‘એક રાષ્ટ્ર, એક સમય’ અને ભારતીય માનક સમય એટલે આઈએસટીમાં ચોકસાઈ માટે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા (એનપીએલ) અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના સહયોગમાં પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એ અંતર્ગત મિલિસેકન્ડથી લઈને માઇક્રોસેકન્ડ સુધીની ચોકસાઈ સાથે આઈએસટી પ્રસારિત કરવામાં આવશે. પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દેશભરમાં પાંચ કાનૂની મેટ્રોલોજી પ્રયોગશાળામાંથી આઈએસટી પ્રસારિત કરવા ટેકનોલોજી અને માળખાગત સુવિધા બનાવવાનો છે.
આ ચોકસાઇ નેવિગેશન, ટેલિકોમ્યુનિકેશન્સ, પાવર ગ્રિડ સિન્ક્રોનાઇઝેશન, બેન્કિંગ, ડિજિટલ ગવર્નન્સ અને ડીપ સ્પેસ નેવિગેશન અને ગુરુત્વાકર્ષણ તરંગ શોધ સહિત અત્યાધુનિક વૈજ્ઞાનિક સંશોધન જેવાં ક્ષેત્રો માટે મહત્ત્વપૂર્ણ છે. છતાં, આઈએસટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સે અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સે એને ફરજિયાત અપનાવ્યો નથી. એમાંની ઘણી કંપનીઓ એ માટે, જીપીએસના સમય માટે પણ, વિદેશી સ્ત્રોતો પર આધાર રાખે છે. રાષ્ટ્રીય સુરક્ષા, રિયલ ટાઇમ એપ્લિકેશન્સ અને મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સરળ સંચાલન માટે તમામ નેટવર્ક્સ અને સિસ્ટમ્સને આઈએસટી સાથે એકરસ કરવું છે.
આ પડકારોનો સામનો કરવા માટે, લીગલ મેટ્રોલોજી, 2009 હેઠળ આઈએસટી અપનાવવા માટે નીતિમાળખું, નિયમન અને કાયદો વિકસાવવા માટે એક ઉચ્ચાધિકાર પ્રાપ્ત આંતર મંત્રાલય સમિતિની રચના કરવામાં આવી હતી. ગ્રાહક બાબતોના સચિવના વડપણમાં, આ સમિતિમાં એનપીએલ, ઇસરો અને આઈઆઈટી કાનપુર, એનઆઈસી, સર્ટ-ઇન, સેબી, રેલવે, ટેલિકોમ અને નાણાકીય સેવાઓના પ્રતિનિધિઓ સામેલ હતા. આઈએસટી અપનાવવાને ફરજિયાત બનાવવાના નિયમોનો મુસદ્દો તૈયાર કરવા, નેટવર્ક્સ માટે સિન્ક્રનાઇઝેશન માર્ગદર્શિકા સ્થાપિત કરવા, ટાઇમ સ્ટેમ્પિંગ અને સાયબર સુરક્ષા માટે નિયમનકારી માળખા તૈયાર કરવા અને અદ્યતન ટેક્નિક્સ અને માળખાગત સુવિધાઓથી આઈએસટીના પ્રસારણ પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે આ સમિતિની વિવિધ બેઠકો યોજાઈ હતી.
ગ્રાહક બાબતોના વિભાગના કાનૂની મેટ્રોલોજી વિભાગએ ડ્રાફ્ટ લીગલ મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમો, 2025ને એક વ્યાપક નિયમમાં રૂપમાં પ્રકાશિત કર્યો છે. સમગ્ર ભારતમાં એ આઈએસટીના ઉપયોગને માનક અને ફરજિયાત બનાવે છે. ડ્રાફ્ટ લીગલ મેટ્રોલોજી (આઈએટી) નિયમો 15 જાન્યુઆરીએ જાહેર પરામર્શ માટે વિભાગની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે. એ માટે ટિપ્પણીઓ 14 ફેબ્રુઆરી સુધી મોકલી શકાશે. ડ્રાફ્ટ નિયમો માટેની વેબસાઇટની લિન્ક આ છેઃ
આ સીમાચિહ્નરૂપ નિયમોનો ઉદ્દેશ્ય દેશનાં તમામ ક્ષેત્રોમાં આઈએસટીના ઉપયોગને પ્રમાણિત અને ફરજિયાત બનાવવાનો છે. આપણો આ સમય વ્યૂહાત્મક, બિનવ્યૂહાત્મક, ઔદ્યોગિક અને સામાજિક એપ્લિકેશનો માટે એકીકૃત અને ચોક્કસ સમય જાળવણીનું માળખું પૂરું પાડે છે. કાનૂની મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમો સમગ્ર દેશમાં ચોક્કસ અને સમાન સમય જાળવણી માટે એક વ્યાપક માળખું બનાવીને ગ્રાહકોને નોંધપાત્ર લાભો પૂરા પાડશે. આ નિયમો સંદેશાવ્યવહાર નેટવર્ક્સ, ટેક્નિકલ માળખા અને જાહેર સેવાઓને સુમેળ કરે છે, જેનાથી અસ્ખલિત ક્રિયાપ્રતિક્રિયાઓ શક્ય થાય છે અને આર્થિક કાર્યક્ષમતા વધે છે.
