ભાગ એક
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. બજેટની મુખ્ય બાબતો નીચે મુજબ છે:
બજેટના અંદાજો 2025-26
- ઋણ અને કુલ ખર્ચ સિવાયની કુલ આવકો અનુક્રમે ₹ 34.96 લાખ કરોડ અને ₹ 50.65 લાખ કરોડ અંદાજવામાં આવી છે.
- ચોખ્ખી કરવેરાની આવક ₹ 28.37 લાખ કરોડ આંકવામાં આવી છે.
- રાજકોષીય ખાધ જીડીપીના 4.4% હોવાનો અંદાજ છે.
- કુલ બજારનું ઋણ ₹ 14.82 લાખ કરોડ હોવાનો અંદાજ છે.
- નાણાકીય વરસ 2025-26માં કેપેક્સ-મૂડી ખર્ચ ₹ 11.21 લાખ કરોડ (જીડીપીના 3.1%)ની ફાળવણી કરવામાં આવી છે.

વિકાસના પ્રથમ એન્જિન તરીકે કૃષિ
પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના-કૃષિ જિલ્લાઓનો વિકાસ કાર્યક્રમ
- આ કાર્યક્રમ રાજ્યો સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે, જેમાં ઓછી ઉત્પાદકતા, મધ્યમ પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછાં ધિરાણ પરિમાણો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે, જેનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળશે.
ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાનું નિર્માણ
- કૌશલ્ય, રોકાણ, ટેકનોલોજી અને ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપીને કૃષિમાં ઓછી રોજગારીને પહોંચી વળવા માટે રાજ્યો સાથે ભાગીદારીમાં એક વ્યાપક બહુક્ષેત્રીય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
- પ્રથમ તબક્કામાં 100 વિકાસશીલ કૃષિ જિલ્લાઓને આવરી લેવાશે.
કઠોળમાં આત્મનિર્ભરતા
- સરકાર તુવેર, અડદ અને મસૂર પર ધ્યાન કેન્દ્રિત કરીને 6 વરસનું ‘કઠોળમાં આત્મનિર્ભરતા અભિયાન’ શરૂ કરશે.
- નાફેડ અને એનસીસીએફ આગામી ચાર વરસ દરમિયાન ખેડૂતો પાસેથી આ કઠોળની ખરીદી કરશે.
શાકભાજી અને ફળો માટે વ્યાપક કાર્યક્રમ
- ખેડૂતો માટે ઉત્પાદન, કાર્યક્ષમ પુરવઠો, પ્રક્રિયા અને લાભદાયી કિંમતોને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક કાર્યક્રમ રાજ્યો સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે.
બિહારમાં મખાના બોર્ડ
- મખાનાના ઉત્પાદન, પ્રક્રિયા, મૂલ્ય સંવર્ધન અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે એક મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે.
ઉચ્ચ ઊપજ આપતાં બીજ પર રાષ્ટ્રીય મિશન
- સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત કરવા, ઉચ્ચ ઊપજ સાથે બિયારણના લક્ષિત વિકાસ અને પ્રસાર અને 100થી વધુ બિયારણની જાતોની વ્યાવસાયિક ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ ઊપજ આપતાં બીજ પર રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવશે.

મત્સ્યોદ્યોગ
- સરકાર આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને મત્સ્યોદ્યોગના ટકાઉ ઉપયોગ માટે ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર અને ‘હાઈ સી’માંથી એક માળખું લાવશે.
કપાસની ઉત્પાદકતા માટેનું મિશન
- કપાસની ખેતીની ઉત્પાદકતા અને ટકાઉપણામાં નોંધપાત્ર સુધારણાઓને સરળ બનાવવા અને વધારે લાંબી મુખ્ય કપાસની જાતોને પ્રોત્સાહન આપવા માટે પાંચ વરસના મિશનની જાહેરાત કરવામાં આવી છે.
કેસીસી દ્વારા ધિરાણમાં વધારો
- કેસીસી દ્વારા લેવામાં આવેલી લોન માટે સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ લોનની મર્યાદા ₹ 3 લાખથી વધારીને ₹ 5 લાખ કરવામાં આવશે.
આસામમાં યુરિયા પ્લાન્ટ
- આસામના નામરૂપમાં વાર્ષિક 12.7 લાખ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.
