ક્રૂડ તેલના વાયદામાં રૂ.83ની તેજીઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.40110.56 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.108912.9 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.33023.16 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38970 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.149028.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.40110.56 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.108912.9 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 38970 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2688.48 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.33023.16 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.142589ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.143296 અને નીચામાં રૂ.142400ના મથાળે અથડાઈ, રૂ.143121ના આગલા બંધ સામે રૂ.31 વધી રૂ.143152 થયો હતો. આ સામે સોનું એપ્રિલ વાયદો ઉપરમાં રૂ.147772ના ઓલ ટાઇમ હાઈ સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.248 ઘટી રૂ.116000 થયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.10 ઘટી રૂ.14532ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.142856 થયો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.143131ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.143595 અને નીચામાં રૂ.142700ના મથાળે અથડાઈ, રૂ.143406ના આગલા બંધ સામે રૂ.14 વધી રૂ.143420ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.287127ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.292865 અને નીચામાં રૂ.285513ના મથાળે અથડાઈ, રૂ.291577ના આગલા બંધ સામે રૂ.104 વધી રૂ.291681ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.471 વધી રૂ.293892ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.341 વધી રૂ.293881ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચાંદીનો દૂર ડિલિવરી જુલાઈ વાયદો રૂ.306654, ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.302191 અને ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.302320ના ઓલ ટાઇમ હાઈ સ્તરને સ્પર્શ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.3391.98 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.10.6 ઘટી રૂ.1297.9ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.1.3 ઘટી રૂ.316.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.75 ઘટી રૂ.316.95ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો 10 પૈસા ઘટી રૂ.191.9 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.3470.22 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4220ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4252 અને નીચામાં રૂ.4110ના મથાળે અથડાઈ, રૂ.98 ઘટી રૂ.4126ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5340ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5438 અને નીચામાં રૂ.5314ના મથાળે અથડાઈ, રૂ.5347ના આગલા બંધ સામે રૂ.83 વધી રૂ.5430ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.86 વધી રૂ.5430ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.5.4 વધી રૂ.288.5ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.5.5 વધી રૂ.288.7 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.970ના ભાવે ખૂલી, રૂ.2.2 વધી રૂ.976.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન જાન્યુઆરી વાયદો કોઈ ફેરફાર વગર રૂ.26310ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.2672ના ભાવે ખૂલી, રૂ.5 ઘટી રૂ.2672ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.11675.90 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.21347.26 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.2843.61 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.290.18 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.23.71 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.234.47 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.18.73 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.753.97 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.2697.53 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.0.48 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20822 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 79399 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 26839 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 400953 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 45330 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 13916 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 38721 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 98732 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 729 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 22393 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 48959 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 38201 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 39030 પોઇન્ટના સ્તર અને નીચામાં 37820 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 56 પોઇન્ટ વધી 38970 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.36.9 વધી રૂ.267.6 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.4 વધી રૂ.12.25ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.147000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.241 ઘટી રૂ.639ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.295000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1682.5 ઘટી રૂ.13189 થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.7.79 ઘટી રૂ.25.72ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.2 ઘટી રૂ.3.3 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.55.6 ઘટી રૂ.213.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.85 ઘટી રૂ.12.85 થયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.107.5 ઘટી રૂ.786 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.285000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.855.5 ઘટી રૂ.11816.5ના ભાવે બોલાયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4.52 વધી રૂ.29.06ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 15 પૈસા ઘટી રૂ.0.65 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


