ક્રૂડ તેલના વાયદામાં રૂ. 71ની નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 14877.97 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 56130.42 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.  12321.50 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21659 પોઇન્ટના સ્તરે

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 71009.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 14877.97 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 56130.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21659 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1147.22 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12321.50 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.93249ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94708 અને નીચામાં રૂ. 92925ના સ્તરને સ્પર્શી, રૂ. 92637ના આગલા બંધ સામે રૂ. 1978 વધી રૂ.94615 થયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ. 1260 વધી રૂ.76095ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ. 160 વધી રૂ. 9546 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1888 વધી રૂ. 94580ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 93445ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 94777 અને નીચામાં રૂ.93166ના મથાળે અથડાઈ, રૂ. 92922ના આગલા બંધ સામે રૂ. 1766 વધી રૂ. 94688 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.94246ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 94901 અને નીચામાં રૂ.93935ના સ્તરને સ્પર્શી, રૂ. 94064ના આગલા બંધ સામે રૂ.750 વધી રૂ. 94814 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ. 744 વધી રૂ. 94894ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ. 735 વધી રૂ. 94910ના ભાવે બોલાયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 607.00 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ. 4.3 વધી રૂ. 845.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત મે વાયદો 30 પૈસા વધી રૂ.246ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો 20 પૈસા વધી રૂ. 232.85 થયો હતો. સીસું મે વાયદો 5 પૈસા ઘટી રૂ. 176.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1764.59 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.4873ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4873 અને નીચામાં રૂ.4724ના મથાળે અથડાઈ, રૂ.4940ના આગલા બંધ સામે રૂ.71 ઘટી રૂ.4869ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.71 ઘટી રૂ.4872ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.7.5 વધી રૂ.314.1ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.7.7 વધી રૂ.314.2ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.916.7ના ભાવે ખૂલી, 30 પૈસા વધી રૂ.910.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 10153.99 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2167.51 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 371.14 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 70.29 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 16.15 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 149.42 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 818.77 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 945.81 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.11 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18888 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 34937 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11579 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 150840 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 8628 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19585 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35474 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 137841 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 26255 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18561 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21420 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21659 પોઇન્ટના સ્તર અને નીચામાં 21411 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 299 પોઇન્ટ વધી 21659 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.4900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.79.4 ઘટી રૂ.147.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.1 વધી રૂ.23.25ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.238.5 વધી રૂ.475ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.316.5 વધી રૂ.3154.5 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 43 પૈસા વધી રૂ.15.3ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 15 પૈસા ઘટી રૂ.3.48 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.4800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.10.7 ઘટી રૂ.139.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.45 ઘટી રૂ.18.15ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 546.5 ઘટી રૂ. 883.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.159 ઘટી રૂ. 1334 થયો હતો. તાંબું મે રૂ. 840ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 4.37 ઘટી રૂ. 14.67ના ભાવે બોલાયો હતો.

Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

Share.
Leave A Reply

Exit mobile version