અમેરિકાએ હાલમાં જ 100થી વધુ ભારતીયોને પોતાના દેશથી ભારત પરત મોકલ્યા હતા. એનાથી પ્રેરાઈને ભારત સરકાર હવે વિદેશી રોજગાર શોધતા ભારતીય નાગરિકો માટે વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત માઇગ્રેશનનો કાયદો ઘડવાની તૈયારીમાં છે.

પ્રસ્તાવિત કાયદો ભારતીય માઇગ્રન્ટ્સને નડતા પડકારોને નિવારવા પ્રયાસ કરશે. સાથે, તાજેતરની ડિપોર્ટેશન જેવી ઘટનાઓને રોકવાનો પ્રયાસ કરશે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયએ સંસદીય પેનલને જણાવ્યું હતું કે સુરક્ષિત માઇગ્રેશનને સુનિશ્ચિત કરવા માટે એક કાયદો ઘડવા પર કામ ચાલી રહ્યું છે.
આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાએ પોતાને ત્યાં ગેરકાનૂની રીતે પ્રવેશેલા ભારતીયો સાથે કથિત દુર્વ્યવહાર કર્યાની વાત જાહેર થઈ છે. વિરોધી પક્ષે આ મામલે ભારતીયો સાથેના કથિત કઠોર વ્યવહારનો વિરોધ કરતાં કડક કાર્યવાહીની માગ કરી હતી.
પ્રસ્તાવિત કાયદો માઇગ્રેશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા, વિદેશ રહેતા ભારતીયોને વધુ સુરક્ષા પૂરી પાડવા અને એમની ફરિયાદોના નિવારણને અસ્ખલિત કરશે એવી આશા છે. આ કાયદો વિદેશ વસતા ભારતીયોના અધિકાર અને ક્ષેમકુશળતા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સંજોગોને જોતાં કેન્દ્ર સરકાર ડિપોર્ટેશન પ્રક્રિયામાં આપણા નાગરિકો સાથે માનવીય વ્યવહાર સુનિશ્ચિત કરવા અમેરિકન અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રહી છે. પ્રસ્તાવિત કાયદો આ લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.