ચાંદીનો વાયદો રૂ. 1,472 ઘટ્યોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ. 59ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 13592.34 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 47815.4 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11028.37 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21894 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 61409.72 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 13592.34 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 47815.4 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21894 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 674.98 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11028.37 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 95661ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95935ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ. 95123ના મથાળે અથડાઈ, રૂ. 95661ના આગલા બંધ સામે રૂ. 311ના ભાવઘટાડા સાથે રૂ. 95350ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 138 ઘટી રૂ. 76450 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 11 ઘટી રૂ. 9591 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 301 ઘટી રૂ. 94862ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 95830ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95830 અને નીચામાં રૂ. 95050ના મથાળે અથડાઈ, રૂ. 95508ના આગલા બંધ સામે રૂ. 383 ઘટી રૂ. 95125ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 95500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95650 અને નીચામાં રૂ. 94580ના સ્તરને સ્પર્શી, રૂ. 96250ના આગલા બંધ સામે રૂ. 1472 ઘટી રૂ. 94778ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 1507 ઘટી રૂ. 94736 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 1466 ઘટી રૂ. 94760ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1359.46 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ. 8.9 ઘટી રૂ. 834.55ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ. 1.65 ઘટી રૂ. 245.5 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ. 1.25 ઘટી રૂ. 230.9ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 95 પૈસા ઘટી રૂ. 176.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1215.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ. 5341ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5439 અને નીચામાં રૂ. 5341ના સ્તરને સ્પર્શી, રૂ. 5341ના આગલા બંધ સામે રૂ. 59 વધી રૂ. 5400ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 58 વધી રૂ. 5400ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ 50 પૈસા ઘટી રૂ. 277.2ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 60 પૈસા ઘટી રૂ. 277.3 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ. 912.9ના ભાવે ખૂલી, 20 પૈસા વધી રૂ. 913.9 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. 280 વધી રૂ. 55030 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7184.93 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3843.44 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 834.95 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 121.55 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 39.51 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 363.46 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 613.90 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 601.56 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.34 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.07 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 24596 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 45957 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10601 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 105291 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 6693 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22319 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40347 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 136412 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 20054 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 28239 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 22000 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22060 પોઇન્ટના સ્તર અને નીચામાં 21894 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 112 પોઇન્ટ ઘટી 21894 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 20.7 વધી રૂ. 207.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા ઘટી રૂ. 8.9ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 178 ઘટી રૂ. 795 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 663 ઘટી રૂ. 581.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 3 ઘટી રૂ. 4ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.08 ઘટી રૂ. 1.5 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 26.9 ઘટી રૂ. 199ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ. 11.4 થયો હતો.
સોનું એપ્રિલ રૂ. 94000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 38.5 વધી રૂ. 855 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 499 વધી રૂ. 1394ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ. 840ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 4.8 વધી રૂ. 13.09 થયો હતો. જસત એપ્રિલ રૂ. 240ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 6 પૈસા ઘટી રૂ. 1.35ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

