Author: Kalpana Shah

દરેક કામ કરવાની એક રીત હોય છે. દરેક રીત ગમે તેટલી સહેલી લાગે તો પણ અઘરી હોય છે. અઘરી શા માટે? કારણ કે રોટલી બનાવવાની રીત દરેક ઘરમાં ભલે કદાચ એકસરખી હોય, એ કેટલી ઝડપભેર અને કેટલી સારી બનશે એનો આધાર રોટલી રાંધનારી ગૃહિણી પર હોય છે. સમજવા જેવી વાત છે. આવડત એ માણસનું વ્યક્તિગત વિશ્વ છે. કામના પરિણામનો સંપૂર્ણ મદાર એટલે વ્યક્તિના પોતાના અભિગમ પર હોય છે. માણસને કોઈક કામ આવડી જેવું એ એક સહજ પ્રક્રિયા છે, પણ એ કામની એની નિપુણતા એના પોતાના મિજાજ, પ્રકાર અને એની કાર્યપદ્ધતિ પર અવલંબન રાખે છે. જરા વિચારવા જેવું છે આ મુદ્દે.…

Read More

બહાનાં આપવામાં જે વ્યક્તિ ઉસ્તાદ હોય એ જીવનમાં બીજા કોઈ કામમાં નિષ્ણાત થઈ શકતી નથી. – અજ્ઞાત સવાર પડતાની સાથે જ માણસના માથે જવાબદારીનો બોજ સહજપણે આવી પડે છે. સમયસર જાગી જવાથી વ્યવસ્થિત દિવસ વિતાવવા સુધી, સ્વાસ્થ્યવર્ધક જમવાથી યોગ્ય સમયે પોઢી જવા સુધી દરેક બાબતમાં છૂપી જવાબદારી હોય જ છે. એ બધાથી આગળની અને વધુ મહત્ત્વની જવાબદારી એટલે નિત્ય ફરજ નિભાવવાની જવાબદારી. નોકરીધંધો કે ગૃહકાર્ય એ બધું આ જવાબદારીમાં આવી જાય. ઘણા જણને જો કે માથે આવેલાં કામને પાર પાડવામાં ખાસ્સો કંટાળો આવ્યા કરે છે. કામને મોડું કરવામાં, અધકચરું પાર પાડવામાં આવા લોકોને કોઈ ખાસ છોછ થતો નથી. ઉપરનું વાક્ય…

Read More

મુંબઈથી હાલમાં પ્રયાગરાજના મહા કુંભમેળામાં જઈ આવનારાં કલ્પના શાહ આ લેખમાં વર્ણવે છે એમના અનુભવો. એમાં સામેલ છે એમની બહેનો તૃપ્તિ જોશી અને પૂર્વી શાહ તેમ જ ભાભી રશ્મી જોશીનાં નિરીક્ષણો અને અનુભવો. જેઓ મહા કુંભમેળામાં જઈ રહ્યા છે અથવા જવાની ખેવના રાખે છે તેમના માટે આ લેખ માર્ગદર્શક બની શકે છે. તો, બે ભાગમાં વાંચો વિગતવાર પ્રયાગરાજ યાત્રા… “જીવનમાં એકવાર મહા કુંભમેળામાં જવાની ઇચ્છા કોને ના હોય? એ અલગ વાત કે સૌને એવી તક મળતી નથી. એમાંય આશરે દોઢેક સદીમાં એકવાર જેનો યોગ આવતો હોય એવા મહા કુંભમેળામાં જવું કદાચ જીવનભરની સૌથી મોટી વાત ગણાય. અમને એવી તક મળી.…

