મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ શનિવાર, 14 ફેબ્રુઆરીની સાંજે ડોંબિવલી સ્થિત ટિળકનગર શાળાના હોલમાં ‘ગ્રામ્ય મહોત્સવ: ગુજરાતી-મરાઠી સંત ધર્મ સાહિત્ય આદાનપ્રદાન’ કાર્યક્રમ ઉજવ્યો. મહોત્સવ અંતર્ગત હોલમાં ગામડાના વાતાવરણની સુંદર પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.
કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનનાં નવનિર્વાચિત નગરસેવકો મહેશદાદા પાટીલ, મંદાતાઈ સુભાષ પાટીલ, સાયલી સંજય વિચારે અને અભિજિત સદાનંદ થરવળના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ગુજરાતની પરંપરાગત લોકકલા ભવાઈ અને વાસુદેવનાં ગીતો રજૂ કરવામાં આવ્યાં હતાં. મરાઠી સાહિત્યમાંથી સંત તુકારામ, જ્ઞાનેશ્વર, રામદાસ સ્વામી અને બહિણાબાઈનાં અભંગ તથા ઓવીઓ રજૂ કરવામાં આવ્યાં હતાં. ગુજરાતી પ્રસ્તુતિમાં સંત નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ગંગાસતીનાં ભજનો સામેલ હતાં. કાર્યક્રમના અંતે જોગવા, ગવલણ અને લાવણીની પ્રસ્તુતિ કરવામાં આવી.
કલાકાર અને સહયોગી
સહયોગી કલાકારો: વિકાસ ઘનશ્યામ નાયક, અરુણ સાળુંખે, પ્રતિભાતાઈ વૈદ્ય, ડો. પરાગ ઝવેરી, બાબી પવાર, આશાબેન ગાધેર, સુનીતા જબડે, રશ્મિ જબડે અને સુનીતા કાટકર.
સંગત: ઢોલકી અને તબલા પર મકરંદ વિષ્ણુ તથા હાર્મોનિયમ પર અરુણ સાળુંખેએ સાથ આપ્યો.
સંચાલન: અશ્વિન દેરાસરી (કલ્યાણ) અને દુર્ગારાજ જોશી (ઓમકાર કલા મંડળ ફેમ).
આયોજન: કાર્યક્રમનું સંયોજન નિરંજન પંડ્યાએ કર્યું હતું.
Subscribe Deshwale on YouTube

