ગુરુવાર, 12 જૂનના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ A-171 જે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનની હતી, એ લંડન ગેટવિક જતા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (એસવીપીઆઈએ)થી ઉડાન ભર્યા પછી તરત ક્રેશ થઈ હતી. હાલમાં ઉપલબ્ધ માહિતી અને અપડેટ્સ નીચે મુજબ છે:
ક્રેશનો સમય અને સ્થળ
આ દુર્ઘટના બપોરે લગભગ 1:17 વાગ્યે બની હતી. ફ્લાઇટે 1:09 વાગ્યે રનવે 23થી ઉડાન ભરી હતી. વિમાન (વીટી-એએનબી)એઉડાન ભરવા સતે ગણતરીની વારમાં મે-ડે (MAYDA)નો કોલ કર્યો હતો અને એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો એનો સંપર્ક તૂટી ગયો હતો. એ પછી ગણતરીની પળોમાં ફ્લાઇટ અમદાવાદના મેઘાણીનગર રહેઠાણ વિસ્તાર (ધરપુર નજીક)માં ક્રેશ થઈ ગઈ હતી.
ફ્લાઇટરડાર-24 મુજબ, વિમાન 625 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યું હતું પરંતુ 475 ફૂટ પ્રતિ મિનિટની ઝડપથી નીચે આવ્યું હતું. એના તૂટ્યા વખતે મોટો ધડાકો થયો હતો. વિમાન ઈજાગ્રસ્ત થયા પછી તરત એનો કાળોડિબાંગ ધુમાડો દૂરથી દેખાતો હતો, જેથી બચાવ કાર્યોમાં અડચણ આવી હતી. કેટલાક અહેવાલોમાં અકસ્માતનો સમય બપોરે 1:40 PMનો સમય જણાવાયો હતો.
પેસેન્જર્સ અને ક્રૂની વિગતો
ફ્લાઇટમાં 242 લોકો હતા. 232 પેસેન્જર્સ (169 ભારતીય, 53 બ્રિટિશ, એક કેનેડિયન, સાત પોર્ટુગીઝ નાગરિકો).
ઉપરાંત ફ્લાઇટમાં 12 કર્માચારીઓ હતા. વિમાન કેપ્ટન સુમીત સભરવાલ (8,200 ફ્લાઇટ કલાકોનો અનુભવ) અને ફર્સ્ટ ઑફિસર ક્લાઇવ કુંદર (1,100 ફ્લાઇટ કલાકો) ચલાવી રહ્યા હતા. ઈજાગ્રસ્ત પેસેન્જર્સને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મૃત્યુની સંખ્યા હજી સુધી સ્પષ્ટ નથી.
અપુષ્ટિકૃત મૃત્યુ આંકડાઓ અનુસાર, એક્સ (ટ્વિટર) પર કેટલાક લોકોએ 3:05 PM સુધીમાં 50 મૃત્યુ થયાં હોવાનું લખ્યું હતું. કેટલાકે વળી 128 સુધીનાં મૃત્યુનો ઉલ્લેખ કર્યો હતો. આ આંકડાઓ એર ઇન્ડિયા, ડીજીીસએ, કે સરકારી સ્ત્રોતો દ્વારા પુષ્ટિ મેળવી શક્યા નથી. બચાવકાર્ય ચાલુ હોવાથી, હજુ પીડિતોની સૂચિ જાહેર થઈ નથી.
ઇમરજન્સી પ્રતિભાવ
ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સ તરત જ સ્થળે પહોંચ્યા હતા. ગાંધીનગર અને વડોદરાથી, કુલ 85 જણવાળી, ત્રણ-ત્રણ એનડીઆરએફની ટુકડીઓ દુર્ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ભારતીય સશસ્ત્ર દળો પણ મેડિકલ અને બચાવ સહાય માટે તહેનાત થયા હતા. બચાવકાર્યમાં ગાઢ ધુમાડાએ મુશ્કેલી વધારી પરંતુ ગ્રીન કોરિડોરની મદદથી ઈજાગ્રસ્તોને ઝડપભેર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
સત્તાવાર પ્રતિક્રિયાઓ અને સંવેદના
એર ઇન્ડિયા: ચેરમેન એન. ચંદ્રશેખરને આપત્તિને “દુઃખદ” ગણાવી, પીડિત પરિવારોને સહાય અને સંવેદના વ્યક્ત કરી હતી.
કેન્દ્ર સરકાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહપ્રધાન અમિત શાહ અને સિવિલ એવિયેશન પ્રધાન કે. રામમોહન નાયડુ સાથે ચર્ચા કરી હતી. મોદીએ તેમને દુર્ઘટનાસ્થળની મુલાકાત લેવા અને તમામ સંભવિત સહાયની ખાતરી કરવા નિર્દેશ આપ્યા હતા.
ગુજરાત સરકાર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવા અને ઘાયલોના સારવાર આપવા નિર્દેશ આપ્યા હતા.
અન્ય નેતાઓ: વિદેશ પ્રધાન એસ. જયશંકર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ વિમાન અકસ્માત વિશે દુઃખ વ્યક્ત કર્યું હતું.
પીડિત પરિવારો માટે સહાય
એર ઇન્ડિયા હેલ્પલાઇન: 1800 5691 444
અમદાવાદ પોલીસ: 079-25620359
સિવિલ એવિયેશન મંત્રાલય: 011-24610843, 9650391859
ગુજરાત સરકાર કંટ્રોલ રૂમ: 079-232-51900, 9978405304
એરપોર્ટની કામગીરી સસ્પેન્ડ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક રદ્દ કરી દીધી છે.
એર કસ્ટમ્સ કાર્ગો ઑફિસ અને ડોક્ટર્સ હોસ્ટેલને નુકસાન થયું છે, જેથી સ્થાનિક લોકોમાં ગભરાટ વધ્યો છે.
(અપડેટ્સ આવતા રહેશે…)


