ગુડ ફ્રાઇડે નિમિત્તે એમસીએક્સ પર બંને સત્રનાં કામકાજ બંધ રહ્યાઃ ગુરુવારના બંને સત્રમાં મળીને કોમોડિટી વાયદાઓમાં રૂ. 37820 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 184202 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 28751 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21891 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ગુડ ફ્રાઇડે નિમિત્તે જાહેર રજા હોવાથી બંને સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા. ગુરુવારે મોડી રાત્રે 11.30 વાગ્યા સુધીના સત્રમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 222028.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 37820.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 184202.83 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21891 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 3238.46 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 28751.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 95661ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95935 અને નીચામાં રૂ. 94279ના મથાળે અથડાઈ, રૂ. 95661ના આગલા બંધ સામે રૂ. 422 ઘટી રૂ. 95239ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 49 વધી રૂ. 76362 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 10 ઘટી રૂ. 9580 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 36 વધી રૂ. 94820ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 95830ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95830 અને નીચામાં રૂ. 94205ના મથાળે અથડાઈ, રૂ. 95000ના આગલા બંધ સામે રૂ. 39 ઘટી રૂ. 94961ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 95500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95650 અને નીચામાં રૂ. 94148ના મથાળે અથડાઈ, રૂ. 95037ના આગલા બંધ સામે રૂ. 36 ઘટી રૂ. 95001ના ભાવે બોલાયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 63 ઘટી રૂ. 94930ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 56 ઘટી રૂ. 94925 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2913.44 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો 25 પૈસા વધી રૂ. 845.2ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો 10 પૈસા ઘટી રૂ. 247.2 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 40 પૈસા ઘટી રૂ. 230.65ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 10 પૈસા વધી રૂ. 177.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 6152.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ. 5341ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5540 અને નીચામાં રૂ. 5341ના સ્તરને સ્પર્શી, રૂ. 5513ના આગલા બંધ સામે રૂ. 2 ઘટી રૂ. 5511ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 10 વધી રૂ. 5524ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 1.1 વધી રૂ. 278.8ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 10 પૈસા વધી રૂ. 278.7 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ. 912.9ના ભાવે ખૂલી, 80 પૈસા ઘટી રૂ. 913 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ કોઈ ફેરફાર વગર રૂ. 55030 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 20234.94 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 8516.68 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1863.56 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 308.25 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 63.62 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 678.01 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1618.20 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 4533.89 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.37 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.13 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 23821 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 44890 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10336 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 102773 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 6348 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22449 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39175 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 136419 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 18982 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25745 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 22000 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22060 પોઇન્ટના સ્તર અને નીચામાં 21700 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 115 પોઇન્ટ ઘટી 21891 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 40 પૈસા વધી રૂ. 266.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 2 ઘટી રૂ. 7.2ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 459 ઘટી રૂ. 900ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 31 ઘટી રૂ. 799.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 95 પૈસા ઘટી રૂ. 6.05ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 38 પૈસા ઘટી રૂ. 2.2 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 5.8 ઘટી રૂ. 192 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 2.95 ઘટી રૂ. 8.5 થયો હતો.
સોનું એપ્રિલ રૂ. 94000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 81.5 ઘટી રૂ. 735 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 14.5 ઘટી રૂ. 1125.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 840ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.14 ઘટી રૂ. 6.15ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 240ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 50 પૈસા ઘટી રૂ. 0.91ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

