Monday, January 20

છતાં, સેવા થઈ રહી છે એ સરાહનીય બાબત છે. આ ચબૂતરાને સમાજના યોગદાનથી છે તેનાથી ક્યાંય વધારે સારો બનાવી શકાય તેમ છે

આ ચબૂતરાની વિશેષતા શી છે? એક જ: એનું મૂળ સ્વરૂપ કાળક્રમે સાવ ખતમ થઈ ગયું એ પછી તેનાથી છુટકારો મળ્યો એમ વિચારવાને બદલે તેને પુનર્જ઼ીવીત કરવામાં આવ્યો. ધાતુનું તો ધાતુનું પણ નવું માળખું બનાવવામાં આવ્યું. બનાવીને ચબૂતરાને જેમનો તેમ પડ્યો રહેવા દેવાને બદલે આજે તેમાં કાયમ ચણની વ્યવસ્યા કરવામાં આવે છે!

ગાંધી રોડ પરની જ આ એક પોળ નામે હીરાભાઈની પોળનો કિસ્સો મજાનો છે. મૂળે અહીં લાકડાનો ચબૂતરો હતો અને વરસો સુધી કાર્યરત હતો. ચારેક દાયકા પહેલાં, જ્યારે એમ લાગ્યું કે આ ચબૂતરો હવે સુધારવો જ પડશે, ત્યારે અહીં રહેતા એક સદ્‌ગૃહસ્થે તેનું સમારકામ કરાવ્યું. મૂળ લાકડાના ચબૂતરાના સ્થાને ત્યારથી લોખંડનો ચબૂતરો આવ્યો. સરળ, સાદી ડિઝાઇનવાળા આ ચબૂતરામાં પાણી માટે કૂંડું છે. અહીં ચણ મૂકવા માટે પણ વ્યવસ્થિત જગ્યા છે.

આ પોળમાં જૈનોની વસતિ વિશેષ પ્રમાણમાં છે. સ્થાનિક રહેવાસીઓ તો પક્ષીઓના દાણા-પાણી માટે યોગદાન આપે છે જ, સાથે તેને બાંધનારા અને સ્વજનની જેમ સાચવનારા સદ્‌ગૃહસ્ય ચબૂતરો વ્યવસ્થિત કાર્યરત રહે તેની પૂરેપૂરી ચોકસાઈ રાખે છે.

ચબૂતરાના ઉપરના ભાગ સુધી જવા માટે કોઈ સીડી કે પગથિયાં અહીં દેખાતાં નથી. વળી ભીંતની સાવ લગોલગ હોવાથી ચબૂતરો મોકળાશની અનુભૂતિ કરાવતો નથી. છતાં, સેવા થઈ રહી છે એ સરાહનીય બાબત છે. આ ચબૂતરાને સમાજના યોગદાનથી છે તેનાથી ક્યાંય વધારે સારો બનાવી શકાય તેમ છે.

प्यारे पाखी! जो भी है तुम्हारा नाम! ऐसे ही रोज आ जाओ, और हर दिन मेरी सुबह में नए-नए रंग भर जाओ।

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Leave A Reply

English
Exit mobile version