વિકાસનાં બીજા એન્જિન તરીકે એમએસએમઈ
એમએસએમઈ માટે વર્ગીકરણ માપદંડમાં સુધારો
- તમામ એમએસએમઈના વર્ગીકરણ માટે રોકાણ અને ટર્નઓવરની મર્યાદા અનુક્રમે અઢી અને બેગણી વધારવામાં આવશે.

લઘુ ઉદ્યોગો માટે ક્રેડિટ કાર્ડ
- ઉદ્યમ પોર્ટલ પર નોંધાયેલા લઘુ ઉદ્યોગો માટે ₹ 5 લાખની મર્યાદા સાથે કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ, પ્રથમ વરસમાં 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે.
સ્ટાર્ટઅપ્સ માટે ભંડોળ
- ₹ 10, 000 કરોડના નવા યોગદાન સાથે નવું ભંડોળનું ભંડોળ ઊભું કરવામાં આવશે.
પ્રથમ વખતના ઉદ્યોગસાહસિકો માટે યોજના
- પાંચ લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના પ્રથમ વખતના ઉદ્યોગસાહસિકો બનવા માટે આગામી પાંચ વરસમાં રૂ. બે કરોડ સુધીની મુદતની લોન આપવાની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
ફૂટવેર અને ચર્મક્ષેત્રો માટે ફોકસ ઉત્પાદ યોજના
- ભારતના ફૂટવેર અને ચામડાં ક્ષેત્રની ઉત્પાદકતા, ગુણવત્તા અને સ્પર્ધાત્મકતા વધારવા માટે, 22 લાખ વ્યક્તિઓને રોજગારીની સુવિધા આપવા, ₹ 4 લાખ કરોડનું ટર્નઓવર પેદા કરવા અને ₹ 1.1 લાખ કરોડથી વધુની નિકાસ કરવા માટે એક કેન્દ્રિત ઉત્પાદ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
રમકડાં ક્ષેત્ર માટે પગલાં
- ઉચ્ચ ગુણવત્તાવાળાં, અનન્ય, નવીન અને ટકાઉ રમકડાં બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે ભારતને રમકડાં માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવે છે.
ખાદ્ય પ્રક્રિયા માટે ટેકો
- બિહારમાં રાષ્ટ્રીય ખાદ્ય પ્રૌદ્યોગિકી, ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપન સંસ્થાનની સ્થાપના કરવામાં આવશે.
મેન્યુફેક્ચરિંગ મિશન – ‘મેક ઇન ઇન્ડિયા’ને આગળ વધારવું
- ‘મેક ઇન ઇન્ડિયા’ને આગળ વધારવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતા રાષ્ટ્રીય ઉત્પાદન મિશનની જાહેરાત કરવામાં આવી હતી.
વિકાસના ત્રીજા એન્જિન તરીકે રોકાણ
- લોકોમાં રોકાણ કરવું
સક્ષમ અંગણવાડી અને પોષણ 2.0
- પોષણ સહાય માટેના ખર્ચનાં ધોરણોને યોગ્ય રીતે વધારવામાં આવશે.
અટલ ટિંકરિંગ લેબ્સ
- આગામી પાંચ વરસમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ સ્થાપવામાં આવશે.
સરકારી માધ્યમિક શાળાઓ અને પીએચસીને બ્રોડબેન્ડ જોડાણ
- ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.

ભારતીય ભાષા પુસ્તક યોજના
- શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય ભાષાનાં ડિજિટલ સ્વરૂપનાં પુસ્તકો પ્રદાન કરવા ભારતીય ભાષા પુસ્તક યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
કૌશલ્ય માટે રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રો
- આપણા યુવાનોને ‘મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ ઉત્પાદન માટે જરૂરી કુશળતાથી સજ્જ કરવા માટે વૈશ્વિક કુશળતા અને ભાગીદારી સાથે કૌશલ્ય માટે પાંચ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.

આઇઆઈટીમાં ક્ષમતાનું વિસ્તરણ
- વધુ 6,500 વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા પ્રદાન કરવા માટે વરસ 2014 પછી શરૂ થયેલી પાંચ આઇઆઈટીમાં વધારાનું માળખું ઊભું કરવામાં આવશે.
શિક્ષણ માટે એઆઈમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર
- ₹ 500 કરોડના કુલ ખર્ચ સાથે શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.
