Read inEnglishहिन्दीગુજરાતી
Arts and Screen

અમદાવાદના ચબૂતરા – ત્રણ શેરી

In brief · AI summary દરિયાપુરની ત્રણ શેરીમાં આશરે ૧૨ વર્ષ પહેલાં લોખંડના થાંભલા પર બનેલો ચબૂતરો બાંધવામાં આવ્યો હતો, જેની આસપાસ કૂંડાં મૂકવાની વ્યવસ્થા અને માથે છાપરું છે. પોળમાં રહેતા એક સદ્‌ગૃહસ્થે જીવદયાના ભાવથી પ્રેરાઈને આ ચબૂતરાનું નિર્માણ કર્યું હતું. ચબૂતરાને લીધે ત્રણ શેરી પક્ષીઓના કલરવથી સદાય ગૂંજતી રહે છે.

By Kalpana Shah  ·   ·  1 min read
અમદાવાદના ચબૂતરા - ત્રણ શેરી

કોઈ લાંબી પિષ્ટપિંજણ નહીં માત્ર લોખંડના એક થાંભલા પર ગોળાકાર ભાગ, જેની આસપાસ કૂંડાં મૂકવા માટેની વ્યવસ્થા અને છાંયડા માથે છાપરું

અમદાવાદના ચબૂતરા – ત્રણ શેરી

જમાનો બદલાય છતાં ઘણા માનવીના સંસ્કાર-સમજણ અને જીવદયાના ભાવ બદલાતા નથી. દરિયાપુરમાં આવેલો ત્રણ શેરીનો ચબૂતરો પણ એ વાતનો પુરાવો છે કે ચબૂતરાની મહત્તા સમજનારા લોકો આજે પણ આપણી વચ્ચે છે.

હજી તો બારેક વરસ પહેલાં જ આ ચબૂતરો બાંધવામાં આવ્યો હતો. કોઈ લાંબી પિષ્ટપિંજણ નહીં માત્ર લોખંડના એક થાંભલા પર ગોળાકાર ભાગ, જેની આસપાસ કૂંડાં મૂકવા માટેની વ્યવસ્થા અને છાંયડા માટે માથે છાપરું. સામાન્ય કદના માનવીનો હાથ પહોંચી શકે તેટલી ઊંચાઈ પર આ ચબૂતરાનો મુખ્ય ભાગ આવેલો છે.

આશરે સિત્તેર જેટલાં ઘર આ શેરીમાં છે અને વસતિ મિશ્ર છે. પોળમાં જ રહેતા એક સદ્‌ગૃહસ્થે મનમાં જાગેલા જીવદયાના ભાવથી પ્રેરાઈને આ ચબૂતરાનું નિર્માણ કર્યું હતું. તેઓ પોતે કડિયા સમાજના છે અને અહીં તેમના સમાજના પરિવાર સારી એવી સંખ્યામાં છે. ચબૂતરાની સામે કેસર માતા અને મહાકાળી માતાનાં પ્રાચીન મંદિરની અને જરા આગળ જતાં મહાદેવનું બસો વરસ જૂનું મંદિર પણ છે.

પંચની દેખભાળ હેઠળ સુખરૂપે ચાલતી ત્રણે શેરીના રહેવાસીઓ ચબૂતરામાં ચણ-પાણીનો પુરવઠો કાયમ ઉપલબ્ધ રહે તે નિશ્ચિત કરે છે. તેથી જ અહીંનું સરનામું પક્ષીઓના મનમાં અંકિત થઈ ગયું છે. આસોપાલવની પાસે આવેલા આવા પ્રવૃત્ત ચબૂતરાને લીધે ત્રણ શેરી સદાય પક્ષીઓના કલરવથી ગૂંજતી રહે છે.

ચકલી બોલે ચીં ચીં, ટીપું પાણી પી પી, 

કાગડો બોલે કાં કાં, મોટે સાદે ગા ગા, 

કોયલ બોલે કૂ કૂ, હોલો બોલે ઘૂ ઘૂ, 

કૂકડા કૂકડા કૂકડે કૂક, ગાડી ચાલે છૂક છૂક, 

બકરી બોલે બેં બેં, આલો પાલો લે લે, 

મીની મીની મ્યાઉં મ્યાઉં, ઓરી આવ દૂધ પાંઉ, 

ઉંદરમામા છૂ છૂ, સામો ઊભો હું છું

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Liked this? Get one story a day on WhatsApp.
Join

Read next

તો, આખરે ધ ઓડિસીમાં એવું શું ખાસ છે? પત્રકાર ટર્ન્ડ ફિલ્મમેકર નીરુ શર્માની શોર્ટ ફિલ્મ બાન્દરા બોય આવી છે  અરવિંદ વેકરિયાઃ મુઠ્ઠી ઊંચેરા રંગકર્મી, સર્વપ્રિય સ્વજન