રવિવાર, જાન્યુઆરી 19

મુંબઈ મેટ્રોની લેટેસ્ટ લાઇન સાત (દહિસર પૂર્વથી ગુંદવલી) અને ટુ-એ (દહિસર પૂર્વથી ડી. એન. નગર)ને મેટ્રો રેલ સલામતી કમિશનર (સીએમઆરએસ) તરફથી પૂર્ણ ઝડપે દોડવાની પરવાનગી આપવામાં આવી છે. શહેરના મેટ્રો નેટવર્ક માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. નવી લાઇન્સથી મેટ્રોની કાર્યક્ષમતા અને કનેક્ટિવિટી બેઉમાં ઉમેરો થશે છે.

સલામતી કમિશનરની આ મંજૂરીથી માર્ગ પરની મેટ્રો ટ્રેનો નિર્ધારિત ઝડપે દોડશે, એના લીધે મુસાફરી સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. એ સાથે, મેટ્રો લાઇનો વધુ સરળ અને ઝડપી મુસાફરીનો અનુભવ કરાવશે, જે હજારો જણની રોજિંદી મુસાફરી સરળ બનાવશે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ જાહેરાત કરી છે કે આ પગલું શહેરના જાહેર પરિવહનની માળખાકીય સુવિધાને બળુકી બનાવશે. 

મુંબઈની વર્તમાન મેટ્રો લાઇન્સ

મહાનગરમાં હાલની મેટ્રો લાઇન્સ શહેરની પરિવહન સમસ્યાઓના નિરાકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શહેરનું મેટ્રો નેટવર્ક ધીરે ધીરે વિસ્તરી પણ રહ્યું છે. લાઇન્સ વન, ટુ-બી, અને થ્રી 3 હાલમાં કાર્યરત છે. વર્સોવા અને અંધેરી પૂર્વને જોડતી લાઇન વને લોકો માટે પ્રવાસ સરળ કર્યો છે. આગામી લાઇન્સ, ફાઇવ અને નાઇનથી પરિવહનની સુવિધા વધુ વિકસશે.  મેટ્રો સિસ્ટમ મુંબઇગરાઓ માટે ઝડપી, કાર્યક્ષમ અને પર્યાવરણીય રીતે અનુકૂળ યાત્રા વિકલ્પો પૂરી પાડવાનું લક્ષ્ય ધરાવે છે.

Leave A Reply

ગુજરાતી
Exit mobile version