તબીબી શિક્ષણનું વિસ્તરણ
- આગામી વરસે મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલોમાં 10,000 વધારાની બેઠકો ઉમેરવામાં આવશે, જે આગામી પાંચ વરસમાં 75,000 બેઠકો ઉમેરશે.
તમામ જિલ્લા હૉસ્પિટલોમાં ડે કેર કૅન્સર કેન્દ્રો
- સરકાર આગામી ત્રણ વરસમાં તમામ જિલ્લા હૉસ્પિટલોમાં ડે કેર કૅન્સર કેન્દ્રો સ્થાપશે, 2025-26માં 200 કેન્દ્રો.
શહેરી આજીવિકા મજબૂત કરવી
- શહેરી કામદારોની આવક સુધારવામાં મદદરૂપ થવા અને ટકાઉ આજીવિકા મળી રહે તે માટે તેમના સામાજિક અને આર્થિક ઉત્થાન માટેની યોજનાની જાહેરાત થઈ.

પીએમ સ્વનિધિ
- બેન્કો પાસેથી વધારાયેલી લોન, 30,000 રૂપિયાની મર્યાદા સાથે યુપીઆઈ સાથે જોડાયેલાં ક્રેડિટ કાર્ડ અને ક્ષમતા નિર્માણ સહાય સાથે યોજનામાં સુધારો કરવામાં આવશે.
ઓનલાઇન પ્લેટફોર્મ કામદારોના કલ્યાણ માટે સામાજિક સુરક્ષા યોજના
- સરકાર ગિગ-કામદારો માટે ઓળખપત્રો, ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી અને પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્યસંભાળની વ્યવસ્થા કરશે.
- અર્થતંત્રમાં રોકાણ
માળખાગત સુવિધાઓમાં જાહેર ખાનગી ભાગીદારી
- માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત મંત્રાલયો પીપીપી મોડમાં ત્રણ વરસના પ્રોજેક્ટ પાઇપલાઈનની રૂપરેખા સાથે આવશે. રાજ્યોને પણ પ્રોત્સાહિત કરાશે.
માળખાગત સુવિધાઓ માટે રાજ્યોને ટેકો
- મૂડી ખર્ચ અને સુધારા માટે પ્રોત્સાહનો માટે રાજ્યોને 50 વરસની વ્યાજમુક્ત લોન માટે ₹ 1.50 લાખ કરોડનો ખર્ચ પ્રસ્તાવિત છે.
સંપત્તિ મુદ્રીકરણ યોજના 2025-30
- નવી પરિયોજનાઓમાં 10 લાખ કરોડ રૂપિયાની મૂડી પાછી ખેંચવા માટે 2025-30 માટેની બીજી યોજનાની જાહેરાત કરવામાં આવી.

જલ જીવન મિશન
- વધારવામાં આવેલા કુલ ખર્ચ સાથે મિશન 2028 સુધી લંબાવવામાં આવશે.
અર્બન ચૅલેન્જ ફંડ
- ‘સિટીઝ એઝ ગ્રોથ હબ’, ‘ક્રિએટિવ રિડેવલપમેન્ટ ઑફ સિટીઝ’ અને ‘વોટર એન્ડ સેનિટેશન’ માટેની દરખાસ્તોને અમલમાં મૂકવા માટે ₹ 1 લાખ કરોડના અર્બન ચૅલેન્જ ફંડની જાહેરાત કરવામાં આવી છે, 2025-26 માટે ₹ 10,000 કરોડની ફાળવણી પ્રસ્તાવિત છે.
વિકસિત ભારત માટે પરમાણુ ઊર્જા મિશન
- અણુ ઊર્જા અધિનિયમ અને પરમાણુ નુકસાન માટે નાગરિક જવાબદારી અધિનિયમમાં સુધારા હાથ ધરવામાં આવશે.
- ₹ 20,000 કરોડના ખર્ચે નાના મોડ્યુલર રિએક્ટર (એસ.એમ.આર.)ના સંશોધન અને વિકાસ માટે પરમાણુ ઊર્જા મિશનની સ્થાપના કરવામાં આવશે, પાંચ સ્વદેશી રીતે વિકસિત એસએમઆર. 2033 સુધીમાં કાર્યરત થશે.
જહાજ નિર્માણ
- જહાજનિર્માણની નાણાકીય સહાય નીતિને નવેસરથી ઘડવામાં આવશે.
