રાજસ્થાનમાં જૈન સંતોની અકસ્માતની ઘટનાઓના વિરોધમાં આજે મુંબઈમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો. મુંબઈમાં આજે આક્રોશ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા. દક્ષિણ મુંબઈની વી. પી. રોડ પરથી રેલી શરૂ થઈ હતી અને કાલબાદેવીના ગોદીજી જૈન મંદિરે પહોંચી ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી.
રેલીમાં લોકોના હાથમાં તખ્તીઓ હતી, જેમાં નારા લખેલા હતા અને લોકો રસ્તાઓ પર પણ નારા લગાવતા જોવા મળ્યા. રેલીમાં ઘણા મોટા જૈન આચાર્યો, ભગવંતો અને મોટી સંખ્યામાં સાધુ-સાધ્વીઓ ઉપસ્થિત રહ્યા.
ગોદીજીમાં યોજાયેલી ધર્મસભામાં વક્તાઓએ આક્રોશિત અવાજે જણાવ્યું કે, જૈન સમાજે અકસ્માતોની ઘટનાઓમાં અનેક સંતોને ગુમાવ્યા છે, અને જે રીતે આ ઘટનાઓ પાટર્નમાં ઘટી રહી છે, તે એક સાજિશ લાગે છે.
તેમણે સરકારને એક માંગપત્ર પણ આપ્યું, જેને મુંબઈના કલેક્ટરે સભામાં હાજરી આપીને સ્વીકાર્યું. કલેક્ટરે આશ્વાસન આપ્યું કે તેઓ આ બાબત આગળ વધારશે.
મંત્રી મંગલપ્રભાત લોધાએ મહારેલી દરમિયાન રાજ્યપાલ સાથે ફોન પર વાત કરી હતી, જેમાં રાજ્યપાલે જણાવ્યું કે આવનારા સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પૂરા પ્રયાસ કરવામાં આવશે.
સભામાં આચાર્ય અક્ષયચંદ્ર સાગરસૂરીજી, આચાર્ય રાજપરમસૂરીજી, આચાર્ય નયપદ્મસાગરસૂરીજી, મુનિરાજ વિનમ્રસાગરજી, રાજસુંદર વિજયજી, રાજધર્મવિજયજી, ધનંજય વિજયજી સહિત અનેક ગુરુભગવંતોએ પોતાના વિચારો રજૂ કર્યા.
મંગલપ્રભાત લોધા અને શાસનસૈનિક પરિવારના મુકેશ વર્ધને પણ સભામાં પોતાનું ભાષણ આપ્યું.
આ રેલી મુંબઈ જૈન સંગઠન અને શાસન સૈનિક પરિવારના સંયુક્ત તત્વાધાનમાં યોજાઈ હતી.
આ આયોજનમાં મુખ્ય પ્રેરણાસ્ત્રોત હતા આચાર્ય ભગવંત રાજપરમસૂરીજી, મંત્રી મંગલપ્રભાત લોધા, અતુલ શાહ અને મુકેશ વર્ધન.
આજે યોજાયેલી રેલીમાં જૈન સમાજના ગણમાન્ય નાગરિકોએ ભાગ લીધો જેમાં મંત્રી મંગલપ્રભાત લોધા, વિરેન્દ્રભાઈ, અતુલ શાહ, જીતેન્દ્ર શાહ, મુકેશ વર્ધન, નિતિન શાહ, મહેન્દ્ર અંગારા, દિનેશ બોઠરા, ચેતન જાવેરી, મુકેશ જૈન, રિખાબ મહેતા, ધર્મેન્દ્ર જૈન વગેરે ઉપસ્થિત રહ્યા.


