે તેને આપેલી વિશિષ્ટ રચનાને કારણે ધાર્મિક વિધિઓમાં અતિમહત્ત્વનું…

Read More