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાર્મોનાઇઝ્ડ માસ્ટર લિસ્ટ (એચએમએલ)માં ચોક્કસ કદથી ઉપરનાં મોટાં જહાજોનો સમાવેશ કરવામાં આવશે.
દરિયાઈ વિકાસ ભંડોળ
- ₹ 25,000 કરોડનાં ભંડોળ સાથે મેરિટાઇમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરવામાં આવશે, જેમાં સરકાર 49% સુધીનું યોગદાન કરશે. બાકી રકમ બંદરો અને ખાનગી ક્ષેત્રની હશે.

ઉડાનઃ પ્રાદેશિક જોડાણ યોજના
- આગામી 10 વરસમાં 120 નવાં સ્થળો સાથે પ્રાદેશિક જોડાણ વધારવા અને ચાર કરોડ મુસાફરોને લઇ જવા માટે સુધારેલી ઉડાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
- પર્વતીય, આકાંક્ષી અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના જિલ્લાઓમાં હૅલિપેડ અને નાનાં હવાઇમથકોને ટેકો અપાશે.
બિહારમાં ગ્રીનફિલ્ડ હવાઈમથક
- પટના હવાઇમથકની ક્ષમતાના વિસ્તરણ અને બિહતામાં બ્રાઉનફિલ્ડ હવાઇમથક ઉપરાંત બિહારમાં ગ્રીનફિલ્ડ હવાઇમથકોની જાહેરાત કરવામાં આવી છે.
મિથિલાચલમાં પશ્ચિમી કોશી નહેર પરિયોજના
- બિહારમાં પશ્ચિમી કોશી નહેર ઈઆરએમ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય.
ખાણકામ ક્ષેત્રમાં સુધારા
- ટેલિંગમાંથી મહત્વપૂર્ણ ખનિજોની પુનઃપ્રાપ્તિ માટેની નીતિ લાવવામાં આવશે.
સ્વામિહ ફંડ બે
- સરકાર, બેન્કો અને ખાનગી રોકાણકારોના યોગદાન સાથે વધુ એક લાખ રહેણાંક એકમોને ઝડપથી પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે ₹ 15,000 કરોડનું ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે.
રોજગારી આધારિત વૃદ્ધિ માટે પ્રવાસન
- દેશનાં ટોચનાં 50 પ્રવાસનસ્થળો રાજ્યો સાથે ભાગીદારીમાં ચૅલેન્જ મોડ હેઠળ વિકસાવવામાં આવશે.
- ઇનોવેશનમાં રોકાણ
સંશોધન, વિકાસ અને નવીનતા
- જુલાઈનાં બજેટમાં જાહેર કરાયેલ ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન, વિકાસ અને નવીનતા પહેલના અમલીકરણ માટે ₹ 20,000 કરોડની ફાળવણી કરવામાં આવશે.
ડીપ ટેક ફંડ ઑફ ફંડ્સ
- આગામી પેઢીના સ્ટાર્ટઅપ્સને ઉત્પ્રેરિત કરવા માટે ડીપ ટેક ફંડ ઑફ ફંડ્સની શોધ કરવામાં આવશે.
પીએમ રિસર્ચ ફૅલોશિપ
- વધારાયેલી નાણાકીય સહાય સાથે આઈઆઈટી અને આઈઆઈએસસીમાં ટેકનોલોજિકલ સંશોધન માટે 10,000 ફેલોશિપ.
પાક જર્મપ્લાઝમ માટે જીન બેન્ક
- ભવિષ્યમાં ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે 10 લાખ જર્મપ્લાઝમ લાઇનો સાથે બીજી જીન બેન્કની સ્થાપના કરવામાં આવશે.
રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક મિશન
- પાયાની ભૂ-સ્થાનિક માળખાગત સુવિધાઓ અને માહિતી વિકસાવવા રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક મિશનની જાહેરાત.
જ્ઞાન ભારતમ્ મિશન VINCY – MANUSCRIPT
- શૈક્ષણિક સંસ્થાઓ, સંગ્રહાલયો, પુસ્તકાલયો અને ખાનગી સંગ્રાહકો પાસેના આપણા હસ્તપ્રત વારસાના સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ માટે એક જ્ઞાન ભારતમ્ મિશનની જાહેરાત કરવામાં આવી છે, જે એક કરોડથી વધુ હસ્તપ્રતોને આવરી લેશે.