Read More

સવાઆઠ વાગ્યા હતા. પ્લેટફોર્મ પર ઊભા ઊભા મોહનભાઈ ફાસ્ટ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. એમનો જીવ ક્યાંય તો નહોતો કારણ કે ટ્રેનમાં શાંતિથી બેસવા મળશે કે કેમ એના રઘવાટે એમના મન પર આક્રમણ કર્યું હતું. ગાડી આવી. મોહનભાઈ ગાડીમાં કૂદયા અને મહિનામાં પચ્ચીસ દિવસ થાય એમ જ એમની સાથે થયું. એમણે ઊભા ઊભા જ પ્રવાસ કરવાનો વખત આવ્યો. પણ જેવી ગાડી ચાલી કે એમના મન પર આસપાસની હરકતોએ આક્રમણ કર્ય઼ું. કોઈકના પરસેવાની ગંધ, કોઈકના ચંપલની પડતો માર, કોઈકનો ઘોંઘાટ અને વારંવાર સિગ્નલ પર અટકતી ગાડી. વાસ્તવમાં તે મોહનભાઈએ સમયસર ઓફિસે પહોંચવાની ચિંતા કરાય, સારી રીતે નોકરી કરી આગળ વધવાનો માર્ગનો…

Read More

એક બાલદીમાં ગરમ અને બીજામાં ઠંડું પાણી હોય અને બેઉને ભેગાં કરવામાં આવે તો થું થાય? કાં તો બેઉ પાણી ઠંડાં થશે, કાં પછી ગરમ. શક્યતા બેઉ છે પણ એક વાત નક્કી છે. ગરમ પાણીનો ઉકળાટ વધુ હશે તો એ ટાઢા પાણીનેય ગરમ કરી દેશે અને ઠંડુ પાણી વધુ ઠંડું હશે તો એ ગરમ પાણીને ટાઢુંબોળ કરી દેશે. સુખ અને દુઃખ, સત્ય અને અસત્ય સહિત દરેક બાબતે કંઈક આવી જ વાત હોય છે. જેનો પ્રભાવ વધારે હોય એની જીવન પર વધુ તીવ્ર અસર થાય. કોઈ માણસ ક્યારેય સોએસો ટકા દુઃખી કે સુખી નથી હોતો. બિલકુલ એવી જ રીતે એ સોએસો…

Read More

એક જ દિવસમાં લાઇફ દરરોજ બે વખત શરૂ થતી હોય છે. એક વાર સવારે, ઘર સે નિકલતે હી, અને બીજી વાર, ઘર પે પહુંચતે હી. એક જગ્યાએ ચેલેન્જ છે પારકાઓને પોતાના કરી જાત પ્રુવ કરવાની. બીજી જગ્યાએ ચેલેન્જ છે પોતાનાઓને પારકા ન થવા દઈને પ્રુવ થવાની. ઘરની બહાર ઉધામા છે, ઉત્પાત છે, ઉચાટ છે. ઘરમી અંદર આશા છે, અપેક્ષા છે, ઇચ્છા છે. આ બે શરૂઆતનો ધી એન્ડ, દરેકેદરેક દિવસ સારો આવે તો બધું બરાબર. બધું બરાબર કરવામાં થાપ ખાધી છે? ડોન્ટ વરી, રિલેક્સ, એક ચેન્જને અબીહાલ ચેલેન્જ તરીકે અપનાવી લો. જે વર્તન ઘરની બહારના લોકો સાથે કરો છો એ ઘરના…

Read More

ચબૂતરામાં ચણ નાખવા તેના ગુંબજ સુધી દોરી જતી સીડી આજે સાવ નિષ્ક્રિય થઈ ગઈ છે. કેબલ્સે પણ ચબૂતરાનો ભરડો લીધો છે આ સ્ટોડિયા ઢોળની પોળ અમદાવાદની સોના-ચાંદી બજાર (જે રાતના ખાણીપીણીના કેન્દ્રમાં ફેરવાઈ જાય છે) માણેક ચોક નજીક આવેલી છે. ખૂબ જૂની આ પોળમાં બહુચર માતાજીનું એક મંદિર છે. કહેવાય છે કે આ મંદિરમાં સ્થાપિત માતાજીની મૂર્તિ અહીંના કૂવામાંથી મળી આવી હતી. આવી આ પોળમાં આવેલો ચબૂતરો અસ્તિત્વના આઠ-નવ દાયકા પૂર્ણ કરી ચૂક્યો છે. લાંબા ઓટલાની એક તરફ આવેલા આ ચબૂતરાની પાસે જ બહુચર માતાજીનું મંદિર આવેલું છે. ચબૂતરાનું નિર્માણ અહીંના માતાવાળા ખાંચાના પંચે કરાવ્યું હોવાની જાણકારી સ્થાનિકો પાસેથી મળે…

