રિયલ એસ્ટેટ કંપની લોઢા ડેવલપર્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાનાં નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે. કંપનીએ અત્યાર સુધીનો સર્વોચ્ચ ત્રિમાસિક કર બાદનો નફો ₹1,373 કરોડ નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકની સરખામણીએ બમણો છે.
આવક 43% વધીને ₹4,997 કરોડ થઈ છે. મજબૂત ઓપરેટિંગ કેશ ફ્લોથી કંપનીનું નેટ ડેટ ત્રિમાસિકમાં ₹446 કરોડ ઘટીને ₹4,931 કરોડ થયું છે. ત્રિમાસિક સમયગાળામાં પ્રિ-સેલ્સ: ₹4,629 કરોડ, કલેક્શન: ₹4,205 કરોડ (વર્ષ-દર-વર્ષ 46% વૃદ્ધિ) રહ્યાં છે.
પરિણામો વિશે મેનેજિંગ ડિરેક્ટર અભિષેક લોઢાએ જણાવ્યું હતું, “FY26 દરમિયાન સર્જાયેલી મજબૂત વૃદ્ધિને આગળ વધારતાં Q1FY27માં અમે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ત્રિમાસિક નફો નોંધાવ્યો છે. અમને આનંદ છે કે આ ત્રિમાસિકમાં કર બાદનો નફો વર્ષ દર વર્ષની સરખામણીએ બમણાથી વધુ વધીને ₹1,373 કરોડ થયો છે. આવક 43% વધીને ₹4,997 કરોડ થઈ છે.
અમારો સતત વિકાસ, વધતી નફાકારકતા, ઇક્વિટી પર ઊંચું વળતર (ROE) અને ઓછું કરજ લોઢાને અન્ય કંપનીઓથી અલગ બનાવે છે.”
ભારતમાં રહેણાક ક્ષેત્રમાં મજબૂત અને લાંબાગાળાની માગ તેમજ લોઢા જેવી ટિયર-વન બ્રાન્ડ્સ તરફ ઝડપથી વધી રહેલા બજારના વલણને ધ્યાનમાં રાખીને કંપનીને વિશ્વાસ છે કે લાંબા ગાળે તે નફામાં દર વર્ષે લગભગ 20% CAGR જેટલી વૃદ્ધિ હાંસલ કરશે, એવું તેઓએ ઉમેર્યું હતું.
“અમારા લક્ષ્યની બજારમાં અમારી હિસ્સેદારી હાલમાં લગભગ 3.5% છે, જેથી મધ્યમ અને લાંબાગાળામાં વિકાસ માટે વિશાળ તકો છે. અમને વધુ એક અગ્રણી વૈશ્વિક ડેટા સેન્ટર ઓપરેટર ડિજિટલ એજ ઇન્ડિયાનું અમારા નવી મુંબઈ (પલાવા)માં ગ્રીન ડેટા સેન્ટર પાર્કમાં સ્વાગત કરતાં આનંદ થાય છે.” ડિજિટલ એજ ઇન્ડિયા એ ડિજિટલ એજ (સિંગાપોર) અને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંયુક્ત સાહસ છે.
ત્રિમાસિક ગાળામાં કંપનીએ પ્રતિ એકર ₹42 કરોડથી વધુના ભાવે જમીન વેચી છે. લોઢાએ આ ઉપરાંત જણાવ્યું હતું કે કંપનીનો એન્યુઇટી બિઝનેસ ઝડપભેર વિકસી રહ્યો છે. આગામી છ વર્ષમાં એન્યુઇટી આવકને 10 ગણી વધારીને દર વર્ષે ₹3,000 કરોડથી વધુ સુધી પહોંચાડવાની કંપનીની અપેક્ષા છે. આ વૃદ્ધિ મુખ્યત્વે એક ગીગાવોટ ક્ષમતાવાળાં ડેટા સેન્ટર્સ, વેરહાઉસિંગ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ તેમજ હાઈ સ્ટ્રીટ રિટેલથી થશે.”
કંપનીનો કુલ નેટ ડેટ ટુ ઇક્વિટી રેશિયો હાલમાં 0.2x છે, જે કંપની દ્વારા નક્કી કરેલી 0.5xની મર્યાદાથી ઘણો ઓછો છે. Q1FY27 દરમિયાન લોઢાનો એક્ઝિટ કોસ્ટ ઓફ ડેટ 7.8% પર સ્થિર છે, જે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સૌથી ઓછા દરોમાંનો એક છે. છેલ્લાં પાંચ વર્ષમાં નોંધપાત્ર વિકાસ અને લગભગ ₹2,00,000 કરોડના ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ધરાવતા વેચાણલાયક પ્રોજેક્ટ્સની મજબૂત પાઇપલાઇન (આગામી પાંચ વર્ષ પછી ઉપયોગમાં લેવાનાર લેન્ડ બેન્ક સિવાય)ને ધ્યાનમાં રાખીને કંપનીને વિશ્વાસ છે કે આગામી થોડાં વર્ષોમાં તેનો વ્યવસાય સંપૂર્ણપણે નેટ-ડેટ મુક્ત બની જશે.
Subscribe Deshwale on YouTube


