ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં સાર્વત્રિક વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 14505.57 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 90811.47 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10985.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20938 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 105324.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 14505.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 90811.47 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 20938 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 684.08 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10985.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 87539ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 87898 અને નીચામાં રૂ. 87458ના મથાળે અથડાઈ, રૂ. 87554ના આગલા બંધ સામે રૂ. 219 વધી રૂ. 87773ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 13 વધી રૂ. 70745ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 7 વધી રૂ. 8952ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 144 વધી રૂ. 87710ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 99273ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 99824 અને નીચામાં રૂ. 99065ના સ્તરને સ્પર્શી, રૂ. 99153ના આગલા બંધ સામે રૂ. 574 વધી રૂ. 99727ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 530 વધી રૂ. 99664 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 549 વધી રૂ. 99660ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1930.80 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ. 7.3 ઘટી રૂ. 904ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ. 2.15 ઘટી રૂ. 273.85 થયો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 55 પૈસા વધી રૂ. 250.5ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 5 પૈસા વધી રૂ. 179.35ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1635.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ. 5956ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5996 અને નીચામાં રૂ. 5948ના મથાળે અથડાઈ, રૂ. 5919ના આગલા બંધ સામે રૂ. 67 વધી રૂ. 5986 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 62 વધી રૂ. 5985 થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 3.6 વધી રૂ. 330 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ. 3.9 વધી રૂ. 330.5 થયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ. 920.1ના ભાવે ખૂલી, રૂ. 5.2 વધી રૂ. 933.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ. 140 વધી રૂ. 52700 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8745.29 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2240.31 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1478.94 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 137.93 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 46.67 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 267.25 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 339.50 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1296.21 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 1.21 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21087 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 28790 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7764 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 97599 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 20743 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 32860 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 113462 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 6279 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21454 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 20883 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20960 પોઇન્ટના સ્તર અને નીચામાં 20883 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 56 પોઇન્ટ વધી 20938 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 27.5 વધી રૂ. 150 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1 વધી રૂ. 18.9 થયો હતો.
સોનું માર્ચ રૂ. 88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 21.5 વધી રૂ. 94 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 293 વધી રૂ. 2465 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 920ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.09 ઘટી રૂ. 15.1 થયો હતો. જસત એપ્રિલ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 31 પૈસા ઘટી રૂ. 3.5 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 5950ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 34.7 વધી રૂ. 180ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ. 340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા વધી રૂ. 18.8 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ. 88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 1 ઘટી રૂ. 72.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 295.5 વધી રૂ. 2315.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 29.5 ઘટી રૂ. 121.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 95 પૈસા ઘટી રૂ. 20.35ના ભાવે બોલાયો હતો.
સોનું માર્ચ રૂ. 87500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 118.5 ઘટી રૂ. 86ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 227 ઘટી રૂ. 2201.5ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ. 910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.75 વધી રૂ. 17.05ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 9 પૈસા વધી રૂ. 3.25ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 38.2 ઘટી રૂ. 168.25ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ. 330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા ઘટી રૂ. 20.55ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ. 87500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 97 ઘટી રૂ. 106 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 210.5 ઘટી રૂ. 2109ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

