Author: Pooja Kamble Thukarul

જોનારને કદાય ખ્યાલ પણ આવે નહીં કે હજી ગઈકાલે જ બંધાયો હોય તેવો લાગતો આ ચબૂતરો પાંચ-દસ નહીં પૂરાં સો વરસથી વધારે જૂનો છે પથ્થરનો બનેલો, બહુ જ સારી ઊંચાઈ સુધી પહોંચતો આ ચબૂતરો તેની એકદમ સરાહનીય અવસ્થા સાથે જાણે આકાશ તરફ જોઈને પક્ષીઓને સદાય આમંત્રણ આપતો હોય તેવી આભા પ્રસરાવે છે. જોનારને કદાચ ખ્યાલ પણ આવે નહીં કે હજી ગઈકાલે જ બંધાયો હોય તેવો લાગતો આ ચબૂતરો પાંચ-દસ નહીં પૂરાં સો વરસથી વધારે જૂનો છે. કાલુપુર વિસ્તારનો આ ચબૂતરો કોણે બંધાવ્યો હશે! ખબર નથી, કેમ કે એ વિશેનો રેકોર્ડ અપ્રાપ્ય છે. એક જમાનામાં પોળમાં માત્ર જૈનોની વસતિ હતી તેથી…

Read More

પ્રથમદર્શી રીતે સરસ જણાતી આ વાતો પાછળ એક સત્ય પણ છેઃ ચબૂતરાથી વહાલ હોવા છતાં વ્યસ્ત રહેવાસીઓ પાસે તેની વ્યવસ્થા માટેનું વ્યવસ્થિત આયોજન નથી વાહનોની લગાતાર અવરજવર પાસે જ આવેલો આ વિસ્તાર છે જીવણ કમળશીની પોળ. પોળની બરાબર સામે એક ગાર્ડન છે અને ગાર્ડનની લગોલગ આવેલો છે લોખંડનો એક ચબૂતરો. વીસ વરસ જૂના આ ચબૂતરાની આસપાસ રહેણાંક અને વ્યવસાયિક ઇમારતો છે. આ ચબૂતરાની વર્તમાન સ્થિતિ સમજવા જેવી છે. રહેવાસીઓ અને વેપારીઓ બેઉને અહીં ચબૂતરાની હાજરીની ભારોભાર ખુશી અને તેનું ગૌરવ છે. લોકો પોતપોતાની સગવડે ચબૂતરામાં જાતજાતનાં ધાન સહિત ગાંઠિયા, ચણા વગેરે પણ નાખતા રહે છે. આ ભોજનને માણવા પક્ષીઓ સહિત…

Read More

ઘણા ચબૂતરા કાર્યરત હોવા છતાં સદંતર અસ્વચ્છ હોય છે. આ ચબૂતરો તેમાં અપવાદ છે. તેનો શ્રેય પણ એ સદ્‌ગૃહસ્થને જાય છે જેઓ દાણા-પાણીની કાળજી રાખે છે ઢાળની પોળમાં આવેલા બીજા બે ચબૂતરાની વિગતો આ પુસ્તકમાં છે જ. એ ઉપરાંતનો ત્રીજો ચબૂતરો જગાભાઈની પોળમાં છે. એમાંથી રસિક ચોક અને આ પોળનો ચબૂતરો એટલું સામ્ય ધરાવે છે કે બેઉ સરખા લાગે. એનો એક અર્થ એવો પણ થાય કે તેનું નિર્માણ એક જ કારીગરના હસ્તે અને આસપાસના સમયગાળામાં થયું હશે. જગાભાઈની પોળ રસિક ચોકથી થોડા આગળ વધો કે આવે છે. અહીંના ચબૂતરાને પણ સોએક વરસ થયાં હોવાનો અંદાજ છે. આ ચબૂતરાના પુનરોદ્ધારનું કાર્ય…

