બાંદરા જેવા હાઇપ્રોફાઇલ એરિયામાં જયાં મોટા ભાગે કલાકારો રહે છે. પહેલા બાબા સિદ્દિકીની હત્યા અને હવે સૈફ અલી ખાન પર થયેલો જીવલેણ હુમલો મુંબઈની સુરક્ષા અંગે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરી રહ્યું છે. જયારે આટઆટલી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ કલાકારો સુરક્ષિત નથી તો સામાન્ય પ્રજા માટે તો આ ભયજનક પરિસ્થિતિ કહેવાય
સીસીટીવી, કડક સિક્યોરિટી છતાં ચોર બિલ્ડિંગમાં આટલી સરળતાથી કેવી રીતે પ્રવેશ્યો એ અંગે શંકા સેવાઈ રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ હમલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં, અભિનેતા સૈફ અલી ખાન બાંદ્રાની એક હાઇપ્રોફાઇલ સોસાયટીના 12મા માળે રહે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, આ સોસાયટીમાં ઓટોમેટિક ગેટ અને 24 કલાકની સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં, ચોર 12મા માળે કેવી રીતે પહોંચ્યો, એ પ્રશ્ન ઊઠી રહ્યો છે.
54 વર્ષીય બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર મોડી રાત્રે તેમના મુંબઈના નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ચોર એમની ઇમારતમાં રાત્રે અઢી વાગ્યાની આસપાસ પ્રવેશ્યો, અને સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઇરાદે ઘૂસપેઠ કરી. હુમલાના અહેવાલોની માહિતી અનુસાર ઘૂસણખોરોએ સૈફ પર હુમલો કરતા પહેલા ઘરની અંદર સ્ટાફ મેમ્બર સાથે ઝઘડો કર્યો હતો. એ વખતે ઝપાઝપી થતા સૈફ અલી ખાન પર ચોરે છ છરીના ઘા કર્યા હતા, જેમાંથી બે તેમની કરોડરજ્જુની નજીક ઘા લાગ્યા. સૈફની સાથે એમના ઘરમાં કામ કરતી કર્મચારીને પણ ઇજા પહોંચી હતી. આરોપી હુમલો કર્યા બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. હુમલા પછી, ખાનને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. સૈફ પર જયારે હુમલો થયો ત્યારે કરીના અને બાળકો બહેન કરિશ્મા કપૂરને ત્યાં હતા.હોસ્પિટલે પુષ્ટિ કરી છે કે તે ખતરાની બહાર છે અને હાલ એમની સ્થિતિ સ્થિર છે. પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં પ્રારંભિક તારણો સૂચવે છે કે ઘરની અંદર કોઈની સંભવિત સંડોવણી હોવાની પણ પોલીસને આશંકા છે. તપાસના ભાગરૂપે એક ઘરેલુ સહાયક અને એક સુરક્ષા ગાર્ડ સહિત ત્રણ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સૈફની પત્ની કરીના કપૂર ખાને મીડિયાને નિવેદન બહાર પાડીને હુમલાની પુષ્ટિ કરી હતી. તેમણે ચાહકોને ખાતરી આપી હતી કે પરિવારના બાકીના સભ્યો સુરક્ષિત છે. આ પડકારજનક સમય દરમિયાન ગોપનીયતાની વિનંતી કરી હતી. તેણે ચાહકોનો તેમના સમર્થન અને ધીરજ માટે આભાર પણ માન્યો હતો. સૈફ અલી ખાનના પરિવાર અને કરીના કપૂર ખાનની પીઆર ટીમે મીડિયા અને ચાહકોને પાસેથી ધીરજ અને સંયમ રાખવાની જાહેર અપીલ કરી હતી, અને પોલીસ તપાસ ચાલુ રહે ત્યાં સુધી અટકળો ટાળવા વિનંતી કરી હતી.
હોસ્પિટલનું સત્તાવાર નિવેદન લીલાવતી હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. નીરજ ઉત્તમાનીએ સ્પષ્ટતા કરી હતી કે સૈફની હાલત સ્થિર છે અને સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી, ખાસ કરીને ગરદન અને કરોડરજ્જુની નજીક, થયેલી ઇજાઓનું વધુ મૂલ્યાંકન કરવામાં આવશે. ન્યુરોસર્જન અને પ્લાસ્ટિક સર્જન સહિત નિષ્ણાતોની એક ટીમ તેમની સારવારમાં સામેલ હતી.
અભિનેતા સૈફ અલી ખાન પર તેમના બાંદરાના ઘરમાં હુમલાના બાર કલાક પછી, મુંબઈ પોલીસે એક શંકાસ્પદની ઓળખ કરી છે, જેણે ઘરે ઘૂસી હુમલો કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો અનુસાર, શંકાસ્પદ વ્યક્તિ નજીકના મકાનમાંથી દીવાલ પાર કરીને અભિનેતાના ઘરની પરિસરમાં પ્રવેશી ગયો હતો. પોલીસને આ પણ શંકા છે કે, સૈફ અલી ખાનના ઘરના એક સહાયકે હુમલાખોરને ઓળખતા અને તેને ઘરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Read More News on Desh wale – http://surl.li/hqomnc