Read inEnglishहिन्दीગુજરાતી
Arts and Screen

અમદાવાદના ચબૂતરા – ટંકશાળની પોળ

In brief · AI summary ટંકશાળની પોળમાં આવેલો આશરે ચાર સદી જૂનો ચબૂતરો છે, જેના સંચાલન-દેખરેખ માટે કોઈ પંચ નથી. ચબૂતરામાં આજે પણ દાણા અને પાણી નાખવાનો ક્રમ જારી છે, જ્યારે તેના નીચેના ભાગમાં ટુ-વ્હીલર્સ કાયમ પાર્ક કરેલાં જોવા મળે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે થોડી વધુ કાળજી રાખવાથી આ ચબૂતરો વધુ સારી રીતે ઉપયોગી થઈ શકે તેમ છે.

By Kalpana Shah  ·   ·  1 min read
અમદાવાદના ચબૂતરા - ટંકશાળની પોળ

સ્વાભાવિક છે કે વેપારી કેન્દ્ર બની ગયેલી પોળમાં ચબૂતરા તરફ લક્ષ આપવાની ફૂરસદ ભાગ્યે જ કોઈને મળે. એમાં વળી પોળના સંચાલન-દેખરેખ માટે કોઈ પંચ પણ નથી

અમદાવાદના ચબૂતરા – ટંકશાળની પોળ

વ્યવસ્થિત સ્થાપત્ય, ધ્યાનાકર્ષક કાળો દરવાજો, ઉપર અષ્ટકોણ આકારનો ચબૂતરો અને તેના માથે શિખર આકારની છત. ટંકશાળની પોળમાં આવેલા સરસ મજાનો આ ચબૂતરો આશરે ચાર સદી જૂનો છે. એક જમાનામાં જહાંગીર બાદશાહે આ પોળમાં ટંકશાળની સ્થાપના કરી હતી.

એ ટંકશાળમાં જ આપણા પ્રિય કવિ અખો એક અધિકારી તરીકે સેવા આપતા હતા. એ ટંકશાળ પરથી જ આ પોળને એનું નામ મળ્યું છે. ટંકશાળની પોળમાં એક સમયે સંપૂર્ણપણે જૈનોની વસતિ હતી. આ પોળ ચબૂતરા કરતાં પણ જૂની, આશરે છસોથી વધુ વરસની ભવ્ય અરિતત્વ ગાથા ધરાવે છે. સમય સાથે પરિવર્તન એ આવ્યું છે કે વસતિથી ધમધમતી પોળ હવે માત્ર વેપારી પ્રવૃત્તિથી ધમધમે છે.

સ્વાભાવિક છે કે વેપારી કેન્દ્ર બની ગયેલી પોળમાં ચબૂતરા તરફ લક્ષ આપવાની ફૂરસદ ભાગ્યે જ કોઈને મળે. એમાં વળી પોળના સંચાલન-દેખરેખ માટે કોઈ પંચ પણ નથી. હા, ચબુતરામાં દાણા, પાણી વગેરે નાખવાનો ક્રમ આજે પણ જારી છે જે શાતા પહોંચાડતી બાબત છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે થોડી વધુ કાળજી રાખવાથી આ ચબૂતરો ક્યાંય વધારે સારી રીતે ઉપયોગી થઈ શકે તેમ છે. ચબૂતરાનું મૂળ માળખું સરસ મજાની ઝાલર અને થાંભલાવાળું કોતરકામ ધરાવે છે. તેની શ્વેત દીવાલો પર દેશી ઢબનો કાળો દરવાજો પણ નોખી આભા સર્જે છે. ચબૂતરાની નીચેના ભાગમાં એક કોરાણે કાયમ ટુ-વ્હીલર્સ પાર્ક કરેલાં જોવા મળે છે. આવનજાવનવાળા માર્ગ અને ચોકમાં આવેલા આ ચબૂતરાને સરવાળે જરૂર છે થોડી વધારે હુંફની! એટલું કરવામાં આવે તો મોકળાશ ધરાવતી આ પોળમાં પારેવડાંનાં ધાડાં ઊતરી આવશે!

અખો કહે છે ભક્તિ જ માણસને તારશે. 

ભક્તિ પંખી છે ને જ્ઞાન વૈરાગ્ય એની બે પાંખો છે. ભક્તિ ગાય છે ને જ્ઞાન-વૈરાગ્ય એના પુત્રો છે.
ગાય ઘરમાં આવી એટલે વત્સ પાછળ આવ્યા જ જાણો!

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Liked this? Get one story a day on WhatsApp.
Join

Read next

તો, આખરે ધ ઓડિસીમાં એવું શું ખાસ છે? પત્રકાર ટર્ન્ડ ફિલ્મમેકર નીરુ શર્માની શોર્ટ ફિલ્મ બાન્દરા બોય આવી છે  અરવિંદ વેકરિયાઃ મુઠ્ઠી ઊંચેરા રંગકર્મી, સર્વપ્રિય સ્વજન