Read inEnglishहिन्दीગુજરાતી
Arts and Screen

“જીગરની જીત” ૧૭મી જાન્યુઆરીએ રિલીઝ થવા તૈયાર

By Deshwale Editorial Desk  ·   ·  1 min read
"જીગરની જીત" 17મી જાન્યુઆરીએ રિલીઝ થવા તૈયાર

ગુજરાતી ગીત “માટલા ઉપર માટલું”થી લોકપ્રિય બનેલા જીગર ઠાકોરની નવી ફિલ્મ “જીગરની જીત” ૧૭મી જાન્યુઆરીએ રિલીઝ થશે. માર્સ મૂવીઝ એન્ડ મ્યુઝિકના બેનર હેઠળ બનેલ આ ફિલ્મનું નિર્માણ ભરત જૈન અને દિગ્દર્શન વિષ્ણુ ઠાકોરે કર્યું છે.

ફિલ્મમાં જીગર ઠાકોર એક એવા કલાકારની કથા રજૂ કરે છે, જેણે જીવનના અનેક ચેલેન્જિસ વચ્ચે સફળતાની ગાથા લખી છે. ફિલ્મમાં એક પિતાના સંઘર્ષની વાર્તા છે, જે પોતાના બાળકના સપનાને સાકાર કરવા પ્રયાસશીલ રહે છે.

ફિલ્મનાં મુખ્ય કલાકારોમાં જીગર ઠાકોર સાથે ચેતન દૈયા, જીતુ પંડ્યા, જિમી, પૂજા સોની અને સોશિયલ મીડિયા સ્ટાર્સ વિજુડી અને વિલેજ બોય છે. ગીતો જશવંત ગાંગાણી અને ચંદુ રાવલે લખ્યાં છે. સંગીત ઋત્વિજ જોષીનું છે.

“જીગરની જીત” ૧૭મી જાન્યુઆરીએ મોટા પડદે રિલીઝ થશે.

Liked this? Get one story a day on WhatsApp.
Join

Read next

તો, આખરે ધ ઓડિસીમાં એવું શું ખાસ છે? પત્રકાર ટર્ન્ડ ફિલ્મમેકર નીરુ શર્માની શોર્ટ ફિલ્મ બાન્દરા બોય આવી છે  અરવિંદ વેકરિયાઃ મુઠ્ઠી ઊંચેરા રંગકર્મી, સર્વપ્રિય સ્વજન