Author: Kalpana Shah

ચોકમાં હોવા છતાં, સદીથી વધુ જૂનો હોવા છતાં આ ચબૂતરામાં ચણ કે પાણીની વ્યવસ્થા કરવાનું કાર્ય કોઈ કરતું નથી એ ખરેખર નવાઈજનક બાબત નથી? દરિયાપુર વિસ્તારની ભંડેરી પોળ પાસે સત્યનારાયણ ચોક છે. આ ચોકમાં લીલોતરીની છાયા માણતો સાત રંગે રંગાયેલો આ ચબૂતરો બેહદ નયનરમ્ય છે. ભંડેરી પોળ ખૂબ મોટી છે અને તેમાં ૪,૦૦૦ જેટલાં ઘર છે. આટલાં બધાં ઘર વચ્ચેના ચોકમાં હોવા છતાં, સદીથી વધુ જૂનો હોવા છતાં આ ચબૂતરામાં ચણ કે પાણીની વ્યવસ્થા કરવાનું કાર્ય કોઈ કરતું નથી એ ખરેખર નવાઈજનક બાબત નથી? આ ચબૂતરાની પાસે ચિંતામણિ મહાદેવનું અને સામે સત્યનારાયણનું મંદિર છે. બેઉ મંદિર આશરે સિત્તેર વરસ જૂના…

Read More

જે થોડીઘણી જગ્યા ચબૂતરાની બાજુમાં ખુલ્લી છે તેમાં પણ વાંસ ખડકી દેવામાં આવ્યા છે. પક્ષીઓ આવા ચબૂતરા તરફ આકર્ષાય તોય કેવી રીતે? મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી,  મને પાનખરની બીક ના બતાવો… કવિ અનિલ જોશીની આ પંક્તિ અમર છે એ હૃદયને ઝંકૃત કરી દેનારી પણ. પ્રકૃતિ, માનવીની જેમ આ પંક્તિની સચોટ ઉપયોગ કરવા જેવી અવદશા ધરાવતા ચબૂતરાને જોવો હોય તો સબેરા મંઝિલના ચબૂતરાને જોઈ લેવો. બાંધકામની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ, શહેરના ઇતિહાસના હિસ્સા સમાન, જમાલપુર વિસ્તારના આ ચબૂતરાનું જાણે સ્થાનિકો માટે અસ્તિત્વ જ નથી! મુસ્લિમ રહેવાસીઓની બહુમાળી ઇમારતો વચ્ચે આવેલો આ ચબૂતરો સો વરસથી વધારે જૂનો છે. સંસ્કૃતિ અને જીવનશૈલીના દ્રષ્ટિકોણથી વિચારતાં…

Read More

આ સ્તંભ પર અત્યારે દેખાતો ચબૂતરો ખાસ જૂનો નથી. વિચાર કરતાં એવું પણ લાગે છે કે ભૂતકાળમાં અહીં લોખંડના ચબૂતરાની જગ્યાએ બીજો કોઈક ચબૂતરો હશે આ રસ્તાનું નામ હતું રિચી રોડ. બજારોથી કાયમ ધમધમતા આ રસ્તાને હવે ગાંધી રોડના નામે ઓળખવામાં આવે છે. સાહિત્યપ્રેમી માટે એ અમદાવાદની શ્રેષ્ઠ પુસ્તક બજાર છે. આવા આ રોડ પર ફૂટપાથ પાસે જ લોખંડનો બનેલો, પ્રમાણમાં મોટી સાઇઝનો ચબૂતરો છે. માણસોથી વ્યસ્ત રહેતા વિસ્તારમાં હોવાથી આ ચબૂતરામાં લોકો આવતા-જતા ચણ મૂકી જાય છે. ચબૂતરાનું નીચેનું પથ્થરનું બાંધકામ અને ઉપરનું બાંધકામ, બેઉ વચ્ચે કોઈ જ મેળ નથી. નીચેના ભાગમાં અસલ દેશી પદ્ધતિએ બનાવવામાં આવેલો ઓટલો અને…

Read More

ચબૂતરાની આસપાસ અતિક્રમણ નહીં થયું હોવાથી પણ તેનું સૌંદર્ય અકબંધ વર્તાય છે. ચણ નાખવા આવતી વ્યક્તિ માટે ચબૂતરા પાસે સીડીની વ્યવસ્થા પણ છે મંગળ પારેખ ખાંચાની અંદર આવેલી રેવાદાસની પોળમાં આવેલો આ ચબૂતરો આશરે ૧૫૦-૨૦૦ વર્ષ જૂનો છે. હાલમાં જ પાલિકાએ તેનું સમારકામ કરાવ્યું છે. સમારકામને લીધે ચબૂતરો જીવંત, મનમોહક અને આગવા ઠસ્સાભર્યો લાગે છે. પથ્થરના આ ચબૂતરાનું નિર્માણ અહીં ઉપાશ્રય બંધાવનાર હીરાલાલભાઈએ જ કરાવ્યું હોવાનું જાણવા મળે છે. અહીંનો ઉપાશ્રય પણ ૧૫૦ વર્ષ જૂનો છે. તેમના પુત્ર નાનાલાલે જમા કરાવેલા ભંડોળમાંથી હજી પણ પોળનાં કાર્યો નિયમિત સંપન્‍ન થતાં રહે છે. આ ચબૂતરાને જાળવવા માટે કોઈ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં…

