વિશ્વભરમાંથી એન્ટ્રીઝ મેળવતી કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધાની 2025ની આવૃત્તિનો આરંભ થઈ ગયો છે.  ગયા વરસે સ્પર્ધામાં 23 દેશોમાંથી આશરે 200 એન્ટ્રીઝ આવી હતી. મુંબઈ, મહારાષ્ટ્રનાં વિવિધ ગામ અને શહેર, સમગ્ર ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, અમેરિકાના કેલિફોર્નિયા, આફ્રિકા, ઇંગ્લેન્ડ વગેરેથી પણ પ્રતિસ્પર્ધીઓ સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે. માંગરોળ મલ્ટીમીડિયાની યુટ્યુબ ચેનલ દેશવાલે અને આંગિકમ પર અપલોડ થતી સ્પર્ધાની એકોક્તિઓને ગયા વરસે સવા લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા. આ વરસે વધુ સારો પ્રતિસાદ મેળવવાની આશા છે.  સ્પર્ધામાં જોડાવા કલાકારોમાં ઉમળકો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અનેક પ્રવેશિકાઓ આવી ચૂકી છે. 

ગુજરાતી રંગભૂમિના લોકપ્રિય કલાકાર, દિગ્દર્શક, નિર્માતા સ્વ. કમલેશ મોતાએ સ્પર્ધાની શરૂઆત કોરોના લોકડાઉનમાં કરી હતી. તેમના અણધાર્યા અવસાન પછી સ્પર્ધાને તેમના મિત્રો અને રંગકર્મીઓ આગળ વધારી રહ્યા છે. સ્પર્ધા ચાર જૂથમાં છે, સૌ માટે ખુલ્લી છે. સાત વરસથી માંડીને કોઈ પણ ઉંમરની વ્યક્તિ સહભાગી થઈ શકે  છે.

ગુજરાતી ભાષામાં મહત્તમ પાંચ મિનિટની એકોક્તિ મોબાઇલ અથવા અન્ય કેમેરાથી લેન્ડસ્કેપ મૉડમાં શૂટ કરીને, કોઈ પણ ઇફેક્ટ્સ વગર સ્પર્ધામાં મોકલી શકાશે.  એન્ટ્રીઝ 9040466266 મોબાઇલ પર માત્ર ટેલિગ્રામ એપ અથવા kamleshmotacontent@gmail.com ઇમેઇલથી મોકલવાની રહેશે. અન્ય રીતે મોકલાયેલી એકોક્તિ નહીં સ્વીકારાય. વિજેતાઓની જાહેરાત સ્વ. કમલેશ મોતાની જન્મતિથિ, સોમવાર, પહેલી સપ્ટેમ્બર 2025એ થશે.

વિજેતાઓને ઇનામમાં ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત થશે. દેશવાલે અને આંગિકમ ચેનલ મળીને યુટ્યુબ પર મહત્તમ વ્યુઝ મેળવનારી એકોક્તિને પણ ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં અપાશે. તમામ ગ્રુપના વિજેતાઓમાંથી એક વિજેતાને સ્પર્ધાની સર્વોચ્ચ ‘કમલેશ મોતા મેમોરિયલ ટ્રોફી’  એનાયત થશે.

સ્પર્ધાનું આયોજન અપ્રામી કમલેશ મોતા, બાબુલ ભાવસાર, સંજય શાહ, સોનાલી ત્રિવેદી, પ્રફુલ પરબ, માંગરોળ મલ્ટીમીડિયા, દેશવાલે અને આંગિકમ યુટ્યુબ ચેનલ્સે કર્યું છે. વરિષ્ઠ રંગકર્મી નિરંજન મહેતા માર્ગદર્શક છે.

સ્પર્ધાનાં ચાર ગ્રુપ્સઃ ગ્રુપ 01, ઉંમર 07-15, ગ્રુપ 02, ઉંમર 16-32, ગ્રુપ 03, ઉંમર 33-50 અને ગ્રુપ 04, ઉંમર 51 અને વધુ ઉંમર.

વિગતો માટે સંપર્ક, સંજય શાહઃ 9821066266 અને angikam@gmail.com

Share.
Leave A Reply

Exit mobile version