સોના-ચાંદીના વાયદાઓ ઓલ ટાઇમ હાઇ સ્તરે પહોંચ્યાઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.85ની નરમાઇઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.459713.24 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2953864.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 377216.12 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 33065 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 12થી 18 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.3413665.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.459713.24 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.2953864.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.85. કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.3.22 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 33065 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં સપ્તાહ દરમિયાન કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.42095.17 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 377216.12 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.132442ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.135590ના ઓલ ટાઇમ હાઇ સ્તર અને નીચામાં રૂ.132275ના સ્તરને સ્પર્શી, રૂ.132469ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2052 વધી રૂ.134521ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.1899 વધી રૂ.107605 થયો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.203 વધી સપ્તાહના અંતે રૂ.13442 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1779 વધી રૂ.132684ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.131334ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.133870ના ઓલ ટાઇમ હાઇ સ્તર અને નીચામાં રૂ.130681ના સ્તરને સ્પર્શી, રૂ.131137ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1818 વધી રૂ.132955ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.196958ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.207833ના ઓલ ટાઇમ હાઇ સ્તરને સ્પર્શી અને નીચામાં રૂ.190077ના મથાળે અથડાઈ, રૂ.198942ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.4623 વધી રૂ.203565ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.5054 વધી રૂ.204264 થયો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.5046 વધી રૂ.204269ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 35491.31 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું ડિસેમ્બર વાયદો 15 પૈસા ઘટી રૂ.1111.7ના સ્તરે પહોંચ્યો હતો. જસત ડિસેમ્બર વાયદો રૂ.17.65 ઘટી રૂ.302.45ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.1.5 વધી રૂ.282.2ના ભાવે બોલાયો હતો. સીસું ડિસેમ્બર વાયદો 50 પૈસા ઘટી સપ્તાહના અંતે રૂ.181.4ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 46955.54 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3729ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.3820 અને નીચામાં રૂ.3640ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.57 વધી રૂ.3790ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5277ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5277 અને નીચામાં રૂ.5038ના મથાળે અથડાઈ, રૂ.5199ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.85 ઘટી રૂ.5114 થયો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.87 ઘટી રૂ.5116ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.24.9 ઘટી રૂ.356.2ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.25 ઘટી રૂ.356.3 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.909.5ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.33.9 વધી રૂ.944.9ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ડિસેમ્બર વાયદો રૂ.100 વધી રૂ.25260ના ભાવે બંધ થયો હતો. એલચી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2620ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.12 વધી રૂ.2663 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 187732.01 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 189484.11 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 28257.61 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 2181.02 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 230.74 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 4821.93 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 68.51 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 8760.12 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 38126.92 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 2.98 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 14316 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 43496 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6203 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 90580 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 9444 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 12888 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 29432 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 57672 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 783 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 21437 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16132 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 32632 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 33370 પોઇન્ટના સ્તર અને નીચામાં 32086 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 502 પોઇન્ટ વધી 33065 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube

