ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 6009 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 33221 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 4213 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20991 પોઇન્ટના સ્તરે

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર શ્રી મહાવીર જયંતી નિમિત્તે સાંજે 5 વાગ્યા સુધીનાં પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાં હતાં, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. સાંજે 6 વાગ્યા સુધીમાં એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 39230.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 6009.59 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 33221.03 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 20991 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 663.06 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 4213.70 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 91464ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 91464ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ. 90911 બોલાઈ, રૂ. 89804ના આગલા બંધ સામે રૂ. 1522 વધી રૂ. 91326ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 949 વધી રૂ. 73001ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 119 વધી રૂ. 9162ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1417 વધી રૂ. 90906ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 91099ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 91099 અને નીચામાં રૂ. 90300ના સ્તરને સ્પર્શી, રૂ. 89611ના આગલા બંધ સામે રૂ. 1201 વધી રૂ. 90812ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 91491ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 91692 અને નીચામાં રૂ. 91081ના મથાળે અથડાઈ, રૂ. 91144ના આગલા બંધ સામે રૂ. 417 વધી રૂ. 91561 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 472 વધી રૂ. 91654 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 471 વધી રૂ. 91640ના ભાવે બોલાયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 509.06 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ. 4.75 વધી રૂ. 827ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ. 1.85 વધી રૂ. 252.75ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ. 2.6 વધી રૂ. 234.8ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો રૂ. 1.2 વધી રૂ. 177.15ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1286.84 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ. 5265ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5286 અને નીચામાં રૂ. 5198ના મથાળે અથડાઈ, રૂ. 5265ના આગલા બંધ સામે રૂ. 21 ઘટી રૂ. 5244 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 28 ઘટી રૂ. 5244ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ 80 પૈસા ઘટી રૂ. 319ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 70 પૈસા ઘટી રૂ. 319ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2899.73 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1313.97 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 321.16 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 73.58 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 20.52 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 93.79 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 308.54 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 978.29 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20215 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 32781 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7394 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 87369 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 2563 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 26614 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 45840 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 157183 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 21369 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13372 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 20925 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21000 પોઇન્ટના સ્તર અને નીચામાં 20925 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 212 પોઇન્ટ વધી 20991 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 13 ઘટી રૂ. 116 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ. 15.55ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 220.5 વધી રૂ. 476.5 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 66 વધી રૂ. 2032.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 830ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 7 પૈસા ઘટી રૂ. 16ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 48 પૈસા વધી રૂ. 3 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 13 ઘટી રૂ. 116ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 40 પૈસા ઘટી રૂ. 15.4 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ. 91000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 679 વધી રૂ. 1492.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 86.5 વધી રૂ. 1857ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 10.5 વધી રૂ. 125 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા વધી રૂ. 16.5 થયો હતો.
સોનું એપ્રિલ રૂ. 88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 296.5 ઘટી રૂ. 621.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 209.5 ઘટી રૂ. 1572ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ. 800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.32 ઘટી રૂ. 9ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 247.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 83 પૈસા ઘટી રૂ. 1.72 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 10.85 વધી રૂ. 126.8ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 40 પૈસા વધી રૂ. 16.45ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ. 88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 307.5 ઘટી રૂ. 544.5 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 167 ઘટી રૂ. 1356.5 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