પ્રસ્તાવિત કાનૂની મેટ્રોલોજી (આઈએસટી) નિયમો, 2024નો ઉદ્દેશ એને તમામ ક્ષેત્રોમાં ફરજિયાત સમયસંદર્ભ તરીકે સ્થાપિત કરવાનો છે. યુટીસી પર આધારિત +5:30-કલાક ઓફસેટ સાથે એની જાળવણી સીઆઈએસઆર-નેશનલ ફિઝિકલ લેબોરેટરી (સીએસઆઈઆર-એનપીએલ) કરે છે. આ નિયમો કાનૂની, વહીવટી અને વ્યાપારી પ્રવૃત્તિઓનું આઈએસટી સાથે સુમેળ કરવાનું ફરજિયાત બનાવે છે, જ્યાં સુધી સ્પષ્ટ પરવાનગી ન હોય ત્યાં સુધી વૈકલ્પિક સમયસંદર્ભોનો ઉપયોગ એ પ્રતિબંધિત કરે છે. સરકારી કચેરીઓ અને જાહેર સંસ્થાઓએ નેટવર્ક સમય પ્રોટોકોલ (એનટીપી) અને પ્રિસિઝન સમય પ્રોટોકોલ (પીટીપી) જેવા વિશ્વસનીય સમન્વયન પ્રોટોકોલ અપનાવવા જરૂરી છે. સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા માટે સાયબર સુરક્ષા પગલાં અને વૈકલ્પિક સંદર્ભ પદ્ધતિઓ સૂચવવામાં આવે છે, જે સાયબર હુમલા અથવા વિક્ષેપો દરમિયાન વિશ્વસનીયતા વધારે છે.
એમાં પૂર્વ સરકારી મંજૂરી હેઠળ વૈજ્ઞાનિક, ખગોળશાસ્ત્રીય અને નેવિગેશનલ હેતુઓને અપવાદ મળે છે ખરા. આઈએસટીના પાલનનું સમયાંતરે ઓડિટ થકી નિરીક્ષણ થશે. એના ઉલ્લંઘન માટે દંડ પણ લાદવામાં આવશે. નિયમોમાં સુમેળ માટેની પ્રક્રિયા, અમલીકરણ માટેની માર્ગદર્શિકા અને ચોકસાઈ માટેનાં ધોરણો, આઈએસટી સાથે રાષ્ટ્રવ્યાપી સંરેખણ સુનિશ્ચિત કરવા અને સુધારેલી શાસન, સાયબર સુરક્ષા અને કાર્યકારી કાર્યક્ષમતાને સરળ બનાવવાનો પણ ઉલ્લેખ છે.
આ નિયમો સચોટ નાણાકીય વ્યવહારોને સરળ બનાવશે, કટોકટી પ્રતિભાવ સંકલનને સમર્થન આપશે અને જાહેર પરિવહનનું સુસંગત સમયપત્રક સુનિશ્ચિત કરશે. વધુમાં, દસ્તાવેજીકરણ અને રેકોર્ડકીપિંગ માટે પણ સમાન સમય ધોરણો બનાવીને એ કાનૂની અને નિયમનકારી પાલન પૂરું પાડે છે. આ નિયમો સુમેળ ઉત્પાદન પ્રક્રિયાઓને સક્ષમ કરીને, તકનીકી એકીકરણમાં વધારો કરીને અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરીને ઔદ્યોગિક કામગીરીને શ્રેષ્ઠ બનાવે છે.
આ નિયમો સચોટ રેકોર્ડ રાખવાની સુવિધા આપશે અને રાષ્ટ્રીય માળખાગત સુવિધાઓ અને સંદેશાવ્યવહાર નેટવર્કને સુમેળ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પદ્ધતિ પ્રદાન કરશે. સમય વ્યવસ્થાપન માટેનો આ વ્યાપક અભિગમ સરકારની કાર્યક્ષમ, સચોટ અને સંકલિત અમલીકરણ પ્રવૃત્તિઓ અને વહીવટી અસરકારકતા ચલાવવાની ક્ષમતામાં વધારો કરે છે. આ નિયમો નેવિગેશન, ટેલિકોમ્યુનિકેશન, ઇન્ટરનેટ, બેન્કિંગ, પાવર ગ્રિડ સિન્ક્રનાઇઝેશન, ફાઇવ-જી ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આઈઓટી જેવાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પણ ચોકસાઇ વધારશે. આ નિયમો ગ્રાહકોને ડિજિટલ ઉપકરણો, નેવિગેશન સિસ્ટમ્સ અને જાહેર સેવાઓનું વિશ્વસનીય સમન્વયન પ્રદાન કરશે. નિયમો ઉદ્યોગોને સચોટ નાણાકીય વ્યવહારો, કાર્યક્ષમ ઉત્પાદન અને વૈશ્વિક વ્યાપારિક ક્રિયાપ્રતિક્રિયાઓ માટે સુવિધા આપશે.
આ નિયમો દેશમાં ચોક્કસ અને સમાન સમય જાળવણી સુનિશ્ચિત કરવા તરફનું નિર્ણાયક પગલું છે, જે તકનીકી પ્રગતિ, આર્થિક કાર્યક્ષમતા અને વ્યૂહાત્મક સુરક્ષા માટે માર્ગ મોકળો કરે છે.