ક્રૂડ તેલના વાયદામાં રૂ.52ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.88522.86 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.149323.3 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 77878.03 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 46600 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.237851.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.88522.86 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.149323.3 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 46600 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3908.54 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 77878.03 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.159900ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.164900 અને નીચામાં રૂ.159900ના મથાળે અથડાઈ, રૂ.157699ના આગલા બંધ સામે રૂ.6000 વધી રૂ.163699ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.2036 વધી રૂ.137689 થયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.287 વધી રૂ.17248 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.5349 વધી રૂ.164093ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.167099ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.170500 અને નીચામાં રૂ.167099ના મથાળે અથડાઈ, રૂ.166335ના આગલા બંધ સામે રૂ.3512 વધી રૂ.169847 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.364821ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.383100 અને નીચામાં રૂ.364821ના મથાળે અથડાઈ, રૂ.356279ના આગલા બંધ સામે રૂ.20456 વધી રૂ.376735ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.20594 વધી રૂ.382777ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.20600 વધી રૂ.382772ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 6194.00 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.14.65 વધી રૂ.1322.15 થયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.9.9 વધી રૂ.334.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.5.1 વધી રૂ.323.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 30 પૈસા વધી રૂ.191.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 3907.74 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3909ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4080 અને નીચામાં રૂ.3860ના મથાળે અથડાઈ, રૂ.22 વધી રૂ.3970 થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5755ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5797 અને નીચામાં રૂ.5713ના સ્તરને સ્પર્શી, રૂ.5705ના આગલા બંધ સામે રૂ.52 વધી રૂ.5757 થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.57 વધી રૂ.5761ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.16 ઘટી રૂ.336.9ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.15.8 ઘટી રૂ.337 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.1022ના ભાવે ખૂલી, રૂ.1.4 વધી રૂ.1009.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2630ના ભાવે ખૂલી, રૂ.9 વધી રૂ.2645ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 48407.75 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 29470.28 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 4867.56 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 625.93 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 30.34 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 670.17 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 14.77 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 788.21 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 3104.75 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.70 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19666 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 103755 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 38760 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 404235 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 71047 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 14317 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35743 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 98610 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1160 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 21148 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 22460 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 45500 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 46800 પોઇન્ટના સ્તર અને નીચામાં 45500 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 1642 પોઇન્ટ વધી 46600 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.37.4 વધી રૂ.268.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.85 ઘટી રૂ.33.55 થયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.2529.5 વધી રૂ.8733.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.330000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.11964 વધી રૂ.62900ના ભાવે બોલાયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.38 વધી રૂ.35.11ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.6.82 વધી રૂ.19.45ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.23.5 ઘટી રૂ.246.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.3 વધી રૂ.17.15ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.482.5 ઘટી રૂ.1222ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4972.5 ઘટી રૂ.8500ના ભાવે બોલાયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4.6 ઘટી રૂ.16.08ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 10 પૈસા વધી રૂ.5.05 થયો હતો.
Disclaimer: Deshwale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


