ક્રૂડ તેલના વાયદામાં રૂ. 23નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 20726.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 45712.94 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18536.48 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22875 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 66442.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 20726.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 45712.94 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22875 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 762.16 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18536.48 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 98456ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 99160 અને નીચામાં રૂ. 98120ના સ્તરને સ્પર્શી, રૂ. 98579ના આગલા બંધ સામે રૂ. 562 વધી રૂ. 99141ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ. 515 વધી રૂ. 79074ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ. 61 વધી રૂ. 9902 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 829 વધી રૂ. 98190ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 98101ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 98739 અને નીચામાં રૂ. 97700ના મથાળે અથડાઈ, રૂ. 98108ના આગલા બંધ સામે રૂ. 622 વધી રૂ. 98730 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 101499ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 105151ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ. 101320ના મથાળે અથડાઈ, રૂ. 101380ના આગલા બંધ સામે રૂ. 3705 વધી રૂ. 105085 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ. 3625 વધી રૂ. 104789ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ. 3637 વધી રૂ. 104785 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1497.76 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ. 9.25 વધી રૂ. 884.9ના સ્તરે પહોંચ્યો હતો. જસત જૂન વાયદો 65 પૈસા વધી રૂ. 256.6 થયો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો 50 પૈસા ઘટી રૂ. 240.8ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 10 પૈસા ઘટી રૂ. 179.4ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1255.41 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ. 5385ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5427 અને નીચામાં રૂ. 5371ના મથાળે અથડાઈ, રૂ. 5386ના આગલા બંધ સામે રૂ. 23 વધી રૂ. 5409 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ. 24 વધી રૂ. 5410 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 2.7 ઘટી રૂ. 315.6 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ. 2.5 ઘટી રૂ. 315.8 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ. 900.5ના ભાવે ખૂલી, 80 પૈસા વધી રૂ. 903 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ. 400 ઘટી રૂ. 53510ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8742.03 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 9794.45 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1017.25 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 121.17 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 36.65 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 322.70 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 335.45 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 919.97 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.59 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.45 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17771 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 45415 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11639 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 130436 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 14371 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 23485 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 48369 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 177426 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 13918 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 17747 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22601 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22875 પોઇન્ટના સ્તર અને નીચામાં 22368 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 294 પોઇન્ટ વધી 22875 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 14.7 વધી રૂ. 137.6 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.2 ઘટી રૂ. 16ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 203.5 વધી રૂ. 1411ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 769 વધી રૂ. 1174ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ. 870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 4.88 વધી રૂ. 22 થયો હતો. જસત જૂન રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 9 પૈસા વધી રૂ. 2.97 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 23.1 ઘટી રૂ. 116.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા વધી રૂ. 19.2 થયો હતો. સોનું જૂન રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 128 ઘટી રૂ. 675 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 731.5 ઘટી રૂ. 1072 થયો હતો. તાંબું જૂન રૂ. 870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 4.43 ઘટી રૂ. 7.7ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 8 પૈસા વધી રૂ. 1.88ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


