સાન ફ્રાન્સિસ્કો – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વર્ચ્યુઅલ રિયલિટી (VR) અને સિનેમાને એક સાથે લાવવાનો હેતુ ધરાવતી એક નવી વૈશ્વિક સંસ્થા અમેરિકામાં સત્તાવાર રીતે શરૂ થઈ છે. ભારતીય સર્જકોને પણ તેમાં અગ્રણી ભૂમિકા ભજવવાની તક મળી શકે છે.
AI/VR Motion Picture Guild™ (AIVR MPG™) સાન ફ્રાન્સિસ્કોમાં નોંધાયેલી નોન-પ્રોફિટ વ્યાવસાયિક સંસ્થા તરીકે શરૂ થઈ છે. તે ફિલ્મમેકર્સ, ટેકનોલોજિસ્ટ્સ અને સ્ટોરીટેલર્સને AI, VR અને ઇમર્સિવ મીડિયાના સમન્વય પર કામ કરવા માટે સહાય, શિક્ષણ અને ઉદ્યોગમાં માન્યતા આપવા માટે બની છે. સંસ્થાનો હેતુ નવી ટેક્નોલોજીથી બદલાતી સ્ટોરીટેલિંગ કળાને આધાર આપવાનો છે.
તેના પ્રારંભિક કાર્યક્રમોમાં સમાવેશ થાય છે:
- એઆઈ ફિલ્મમેકિંગ અને ક્રિએટિવિટી માટે વૈશ્વિક ઇકોસિસ્ટમ સર્જવીઃ (Global AIFC™): વિશ્વભરના સ્ટુડિયો, શિક્ષકો અને ટેકનોલોજિસ્ટ્સને એકતાંતણે સાંધવા માટેનું કેન્દ્ર, જ્યાં સંયુક્ત પ્રોજેક્ટ્સ અને જ્ઞાનની આપલે થશે.
- એથિકલ સ્ટેન્ડર્ડ્સ કાઉન્સિલ (ESC™): ફિલ્મમેકિંગમાં AIના જવાબદાર ઉપયોગ માટે માર્ગદર્શિકા નક્કી કરનારી સંસ્થા.
- એઆઈ મીટ્સ સિનેમા ઇન્ટરવ્યુ શ્રેણી: આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને પાયોનિયર્સ ચર્ચા કરશે કે કેવી રીતે AI ટૂલ્સ—જનરેટિવ ઇમેજ એન્જિનથી લઈને VR પ્રોડક્શન પ્લેટફોર્મ્સ સુધી—ફિલ્મની કલ્પના અને બનાવવાની રીત બદલી રહ્યા છે.
ભારત માટે તક
ગિલ્ડનાં અધ્યક્ષ એશા બારગેટ કહે છે કે ભારતના વિકાસશીલ ફિલ્મ અને ટેક સેક્ટર્સ તેને સ્વાભાવિક ભાગીદાર બનાવે છે. તેઓ કહે છે: “AI/VR ફિલ્મમેકિંગ ઝડપથી બદલાતું ક્ષેત્ર છે. આપણે ક્રિએટિવ એથિક્સ, નવી ટેકનોલોજી અને ઉદ્યોગ ધોરણોને સમજવાની જરૂર છે—અને ગિલ્ડ એ માટે જ મદદરૂપ થવાનું છે.”
સભ્યપદ મેળવવાથી ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને વૈશ્વિક નેટવર્ક, સહકાર પ્રોજેક્ટ્સ અને અદ્યતન AI/VR ફિલ્મમેકિંગ ટેક્નિક્સનો સીધો અનુભવ મળશે. સંસ્થાના આગામી કાર્યક્રમોમાં AI/VR ફિલ્મ ફેસ્ટિવલ અને AI/VR Awards™ 2027નો સમાવેશ થાય છે, જેમાં વિશ્વભરના પ્રોજેક્ટ્સ રજૂ થશે.
ઉદ્યોગના કેટલાક અવાજો જેમ કે ગેબ માઇકલ અને સ્ટુડિયોવિટીના સીઈઓ અક્ષય કુમાર જૈન માને છે કે AI ફિલ્મમેકર્સને “વધારે મોટું સ્વપ્ન જોવા, વધુ સ્માર્ટ રીતે સર્જન કરવા અને ઝડપી ડિલિવર કરવા” સક્ષમ બનાવશે, જ્યારે ઇજનેર વિલફ્રેડ લી જણાવે છે કે ટેકનોલોજી કેવી રીતે કલ્પનાશક્તિ અને સિનેમાને જોડે છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે ગિલ્ડ મેન્ટરશિપ, વર્કશોપ્સ અને આંતરરાષ્ટ્રીય પ્રોડક્શનમાં સીધી ભાગીદારીનું વચન આપે છે—જે તેમને ઝડપી વિકસતા ઇમર્સિવ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માર્ગ દર્શાવશે. ભારતીય સ્ટુડિયો અને AI સ્ટાર્ટઅપ્સ સાથે ભાગીદારી કરી સંયુક્ત પ્રોજેક્ટ્સ અને નવીનતા માટે પાઇપલાઇન ઊભી કરવાની યોજના પણ સંસ્થા ધરાવે છે.
ગિલ્ડ હાલમાં વૈશ્વિક સભ્યપદ માટે નોંધણી સ્વીકારી રહી છે. એમાં જોડાવા અને આવનારા કાર્યક્રમોની વધુ માહિતી માટે https://www.aivrmotionpicture.org વેબસાઇટ પર જશો.