વિકાસના ચોથા એન્જિન તરીકે નિકાસ
નિકાસ પ્રોત્સાહન મિશન
- ક્ષેત્રીય અને મંત્રીમંડળીય લક્ષ્યાંકો સાથે એક નિકાસ પ્રોત્સાહન મિશનની સ્થાપના કરવામાં આવશે. એનું સંચાલન સંયુક્તપણે વાણિજ્ય, એમએસએમઈ ઉદ્યોગ અને નાણાં મંત્રાલય કરશે.
ભારત ટ્રેડનેટ
- આંતરરાષ્ટ્રીય વેપાર માટે વેપાર દસ્તાવેજીકરણ અને નાણાકીય ઉકેલો માટે એકીકૃત મંચ તરીકે ‘ભારત ટ્રેડનેટ’ (બીટીએન) સ્થાપિત કરવામાં આવશે.
જીસીસી માટે રાષ્ટ્રીય માળખું
- ઉભરતાં સ્તર બેનાં શહેરોમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યોને માર્ગદર્શન આપવા માટે એક રાષ્ટ્રીય માળખું ઘડવામાં આવશે.
ઇંધણ તરીકે સુધારાઓઃ નાણાકીય ક્ષેત્રમાં સુધારા અને વિકાસ
વીમા ક્ષેત્રમાં એફડીઆઈ
- વીમા ક્ષેત્ર માટે જે કંપનીઓ ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમનું રોકાણ કરે છે તેમના માટે એફડીઆઈની મર્યાદા 74% વધારીને 100% કરવામાં આવશે,.
એનએબીએફઆઈડી દ્વારા ધિરાણ વૃદ્ધિ સુવિધા
- એનએબીએફઆઈડી માળખાગત સુવિધાઓ માટે કોર્પોરેટ બોન્ડ્સ માટે ‘આંશિક ધિરાણ વૃદ્ધિ સુવિધા’ સ્થાપિત કરશે
ગ્રામીણ ક્રેડિટ સ્કોર
- જાહેર ક્ષેત્રની બેન્કો ગ્રામીણ વિસ્તારોમાં એસએચજીના સભ્યો અને લોકોની ધિરાણ જરૂરિયાતો પૂરી કરવા માટે ‘ગ્રામીણ ધિરાણ સ્કોર’ માળખું વિકસાવશે.
પેન્શન ક્ષેત્ર
- નિયમનકારી સંકલન અને પેન્શન ઉત્પાદનોના વિકાસ માટે એક મંચની સ્થાપના કરવામાં આવશે.
નિયમનકારી સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ
- તમામ બિનનાણાકીય ક્ષેત્રનાં નિયમનો, પ્રમાણપત્રો, લાઇસન્સ અને મંજૂરીઓની સમીક્ષા માટે નિયમનકારી સુધારા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.
રાજ્યોનો રોકાણ મૈત્રી સૂચકાંક
- સ્પર્ધાત્મક સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારવા માટે 2025માં રાજ્યોનો રોકાણ મૈત્રી સૂચકાંક શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.
જન વિશ્વાસ બિલ 2.0
- જન વિશ્વાસ બિલ 2.0 વિવિધ કાયદાઓમાં 100થી વધુ જોગવાઈઓને અપરાધમુક્ત કરશે.
ભાગ બે
સીધા વેરા
- નવી પ્રણાલી હેઠળ 12 લાખ રૂપિયાની આવક (એટલે કે મૂડી લાભ જેવા વિશેષ દરની આવક સિવાય દર મહિને સરેરાશ એક લાખ રૂપિયાની આવક) સુધી કોઈ વ્યક્તિગત આવકવેરો ચૂકવવાપાત્ર નથી.
- 75, 000 રૂપિયાની પ્રમાણભૂત કપાતને કારણે પગારદાર કરદાતાઓ માટે આ મર્યાદા રૂ. 12.75 લાખ હશે.
- આ નવું માળખું મધ્યમ વર્ગના કરવેરામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને તેમના હાથમાં વધુ નાણાં મૂકશે, જેનાથી ઘરગથ્થુ વપરાશ, બચત અને રોકાણમાં વધારો થશે.
- નવા આવકવેરા બિલ સ્પષ્ટ અને સીધું લખવામાં આવશે જેથી કરદાતાઓ અને કરવેરા વહીવટ માટે તેને સમજવું સરળ બને, જેનાથી કર નિશ્ચિતતા આવે અને મુકદ્દમામાં ઘટાડો થાય.
