By: Hiren Gandhi
વિશ્વ હવે સ્પષ્ટ રીતે ટેરિફ યુદ્ધના યુગમાં પ્રવેશી ગયું છે, અને આ તણાવનો સીધો અસર Export-oriented દેશો પર પડી રહી છે. ખાસ કરીને યુએસ, યુરોપ અને ચીન સાથે ચાલી રહેલા વેપાર તણાવના કારણે ભારતના નિકાસકારો પર દબાણ વધી ગયું છે. યુએસ, ભારતનો સૌથી મોટો નિકાસ બજાર હોવા છતાં, ઘણા ઉત્પાદનો પર 50% સુધીના ઊંચા ટેરિફ લાગ્યા છે, જેના કારણે નિકાસકારોની કિંમત સ્પર્ધાત્મકતા ઘટી છે અને વૈશ્વિક ખરીદદારો sourcing ઘટાડવાની વિચારણા કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં, નિકાસમાં વૈવિધ્ય લાવવું હવે વિકલ્પ નથી, પરંતુ ફરજ બની ગઈ છે.
છેલ્લા પાંચ વર્ષમાં ભારતે 7 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સહી કરી છે, જે યુરોપ, ASEAN દેશો, મધ્ય પૂર્વ, આફ્રિકા અને લેટિન અમેરિકાના બજારો માટે નવા દરવાજા ખોલે છે. વિશ્લેષકોના અનુસાર, ફક્ત FTA પર સહી કરવાથી નિકાસ આપમેળે વધતું નથી. Export વધારવા માટે પોલિસી સપોર્ટ, ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ અને લોજિસ્ટિક્સ એકસાથે કામ કરવું જરૂરી છે.
બજેટ 2026 માટે Exportersની મુખ્ય અપેક્ષાઓમાં સૌથી પહેલા નિકાસ ફાઇનાન્સને સસ્તું અને સરળ બનાવવું છે. MSME નિકાસકારો માટે pre-shipment અને post-shipment loans પર વ્યાજ દર ઘટાડવાની, ખાસ credit lines બનાવવાની અને બેંક ડોક્યુમેન્ટેશનને સંપૂર્ણ ડિજિટલ બનાવવાની અપેક્ષા છે. આ પગલાં Exporters પર નાણાકીય ભાર ઘટાડશે અને નિકાસ પ્રક્રિયાને સરળ બનાવશે.
બીજું મહત્વપૂર્ણ મુદ્દો માર્કેટ ડાયવર્સિફિકેશન માટે લક્ષિત પ્રોત્સાહનો છે. યુએસ પર વધારે નિર્ભરતા જોખમી સાબિત થઈ રહી છે, તેથી યુરોપ, આફ્રિકા, CIS અને લેટિન અમેરિકા માટે અલગ Export Incentives અને નવા બજારમાં પ્રવેશ માટે સરકારની સહાય અપેક્ષિત છે. ત્રીજું, FTAનો સાચો લાભ જમીન પર ઉતરવો પણ મહત્વપૂર્ણ છે. હાલમાં અનેક exporters FTAનો પૂરતો લાભ લઈ શકતા નથી કારણ કે customs પ્રક્રિયા જટિલ છે અને Rules of Origin અસપષ્ટ છે. બજેટમાં અપેક્ષા છે કે customs સરળ થશે, Rules of Origin સ્પષ્ટ અને વ્યવહારુ થશે, અને exporters માટે Single Digital FTA Portal શરૂ થશે.
RoDTEP અને Export Incentivesમાં Policy Stability પણ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને કૃષિ, મસાલા, ફૂડ પ્રોડક્ટ્સ અને ટેક્સટાઇલ્સ માટે, જેથી exporters માટે cost certainty અને planning સરળ બને. વધુમાં, લોજિસ્ટિક્સ અને પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાની અપેક્ષા છે, જેમાં Ports, ICDs, Warehousing આધુનિક બનાવવું અને Coastal Shipping તથા Dedicated Export Corridors શામેલ છે.
ટેરિફ યુદ્ધના સમયમાં ECGC Risk Protection Exporters માટે અત્યંત મહત્વપૂર્ણ છે. MSME exporters માટે premiums ઘટાડવું, country-wise અને buyer-wise risk assessment, અને સારા exporters માટે વધારે coverage અને ઓછું premium અપાવવું અપેક્ષિત છે. Currency Risk અને Insurance Support સરળ અને સસ્તું બનાવવું, Forex hedging સરળ કરવી અને Export Credit Insuranceમાં ઝડપી Claim Settlement સુનિશ્ચિત કરવું પણ મહત્વપૂર્ણ છે.
છેલ્લું, Value-added અને Branded Export પર ભાર વધારવો જરૂરી છે. કાચા માલની નિકાસ ઘટાડીને Processed Food, Packaged Spices અને Branded Products પર ધ્યાન આપવું, જેથી Export value વધે, માત્ર volume નહીં. વિશ્લેષકોનો મત છે કે જો સરકાર Export Finance, Market Diversification, ECGC Risk Protection, FTA Implementation અને Logistics Infrastructure પર અસરકારક પગલાં ભરે, તો ભારત “Tariff War Survivor નહીં, પરંતુ Global Trade Leader” બની શકે છે.

Secretary — InGlobal Business Foundation (IBF)
Director — ReNis Agro International LLP, Ahmedabad, India
Subscribe Deshwale on YouTube


