સપ્તાહના અંતે સોનાના ઓપ્શન્સ (1 કિ.ગ્રા.) કોન્ટ્રેક્ટ્સમાં ઓલ ટાઇમ હાઈ રેકોર્ડ ટર્નઓવર અને વોલ્યુમ નોંધાયાઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે નરમાઈનો માહોલઃ કોટન-ખાંડી વાયદામાં રૂ. 910નો નોંધપાત્ર ઘટાડોઃ મેન્થા તેલ, નેચરલ ગેસ ઢીલાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 1,47,606 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 1137421.76 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ. 34 કરોડનાં કામકાજ
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 21થી 27 ફેબ્રુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 83,65,583 સોદાઓમાં કુલ રૂ. 12,85,062.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 1,47,606.33 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 1137421.76 કરોડનો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સપ્તાહના અતે ગુરુવાર, 27 ફેબ્રુઆરીના રોજ એમસીએક્સ પર સોનાના ઓપ્શન્સ (1 કિ.ગ્રા.) કોન્ટ્રેક્ટ્સમાં રૂ. 1,71,025 કરોડનું ઓલ ટાઇમ હાઈ ટર્નઓવર (નોશનલ) નોંધાયું હતું. આ સાથે સોનાના ઓપ્શન્સ (1 કિ.ગ્રા.) કોન્ટ્રેક્ટ્સમાં 200 મે.ટનનું ઉચ્ચતમ વોલ્યુમ પણ નોંધાયું હતું. આ અગાઉ સપ્તાહ દરમિયાન સોમવાર, 24 ફેબ્રુઆરીના રોજ સોનું-મિનીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ. 51,149 કરોડનાં રેકોર્ડ ટર્નઓવર (નોશનલ) નોંધાયું હતું.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,65,503 સોદાઓમાં રૂ. 1,01,733.62 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ. 85,715ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 86,576 અને નીચામાં રૂ. 84,879ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 828 ઘટી રૂ. 85,196ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ. 623 ઘટી રૂ. 69,381 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ. 48 ઘટી રૂ. 8,689ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 707 ઘટી રૂ. 85,123ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ. 96,802ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 97,079 અને નીચામાં રૂ. 93,075 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 3,478 ઘટી રૂ. 93,635 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 3,211 ઘટી રૂ. 95,608 અને ચાંદી-માઇક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 3,197 ઘટી રૂ. 95,612 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 91,572 સોદાઓમાં રૂ. 12,694.15 કરોડના વેપાર થયા હતા. તાંબું માર્ચ વાયદો રૂ. 872.30ના ભાવે ખૂલી, રૂ. 9.35 ઘટી રૂ. 864.45 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. 4.15 ઘટી રૂ. 258.75 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. 0.90 ઘટી રૂ. 181ના ભાવ થયો હતો. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. 5.35 ઘટી રૂ. 268ના ભાવ થયો હતો. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ. 3.90 ઘટી રૂ. 258.85 સીસું-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. 0.85 ઘટી રૂ. 181.15 જસત-મિની માર્ચ વાયદો રૂ. 5.20 ઘટી રૂ. 268.15 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,51,946 સોદાઓમાં રૂ. 33,166.12 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ. 6,279ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 6,299 અને નીચામાં રૂ. 5,976ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 181 ઘટી રૂ. 6,135 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ. 184 ઘટી રૂ. 6,133 બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ. 357ના ભાવે ખૂલી, રૂ. 1.50 ઘટી રૂ. 347.70 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 1.2 ઘટી 347.7 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ. 12.44 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ. 54,200ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 54,200 અને નીચામાં રૂ. 53,510ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 910 ઘટી રૂ. 53,510ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ. 7.00 ઘટી રૂ. 927.70 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 57,647.72 કરોડનાં 67,175.282 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 44,085.90 કરોડનાં 4,582.084 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ. 4,656.51 કરોડનાં 76,11,720 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ. 28,509.61 કરોડનાં 80,16,46,000 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ. 1,854.38 કરોડનાં 71,271 ટન સીસું અને સીસું-મિની વાયદાઓમાં રૂ. 342.91 કરોડનાં 19,051 ટન તાંબાંના વાયદાઓમાં રૂ. 7,581.77 કરોડનાં 87,520 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ. 2,915.09 કરોડનાં 1,08,037 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ. 19 કરોડનાં 144 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ. 12.25 કરોડનાં 132.48 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,841.275 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 987.941 ટન, તાંબાંના વાયદાઓમાં 16,227.500 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 17,518 ટન, સીસું અને સીસું-મિનીમાં 3,768 ટન તથા જસત અને જસત-મિનીમાં 16,006 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 5,11,900 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 2,93,79,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,192 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 112.32 ટનના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ. 34.15 કરોડનાં 333 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઇન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 64 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 20,502 પોઇન્ટ ખૂલી, ઉપરમાં 20,650 અને નીચામાં 20,220 બોલાઈ, 430 પોઇન્ટની મૂવમેન્ટ સાથે 478 પોઇન્ટ ઘટી 20,264 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 1137421.76 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 533891.24 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 74702.98 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 334312.87 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 185882.61 કરોડનાં કામકાજ થયાં હતાં.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.