- પ્રત્યક્ષ કરવેરામાં આશરે ₹ એક લાખ કરોડની આવક જતી કરવામાં આવશે.
- કરવેરાના દરનું સુધારેલું માળખું – VINCE – INCOME TAX
- નવી કરવેરા પ્રણાલીમાં સુધારેલા કરવેરાના દરનું માળખું નીચે મુજબ રહેશેઃ
0-4 લાખ રૂપિયા | શૂન્ય |
4-8 લાખ રૂપિયા | 5 ટકા |
8-12 લાખ રૂપિયા | 10 ટકા |
12-16 લાખ રૂપિયા | 15 ટકા |
16-20 લાખ રૂપિયા | 20 ટકા |
20- 24 લાખ રૂપિયા | 25 ટકા |
24 લાખ રૂપિયાથી વધુ | 30 ટકા |
- મુશ્કેલીઓ હળવી કરવા માટે ટીડીએસ/ટીસીએસને તર્કસંગત બનાવવું
- જે દર અને મર્યાદાઓથી ઉપર ટીડીએસ કાપવામાં આવે છે તેની સંખ્યામાં ઘટાડો કરીને સ્રોત પર કર કપાત (ટીડીએસ)ને તર્કસંગત બનાવાશે.
- વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર કર કપાતની મર્યાદા હાલની રૂ. 50,000થી બમણી કરીને રૂ. એક લાખ કરવામાં આવી છે.
- ભાડા પર ટીડીએસ માટે રૂ. 2.40 લાખની વાર્ષિક મર્યાદા વધારીને રૂ. છ લાખ કરવામાં આવી છે.
- આરબીઆઈની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ મોકલેલી રકમ પર સ્રોત પર કર (ટીસીએસ) વસૂલવાની મર્યાદા રૂ. સાત લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે.
- વધારે ટીડીએસ કપાતની જોગવાઈઓ માત્ર બિન-પાન કેસોમાં લાગુ થશે.
- નિવેદન દાખલ કરવાની નિયત તારીખ સુધી ટીસીએસની ચુકવણીમાં વિલંબના કેસો માટે બિનગુનાહિતકરણ.
- અનુપાલનનો બોજ ઘટાડવો
- નાનાં સખાવતી ટ્રસ્ટો/સંસ્થાઓ માટે નોંધણીનો સમયગાળો પાંચ વરસથી વધારીને 10 વરસ કરીને પાલનનો બોજ ઘટાડવો.
- સ્વ-ભોગવટા હેઠળની મિલકતોનાં વાર્ષિક મૂલ્યને શૂન્ય તરીકે દાવો કરવાનો લાભ આવી બે સ્વભોગવટા હેઠળની મિલકતો માટે કોઈ પણ શરત વિના આપવામાં આવશે.
- ઇઝ ઑફ ડુઈંગ બિઝનેસ
- ત્રણ વરસના બ્લોક સમયગાળા માટે આંતરરાષ્ટ્રીય વ્યવહારની આર્મ્સ લેંગ્થ કિંમત નક્કી કરવા માટેની યોજનાની રજૂઆત.
- મુકદ્દમા ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય કરવેરામાં નિશ્ચિતતા પ્રદાન કરવા માટે સલામત હાર્બરના નિયમોનો વ્યાપ વધારવો.
- વ્યક્તિઓ દ્વારા 29મી ઑગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી રાષ્ટ્રીય બચત યોજના (એનએસએસ)માંથી ઉપાડને મુક્તિ.
- સામાન્ય એનપીએસ ખાતાંઓમાં ઉપલબ્ધ હોય તેવી જ રીતે એનપીએસ વાત્સલ્ય ખાતાંઓ સાથે સમાન વ્યવહાર, એકંદર મર્યાદાને આધીન છે.
- રોજગાર અને રોકાણ
ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન યોજનાઓ માટે કરવેરાની નિશ્ચિતતા
- ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધાની સ્થાપના અથવા સંચાલન કરતી નિવાસી કંપનીને સેવાઓ પૂરી પાડતા બિનરહેવાસીઓ માટે અનુમાનિત કરવેરાની વ્યવસ્થા.
- નિર્દિષ્ટ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન એકમોને પુરવઠો પૂરો પાડવા માટે ઘટકોનો સંગ્રહ કરતા બિનરહેવાસીઓ માટે કરવેરાની નિશ્ચિતતા માટે સલામત બંદરની રજૂઆત.