Read More

સોએક વરસથી આસપાસની ઘટનાઓને નિહાળી રહેલા આ ચબૂતરાનો પર્યાપ્ત ઉપયોગ થાય તો પંખીઓને ખૂબ રાહત મળે તેમ છે. પહેલાં અહીં નિયમિત ચણ નાખવામાં આવતું હતું દરિયાપુર વિસ્તારની જાદા ભગતની પોળમાં આવેલો આ ચબૂતરો આજે ખંડિત હાલતમાં છે. ચબૂતરો સિમેન્ટ-ક્રોંક્રીટના ભાંગ્યાતૂટ્યા ઓટલા ઉપર ઊભો છે. ઓટલા ઉપર લોખંડની કોતરણીવાળી જાળી છે. વચ્ચે લોખંડના સળિયા ઉપર પતરાનું છાપરું દેખાય છે. અહીં સિત્તેરેક ટકા ઘર મારવાડીઓનાં છે અને બાકીનાં વિવિધ કોમનાં. પીપળાની લગોલગ આવેલો આ ચબૂતરો તેના ગોળાકારને લીધે ધ્યાનાકર્ષક લાગે છે. આ પોળમાં ગણેશજીનું મંદિર છે જેમાં નિયમિત પૂજા-પાઠ ઉપરાંત અન્‍નકૂટ સમયે વિશેષ આરતી પણ થાય છે. આટલી સારી બાબતોની વાત કરીએ પછી…

Read More

છતાં, સેવા થઈ રહી છે એ સરાહનીય બાબત છે. આ ચબૂતરાને સમાજના યોગદાનથી છે તેનાથી ક્યાંય વધારે સારો બનાવી શકાય તેમ છે આ ચબૂતરાની વિશેષતા શી છે? એક જ: એનું મૂળ સ્વરૂપ કાળક્રમે સાવ ખતમ થઈ ગયું એ પછી તેનાથી છુટકારો મળ્યો એમ વિચારવાને બદલે તેને પુનર્જ઼ીવીત કરવામાં આવ્યો. ધાતુનું તો ધાતુનું પણ નવું માળખું બનાવવામાં આવ્યું. બનાવીને ચબૂતરાને જેમનો તેમ પડ્યો રહેવા દેવાને બદલે આજે તેમાં કાયમ ચણની વ્યવસ્યા કરવામાં આવે છે! ગાંધી રોડ પરની જ આ એક પોળ નામે હીરાભાઈની પોળનો કિસ્સો મજાનો છે. મૂળે અહીં લાકડાનો ચબૂતરો હતો અને વરસો સુધી કાર્યરત હતો. ચારેક દાયકા પહેલાં, જ્યારે…

Read More

આ ચબૂતરાને ના તો બિલાડીનો કે શ્વાનનો ત્રાસ નડે છે. તેનો ઓટલો પણ ચારેક ફૂટથી વધારે ઊંચો છે, જેના પર કમાનાકારે ઊભી સીડી પણ છે લાલ-પીળા જેવા તરત જ આંખો આંજી નાખતા રંગોથી ઓપતો એક ચબૂતરો ઘી-કાંટા રોડ પર આવેલી હરગોવન કેવળની પોળમાં છે. ઘી-કાંટા રોડ પર સ્થિત પોસ્ટ સોફિસની એ સાવ બાજુમાં છે. આ ચબૂતરાનું નિર્માણ આશરે સોએક વરસ પહેલાં થયું હોવાનો અંદાજ છે. નિર્માણ હરગોવન કેવળની પોળના પંચે કર્યું હતું. વ્યવસ્થિત ઊંચાઈ પર આવેલા આ ચબૂતરાને ના તો બિલાડીનો કે શ્વાનનો ત્રાસ નડે છે. તેનો ઓટલો પણ ચારેક ફૂટથી વધારે ઊંચો છે, જેના પર કમાનાકારે ઊભી સીડી પણ…

