Read inEnglishहिन्दीગુજરાતી
News

મજા શોધવા માટે મન બદલો

By Kalpana Shah  ·   ·  1 min read
મજા શોધવા માટે મન બદલો

જેમાં આપણું મન લાગે નહીં એવું કોઈપણ કામ કરવા માટે આપણને પૃથ્વી પર મોકલવામાં નથી આવ્યા – રસ્કિન બોન્ડ

મજા શોધવા માટે મન બદલો

”મજા નથી આવતી.” આ ત્રણ શબ્દો જેણે જેણે બોલવા પડે એ બધા માણસોએ પોતાની જીવનશૈલી તરફ તપાસભરી નજરે જોવાની શરૂઆત કરી દેવી જોઈએ.

અરે, જિંદગી તમારી, દિવસ તમારો, વિચાર તમારા છતાં જીવવાની મજા ન આવે એવું કંઈ રીતે બની શકે? ફરિયાદ કરનારા લોકો સામાન્યપણે એવી કબૂલાત કરી બેસતા હોય છે કે અમને સરખું જીવતા નથી આવડયું. ચાલો, માની લઈએ કે જિંદગીના આરોહ-અવરોહમાં શક્ય છે કે કોઈકને ચોવીસેય કલાક આનંદ પ્રાપ્ત થાય એવું ન પણ બને. એ સ્થિતિ એટલે હંગામી કંટાળાની સ્થિતિ હોઈ શકે. પણ જો મજા નથી આવતી એવી માન્યતા જીવન પર ગ્રહણ બનીને છવાઈ ગઈ હોય, આજે, ગઈ કાલે અને વરસ પહેલાં પણ આવી જ કંઈક લાગણી સતાવતી રહી હોય તો પછી વાંક કોનો કાઢશો? પોતાને મજા ન આવે એ માટે પહેલી જવાબદારી માણસે પોતે સ્વીકારવી રહી. જો આટલું કરવાની નૈતિક હિંમત કેળવી શકાય તો પોતાને જ નવેસરથી જીવવાની ટેવ પાડવા તૈયાર પણ કરી શકાય. આજનો દિવસ આવી તૈયારીનો દિવસ બનાવી દો. આજથી મજા નથી આવતી એ શબ્દોને, એ લાગણીને જાકારો આપવા કમર કસો. સંતુષ્ટ જીવન માટેનો સંઘર્ષ પહેલાં પોતાના મનથી શરૂ કરો. પછી સૌ સારાંવાનાં થઈ જશે.

Liked this? Get one story a day on WhatsApp.
Join

Read next

મોદીની પહેલી પીછેહઠ શું દર્શાવે છે? સ્પેનનો બમણો દબદબોઃ મહિલા પછી પુરુષોનો ફિફા વિશ્વ કપ કબજે કર્યો મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના ડિજિટલ માસિક ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ની દમામદાર શરૂઆત