અંતર્દેશીય જહાજો માટે ટનેજ ટેક્સ યોજના
દેશમાં અંતર્દેશીય જળ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય જહાજ અધિનિયમ, 2021 હેઠળ નોંધાયેલાં આંતરદેશીય જહાજોને હાલની ટનભાર કર યોજનાનો લાભ આપવામાં આવશે.
- સ્ટાર્ટ-અપ્સની સ્થાપના માટે વિસ્તરણ
1.4.2030 પહેલાં સ્થપાયેલ સ્ટાર્ટઅપ્સને ઉપલબ્ધ લાભની મંજૂરી આપવા માટે સંસ્થાપનનો સમયગાળો પાંચ વરસ સુધી લંબાવવો.
- વૈકલ્પિક રોકાણ ભંડોળ (એઆઈએફ)
માળખાગત સુવિધાઓ અને આવાં અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરી રહેલા શ્રેણી-1 અને શ્રેણી-2 એઆઈએફ. માટે જામીનગીરીઓમાંથી થતા લાભ પર કરવેરાની ખાતરી
- સોવરેન અને પેન્શન ફંડ્સ માટે રોકાણની તારીખ લંબાવવી
માળખાગત ક્ષેત્રમાં તેમની પાસેથી ભંડોળને પ્રોત્સાહન આપવા માટે સાર્વભૌમ સંપત્તિ ભંડોળ અને પેન્શન ભંડોળમાં રોકાણ કરવાની તારીખ વધુ પાંચ વરસ વધારીને 31 માર્ચ, 2030 કરવામાં આવી છે.
પરોક્ષ કર
ઔદ્યોગિક ચીજવસ્તુઓ માટે કસ્ટમ્સ ટેરિફ માળખાને તર્કસંગત બનાવવું
કેન્દ્રીય બજેટ 2025-26માં નીચેની દરખાસ્તો રજૂ કરવામાં આવી છેઃ
- સાત ટેરિફ દર દૂર કરવા. આ 2023-24 બજેટમાં દૂર કરવામાં આવેલા સાત ટેરિફ દરો ઉપરાંત છે. આ પછી, ‘શૂન્ય’ દર સહિત માત્ર આઠ ટેરિફ દર બાકી રહેશે.
- કેટલીક વસ્તુઓ સિવાય જ્યાં આવી ઘટનાઓમાં નજીવો ઘટાડો થશે, ત્યાં વ્યાપકપણે અસરકારક ડ્યુટી ઇન્સિડેન્સ જાળવવા માટે યોગ્ય સેસ લાગુ કરવો.
- એક કરતાં વધુ સેસ અથવા સરચાર્જ નહીં. તેથી સેસને આધીન 82 ટેરિફ લાઇન પર સમાજ કલ્યાણ સરચાર્જને મુક્તિ આપવામાં આવી છે.
પરોક્ષ કરવેરામાં આશરે ₹ 2600 કરોડની આવક જતી કરવામાં આવશે.
દવાઓ/ઔષધિની આયાત પર રાહત
- 36 જીવનરક્ષક દવાઓ અને ઔષધિ ઓને બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (બીસીડી)માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
- છ જીવનરક્ષક દવાઓ પર 5%ની છૂટછાટવાળી કસ્ટમ ડ્યુટી લાગુ કરવામાં આવશે.
- ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા પેશન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ નિર્દિષ્ટ દવાઓ અને ઔષધિઓને બીસી.ડીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે; 13 નવા દરદી સહાય કાર્યક્રમો સાથે વધુ 37 દવાઓ ઉમેરવામાં આવી છે.
સ્થાનિક ઉત્પાદન અને મૂલ્ય સંવર્ધનને ટેકો
- મહત્વપૂર્ણ ખનિજોઃ – VINCY MINERALS
- કોબાલ્ટ પાવડર અને કચરો, લિથિયમ-આયન બેટરીનો ભંગાર, લીડ, ઝિંક અને 12 વધુ મહત્વપૂર્ણ ખનિજોને બીસીડીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
- કાપડઃ
- વધુ બે પ્રકારના શટલ-લેસ લૂમ્સને કાપડની મશીનરીમાં સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
- ગૂંથેલા કાપડ પર બીસીડીનો દર ‘10% અથવા 20%’થી સુધારીને ‘20% અથવા’ 115 પ્રતિ કિલો, જે પણ વધારે હોય તે.
- ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓઃ – VINCY ELECTRONICS LANDSCAPE
- ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે (આઇએફપીડી) પર બીસીડી 10%થી વધીને 20% થઈ છે.
- ઓપન સેલ અને અન્ય ઘટકો પર બીસીડી ઘટીને 5% થઈ ગઈ.
- ઓપન સેલના ભાગો પર બીસીડીને મુક્તિ આપવામાં આવી છે.
- લિથિયમ આયન બૅટરીઃ
- ઇ.વી. બૅટરી ઉત્પાદન માટે 35 વધારાની મૂડીગત ચીજવસ્તુઓ અને મોબાઇલ ફોન બૅટરી ઉત્પાદન માટે 28 વધારાની મૂડીગત વસ્તુઓને મુક્તિ આપવામાં આવી છે.
- શિપિંગ ક્ષેત્રઃ
- કાચા માલ, ઘટકો, ઉપભોજ્ય વસ્તુઓ અથવા જહાજોનાં ઉત્પાદન માટેના ભાગો પર બીસીડીની મુક્તિ વધુ દસ વરસ લંબાવવામાં આવી છે.
- જહાજ તોડવા માટે એ જ વ્યવસ્થા ચાલુ રહેશે.
- ટેલિકોમ્યુનિકેશનઃ
- કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વિચો પર બીસીડી 20%થી ઘટીને 10% થઈ ગઈ.
નિકાસ પ્રોત્સાહન
- હસ્તકલાની વસ્તુઓ: VINCY – Handicrafts
- નિકાસ માટેનો સમયગાળો છ મહિનાથી વધારીને એક વરસ કરવામાં આવ્યો છે, જો જરૂરી હોય તો વધુ ત્રણ મહિના સુધી લંબાવી શકાય છે.
- ડ્યુટી-ફ્રી ઇનપુટ્સની યાદીમાં નવ વસ્તુઓ ઉમેરવામાં આવી છે.
- ચામડું ક્ષેત્રઃ
- ભીના વાદળી ચામડા પર બીસીડીને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
- ક્રસ્ટ લેધરને 20% નિકાસ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
- દરિયાઈ ઉત્પાદનોઃ
- ફ્રોઝન ફિશ પેસ્ટ (સૂરીમી) પર તેના એનાલોગ ઉત્પાદનોનાં ઉત્પાદન અને નિકાસ માટે બીસીડી 30%થી ઘટાડીને 5% કરવામાં આવી છે.
- માછલી અને ઝિંગા ફીડના ઉત્પાદન માટે ફિશ હાઇડ્રોલાઇસેટ પર બીસીડી 15%થી ઘટાડીને 5% કરવામાં આવી છે.
- રેલવે માલ માટે સ્થાનિક એમઆરઓ:
- રેલવેના એમઆરઓને સમારકામની વસ્તુઓની આયાતના સંદર્ભમાં વિમાન અને જહાજોના એમઆરઓ જેવો જ લાભ થશે.
- આવી વસ્તુઓની નિકાસ માટેની સમયમર્યાદા છ મહિનાથી વધારીને એક વરસ કરવામાં આવી છે અને તેને વધુ એક વરસ માટે લંબાવી શકાય છે.
વેપારની સુવિધા
- કામચલાઉ આકારણી માટે સમય મર્યાદાઃ
- કામચલાઉ આકારણીને આખરી ઓપ આપવા માટે બે વરસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે એક વરસ સુધી વધારી શકાય છે.
- સ્વૈચ્છિક અનુપાલનઃ
- આયાતકારો અથવા નિકાસકારોને માલની મંજૂરી પછી, સ્વેચ્છાએ મહત્ત્વપૂર્ણ તથ્યો જાહેર કરવા અને વ્યાજ સાથે પરંતુ દંડ વિના ડ્યુટી ચૂકવવા માટે સક્ષમ બનાવવા માટે એક નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
- અંતિમ ઉપયોગ માટે લંબાવેલો સમયઃ
- સંબંધિત નિયમોમાં આયાતી ઇનપુટ્સના અંતિમ ઉપયોગ માટેની સમયમર્યાદા છ મહિનાથી વધારીને એક વરસ કરવામાં આવી છે.
- આવા આયાતકારો માસિક નિવેદનને બદલે માત્ર ત્રિમાસિક નિવેદનો ફાઇલ કરશે.