Read More

અમદાવાદના પ્રાચીન ચબૂતરામાંનો એક ચબૂતરો ગોલવાડ-દાણાપીઠમાં આવેલો છે. આશરે સંવત ૧૯૬૬માં બંધાયેલા આ ચબૂતરાની નીચે સિમેન્ટ-પથ્થરનો નાનો ઓરડો છે. ઓરડાની ઉપર પથ્થરની કોતરકામવાળી દીવાલો ઉપર ઢીંગલીઓ કંડારાયેલી દેખાય છે. તેના ટેકા પર એવા જ સુંદર કોતરકામવાળું પ્લેટફોર્મ છે. સૌથી ઉપર શંકુ આકારનો મોટો પથ્થર જડેલો છે. આ પોળમાં લગભગ ચાળીસ ઘરો છે. રાણા અને મારવાડી લોકો સહિત ગોલવાડ પોળમાં પંચરંગી જાતિના લોકો રહે છે. પોળની અંદર ઘણાં વર્ષો જૂનાં મંદિરો આવેલાં છે. તેમાં દશામાનુ મંદિર, મહાદેવ મંદિર, હનુમાનજીનું મંદિર, બાપા સીતારામનું મંદિર વગેરે છે. આ પૈકી ચોસઠ જોગણીનું મંદિર સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે. દરેક મંદિરોમાં સવાર-સાંજ આરતી અને…

Read More

ચબૂતરાની જાળવણી માટે સેવા આપતા સદ્‌ગૃહસ્થ પાસેના જ એક મકાનમાં રહે છે. પક્ષીઓ માટે દરરોજ ચણ અને પાણીની વ્યવસ્થા પર તેમનું વિશેષ લક્ષ્ય રહે છે માણેક ચોકની નજીક આવેલી ઘાંચીની પોળમાં આવેલો પથ્થરનો ચબૂતરો ખૂબ જ વ્યવસ્થિત છે અને આંખોને ઠારનારો પણ. પોળમાં આવેલી જૈન પાઠશાળાના બાહરના ભાગની ભીંતને અડોઅડ ઊભેલા આ ચબૂતરાની ઝરુખા જેવી રચના જોઈને વટેમાર્ગુ ઘડીકવાર તેને જોવા રોકાઈ જાય તેટલો એ આકર્ષક છે. આ પોળ આશરે પાંચસો વરસ જૂની છે. અત્યારે પોળમાં ૧૧૦ જેટલાં ઘર છે. અહીંના ચબૂતરાનું નિર્માણ એક સદી પહેલાં કરવામાં આવ્યું હતું. પોળમાં એક જૈન ઉપાશ્રય સહિત ૪૦૦ વરસ જૂનું સંભવનાથ સ્વામીનું દેરાસર…

Read More

અહીં પંખીઓ માટે ચણ નાખવામાં આવતું નથી, કદાચ એટલે કે ચબૂતરાના ઉપલા ભાગમાં જવાને સીડી કે પગથિયાં જેવાં કોઈ સાધન જ નથી શ્વેત સ્તંભ પર ઊભા આ મનોહર ચબૂતરાનાં તૂટેલાં શિલ્પો જોઈને મનમાં થાય: બધી રીતે બરાબર ચબૂતરાને થોડા ઘણા રિનોવેશનથી શાને શ્રેષ્ઠ બનાવાતો નથી? જમાલપુરમાં આવેલા આસ્ટોડિયા વિસ્તારમાં માંડવીની પોળ પાસે છે ગતરાડની પોળ. તેમાં આવેલા આ ચબૂતરાનું નિર્માણ શહીદ વીર વસંતલાલ મોહનલાલ રાવળની સ્મૃતિમાં નવમી માર્ચ ૧૯૪૩ના દિવસે કરવામાં આવ્યું હતું. ગતરાડ માતાજીના નામ પરથી આ પોળને એનું નામ મળ્યું છે. એક લોકવાયકા પ્રમાણે અહીંના કૂવામાંથી દૂધ નીકળતું હતું. આશરે બસો-અઢીસો વરસ જૂની આ પોળના કૂવા પર હવે…

Read More

West Bengal’s Kolkata has overtaken Bengaluru to become India’s most congested city in 2024. This was revealed in a report on the latest traffic index, released by TomTom, a Dutch location technology specialist. The report indicates that drivers in Kolkata required an average of 34 minutes and 33 seconds to travel a distance of 10 kilometres, marking a 10-second increase from 2023. In comparison, Bengaluru recorded an average travel time of 34 minutes and 10 seconds for the same distance. The average speed in Kolkata was noted at 17.4 km/h, slightly lower than Bengaluru’s 17.6 km/h. Following these cities, Pune,…

Read More