કોમોડિટી વાયદાઓમાં રૂ.345812 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.3215714 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.259947 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39713 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.3561534.41 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.345812.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.3215714.66 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39713 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.55125.59 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.259947.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.160050ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.169880 અને નીચામાં રૂ.158716ના મથાળે અથડાઈ, રૂ.159709ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.36 ઘટી રૂ.159673ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.1337 વધી રૂ.131395ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.106 વધી રૂ.16499ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.107 વધી રૂ.159813 થયો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.160599ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.172000 અને નીચામાં રૂ.157067ના મથાળે અથડાઈ, રૂ.160394ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.747 વધી રૂ.161141 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.277500ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.297799 અને નીચામાં રૂ.257800ના સ્તરને સ્પર્શી, રૂ.267953ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.5762 ઘટી રૂ.262191ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.2748 ઘટી રૂ.268819ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.2589 ઘટી સપ્તાહના અંતે રૂ.269001 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.21971.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.12.45 ઘટી રૂ.1194.85ના સ્તરે બંધ થયો હતો. જસત માર્ચ વાયદો સપ્તાહના અંતે રૂ.5.65 ઘટી રૂ.321.3ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.18.5 વધી રૂ.330.6ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. સીસું માર્ચ વાયદો 95 પૈસા ઘટી સપ્તાહના અંતે રૂ.188.5ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.63837.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4007ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4073 અને નીચામાં રૂ.3860ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.8 ઘટી રૂ.3996ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5950ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7353 અને નીચામાં રૂ.5942ના સ્તરને સ્પર્શી, રૂ.6053ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1263 વધી રૂ.7316ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો સપ્તાહના અંતે રૂ.1261 વધી રૂ.7314 થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ.16.5 વધી રૂ.273.6 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.16.3 વધી સપ્તાહના અંતે રૂ.273.5ના સ્તરે બંધ થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.956ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.7.7 ઘટી રૂ.948.5 થયો હતો. એલચી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2520ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.48 ઘટી રૂ.2476 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.166312.51 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.93634.63 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.16105.85 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.3279.91 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.77.33 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2508.14 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.99.83 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.40586.97 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.23150.35 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.2.14 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 7894 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 42794 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 15100 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 214155 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 31905 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 6349 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 14992 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 53357 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 853 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 15789 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 26791 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 39935 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 41695 પોઇન્ટના સ્તર અને નીચામાં 39450 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 224 પોઇન્ટ વધી 39713 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
Disclaimer: Deshwale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


