ક્રૂડ તેલનો વાયદો રૂ.60 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.275929.11 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1618962.23 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 208470.65 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39262 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 6થી 12 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.1894910.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.275929.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1618962.23 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 39262 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.43576.82 કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 208470.65 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.149396ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.160250 અને નીચામાં રૂ.149396ના મથાળે અથડાઈ, રૂ.152071ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.765 વધી રૂ.152836ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.535 ઘટી રૂ.124977ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.40 વધી સપ્તાહના અંતે રૂ.15678ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની માર્ચ વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.372 વધી રૂ.150688 થયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.152401ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.160350 અને નીચામાં રૂ.151532ના મથાળે અથડાઈ, રૂ.153847ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.184 ઘટી રૂ.153663 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.234063ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.269373 અને નીચામાં રૂ.229187ના સ્તરને સ્પર્શી, રૂ.243815ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.7380 ઘટી રૂ.236435ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.8647 ઘટી રૂ.243324ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.8378 ઘટી સપ્તાહના અંતે રૂ.243467 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 34968.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.21.7 ઘટી રૂ.1206.3ના સ્તરે બંધ થયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.3.1 વધી રૂ.323.35ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે 40 પૈસા વધી રૂ.307.7ના ભાવે બંધ થયો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો રૂ.1.85 ઘટી સપ્તાહના અંતે રૂ.187.8ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 32409.17 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3342ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.3540 અને નીચામાં રૂ.3239ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.83 વધી રૂ.3426ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5738ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5976 અને નીચામાં રૂ.5648ના સ્તરને સ્પર્શી, રૂ.5746ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.60 ઘટી રૂ.5686ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.58 ઘટી રૂ.5689 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.23.1 ઘટી સપ્તાહના અંતે રૂ.294.2 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.22.6 ઘટી રૂ.294.5ના સ્તરે સપ્તાહના અંતે બંધ થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.983.7ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.16.9 ઘટી રૂ.966.6 થયો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2598ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.12 વધી રૂ.2610 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 118235.96 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 90234.69 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 28779.82 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 2091.10 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 155.27 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 3941.99 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 123.95 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 12037.49 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 20247.73 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 3.16 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 7914 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 46625 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 15374 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 204049 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 29825 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 6252 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 11110 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 32165 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 813 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 9990 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 14591 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 36702 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 39999 પોઇન્ટના સ્તર અને નીચામાં 36700 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 1789 પોઇન્ટ વધી 39262 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

Disclaimer: Deshwale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

Subscribe Deshwale on YouTube

Join Our Whatsapp Group

Share.
Leave A Reply

Exit mobile version