Read inEnglishहिन्दीગુજરાતી
Arts and Screen

અમદાવાદના ચબૂતરા – ઊંચી ગલી, વાઘજી પાડા

In brief · AI summary ઊંચી ગલીના રહેવાસીઓ હળીમળીને સ્વેચ્છાએ આ ચબૂતરાની દેખભાળ રાખે છે. સ્થાનિક લોકોએ ફંડ એકઠું કરીને ૧૯૯૯માં આ ચબૂતરાનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. આશરે ૧૫૦થી ૧૭૫ વર્ષ જૂનો આ લાકડાનો ચબૂતરો સુંદર કોતરકામ ધરાવે છે અને બાંધકામની દૃષ્ટિએ મજબૂત અવસ્થામાં છે.

By Kalpana Shah  ·   ·  1 min read
અમદાવાદના ચબૂતરા - ઊંચી ગલી, વાઘજી પાડા

ઊંચી ગલીના બધા રહેવાસીઓ હળીમળીને સ્વેચ્છાએ ચબૂતરાની દેખભાળ રાખે છે. સ્થાનિક લોકોએ જ ફંડ એકઠું કરીને ૧૯૯૯માં આ ચબૂતરાનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો

અમદાવાદના ચબૂતરા – ઊંચી ગલી, વાઘજી પાડા

શામળાની પોળના વાઘજી પાડામાં આવેલા આ ચબૂતરાને સ્થાનિકો વાઘજી પાડાની પરબડીના નામે ઓળખે છે. વાઘજી પાડો સહેજ ઊંચાઈવાળા વિસ્તારમાં હોવાથી એને ઊંચી ગલી પણ કહેવાય છે. અહીં આવેલો લાકડાનો ચબૂતરો આશરે ૧૫૦થી ૧૭૫ વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. સુંદર કોતરકામ ચબૂતરાને ધ્યાનાકર્ષક બનાવે છે. તેની આસપાસ કોંક્રીટની પાળ છે. થાંભલાના ટેકે ઊભો આ ચબૂતરો બાંધકામની દૃષ્ટિએ જુઓ તો મજબૂત અવસ્થામાં છે.

વરસો પહેલાં અહીં ધાર્મિક કાર્યો કરવા માટેનું ફંડ ઊભું કરવા રચાયેલું વાઘપાડા નામનું પંચ આજે પણ કાર્યરત છે. ચબૂતરા માટે જારની વ્યવસ્થા પણ પંચ કરતું રહે છે. ઊંચી ગલીના બધા રહેવાસીઓ હળીમળીને સ્વેચ્છાએ ચબૂતરાની દેખભાળ રાખે છે. સ્થાનિક લોકોએ જ ફંડ એકઠું કરીને ૧૯૯૯માં આ ચબૂતરાનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. અત્યારે પણ તેમની સેવાભાવી દેખરેખ લીધે આ ચબૂતરો સારી રીતે કાર્યરત છે.

યોગ્ય સહકાર મળે તો અહીંના જીવદયાપ્રેમી રહેવાસીઓના સંગાથે આ ચબૂતરો અત્યારે છે તેનાથી વિશેષ કાર્યક્ષમ થઈ શકે તેમ છે. જાર અને દાણાની સદંતર વ્યવસ્થા થકી આ ચબૂતરો અમદાવાદની પોળોમાં નિષ્ક્રિય પડી રહેલા ચબૂતરાઓ વચ્ચે નોધી ભાત પાડનારો સાબિત થાય તેમ છે.

પુણ્યશાળી બનવાના પાંચ માર્ગ

૧. ગાયને ઘાસ નીરવાથી ઘરની પીડા દૂર થાય છે.

૨. પક્ષીને દાણા નીરવાથી વેપાર, રોજગાર, વ્યવસાય સારા ચાલે છે.

૩. શ્વાનને રોટલી આપવાથી દુશ્મન દૂર ભાગે છે.

૪. માછલીને લોટની ગોળી આપવાથી જતી રહેલી સમૃદ્ધિ પાછી આવે છે.

૫. માતા-પિતાની સેવા કરવાથી સુખી અને નિરોગી રહેવાય છે.

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Liked this? Get one story a day on WhatsApp.
Join

Read next

તો, આખરે ધ ઓડિસીમાં એવું શું ખાસ છે? પત્રકાર ટર્ન્ડ ફિલ્મમેકર નીરુ શર્માની શોર્ટ ફિલ્મ બાન્દરા બોય આવી છે  અરવિંદ વેકરિયાઃ મુઠ્ઠી ઊંચેરા રંગકર્મી, સર્વપ્રિય સ્વજન