Read More

સહેલાં કામ તો સૌ કરે. જ્યારે જ્યારે માણસને એની સગવડતા સાચવીને કશુંક કરવા મળે ત્યારે એને ભાગ્યે જ કંટાળો આવતો હોય છે. પ્રકૃતિ છે. શાંતિથી અને પરસેવો પાડયા વિના જે કામ કરી શકાય એમાં સામાન્યપણે પડકાર હોતો નથી. અર્થાત્, પોતાને જે ફાવી ગયું હોય, જેમાં નિપુણતા કેળવી જ લીધી હોય એ કામ સૌ કરી જાણે. એટલે જ કદાચ લાખો લોકો એકાદ નોકરી પકડયા પછી એને છોડવાનું નામ નથી લેતા અને નવો અખતરો કરવાનો વિચાર સુદ્ધાં નથી કરતા. એકનું એક કામ કર્યે જવામાં નબળાઈ નથી, પણ એકનું એક કામ કરતા જ રહીને પ્રયોગશીલ બનવાનો સ્વભાવ ત્યજી દેવો એ નબળાઈ છે. સહેલાં…

Read More

ભૂતકાળમાં આ ચબૂતરો નમી જવાને લીધે જોખમી થયો હતો. તેથી તેને આધાર આપવા માટે રહેવાસીઓએ તેની ફરતે સિમેન્ટનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું હંસોલના પટેલોની એક જમાનામાં આ પોળમાં બહુમતી હતી. તેમના લીધે આ પોળને હંસોલા પોળ નામ મળ્યું. દરિયાપુરમાં આવેલી આ પોળમાં રાવલિયા વાસ છે અને તેમાં આવેલો લાકડાનો આ ચબૂતરો પણ ઉપેક્ષા અને દુર્લક્ષની કથાનું વધુ એક પ્રકરણ છે. પીળા રંગના મધ્યમ ઊંચાઈએ આવેલા આ ચબૂતરાનો નીચેનો ભાગ બિસમાર અવસ્થામાં છે. એના ઓટલાનો ભાગ તૂટી ગયેલો દેખાય છે. પાસે અંબા માતાજીની તસવીર મૂકી હોવાથી કદાચ અહીં ગંદકી કરવાનું ટાળવામાં આવે છે. ભૂતકાળમાં આ ચબૂતરો નમી જવાને લીધે જોખમી થયો હતો.…

Read More

માણસે એના સંસ્કાર-સંસ્કૃતિ ક્યારેય ભૂલવા ન જોઈએ. સમયની સાથે જો કે આ બેઉ બાબતોમાં સતત પરિવર્તન આવતું હોવા છતાં સંસ્કાર અને સંસ્કૃતિની મહત્તા કાળક્રમે પણ લેશમાત્ર ઓછી થઈ નથી. સોએસો ટકા વાત છે કે સતયુગના સિદ્ધાંતને વળગીને કળિયુગનો માણસ બિલકુલ જીવનનિર્વાહ ન કરી શકે. છતાં જો સંસ્કાર અને સંસ્કૃતિ સર્વોપરી હોય તો એની પાછળની અદ્ભુત વાત કઈ હશે? વિચારવા જેવો મુદ્દો છે. સંસ્કાર અને સંસ્કૃતિની ચિરસ્મરણીય અને અફર ઉપયોગિતાનું હવા કે પાણી જેવું છે. પ્રદૂષણ વિનાની હવા સતયુગમાં પૃથ્વી પર કદાચ હશે પણ આજની વાત અલગ છે. એ જમાનામાં પાણી માટે લોકો નદી કે ઝરણા પર આધાર રાખતા પણ આજે…

Read More