Read More

ચબૂતરાની નીચે પાણી માટેનું કૂંડું પણ છે. પાંચેક ફૂટ જેટલી ઊંચાઈના પથ્થરના ઓટલા પછી આ ચબૂતરાને લોખંડની જાળીની આડશ સુરક્ષિત બનાવે છે ઢાળની પોળના વિવિઘ ભાગમાં ચબૂતરા આવેલા છે. એમાંનો એક ચબૂતરો અહીંના રસિક ચોકમાં છે. બાલાજી મંદિર અને મસ્જિદ જ્યાં એક જ દીવાલથી એકમેક સાથે બંધાયેલાં છે તેવા આ ચોકનો ચબૂતરો કેવોક છે? પથ્થરમાંથી બનાવવામાં આવેલા સોએક વરસ જૂના આ ચબૂતરાની નીચે ઇલેક્ટ્રિક જંક્શન અને બાજુમાં સ્ટ્રીટલાઇટનો થાંભલો છે. ચબૂતરાની નીચે પાણી માટેનું કૂંડું પણ છે. પાંચેક ફૂટ જેટલી ઊંચાઈના પથ્થરના ઓટલા પછી આ ચબૂતરાને લોખંડની જાળીની આડશ સુરક્ષિત બનાવે છે. તેનો મુખ્ય ભાગ અષ્ટકોણનો બનેલો છે. તેનું બાંધકામ…

Read More

એમ કહો કે અનેકતામાં એકતાનું એ આગવું પ્રતીક છે. લોખંડનો થાંભલો, નીચે લટકતાં વસ્ત્રો થોડી જિર્ણ થયેલી અવસ્થા અને ઉપરનો સાધારણ એવો મુખ્ય ભાગ, એ છે આ ચબૂતરાની વર્તમાન સ્થિતિ આ ચબૂતરાની મુલાકાત લેતી વખતે આસપાસ રહેતા લોકો ખૂબ પ્રેમપૂર્વક કુતૂહલભરી આંખોથી નિહાળવા માંડે છે. રેંટિયા વાડીની મારવાડીની ચાલીમાં આવેલો આ ચબૂતરો ઇતિહાસનો ભાગ નથી. કારણ ચબૂતરાનું નિર્માણ લગભગ ત્રીસેક વરસ પહેલો જ કરવામાં આવ્યું હતું. તેનું સરળ અને કિફાયતી સ્થાપત્ય પણ એ વાતની સાક્ષી પૂરનારું છે. આ વિસ્તારમાં રહેતા નગીનભાઈના પિતાશ્રી સારાભાઈ વાઘેલાએ જીવદયા અને પક્ષીપ્રેમથી પ્રેરાઈને આ ચબૂતરાનું નિર્માણ કર્યું હતું. પિતાના સદ્કાર્યને સન્માન આપતાં નગીનભાઈ આજે એની…

Read More

સમયાંતરે ચબૂતરાના ખુલ્લા ભાગનું સમારકામ પણ થતું રહેતું હોવાથી તેની જમીન પણ વધતે-ઓછે અંશે સમતળ અને પેવર બ્લોક્સથી ઢંકાયેલી રહે છે મુંબઈમાં આવેલા વિશાળ, કોઈ જ સ્થાપત્ય વિના માત્ર ખુલ્લા ચોગાનમાં કાર્યરત ચબૂતરાઓ જાણીતા છે. એવા ચબૂતરાની યાદ અપાવે તેવું સ્થાન, જેને ચબૂતરા કરતાં કબૂતરખાનું કહેવું વધારે ઉપયુક્ત લેખાવી શકાય, તે છે અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં. મોટી સંખ્યામાં કબૂતરો ઉપરાંત અહીં કાગડા, ચકલી વગેરે જાતજાતનાં પક્ષીઓ માટે પેટની ભૂખ ભાંગવાની બહુ જ સરસ વ્યવસ્થા છે, એ પણ વ્યસ્ત વિસ્તાર વચ્ચે. આ કબૂતરખાનું તત્કાલિન મ્યુનિસિપલ કાઉન્સિલર ફિરોઝ મોદીએ કરાવ્યું હતું. ચારેકોર ટ્રાફિકથી સદા કચડાતા રહેતા રસ્તાઓ વચ્ચે સુરક્ષિત કરવામાં આવેલા જમીનના…

Read More

આશરે પોણાબસોની વસતિવાળી આ પોળના રહેવાસીઓ યથાશક્તિ ચણ-પાણી નીરીને ચબૂતરાને કાર્યરત રાખવાનો સંનિષ્ઠ અને સરાહનીય પ્રયાસ કરતા રહે છે રાયપુર વિસ્તારમાં કોટની દેખાય છે પાંચ હાડીનો પોળ. સરસ મજાનો પ્રવેશદ્વાર અને સારી રીતે મેઇન્ટેઇન થતી આ પોળમાં પથ્થરનો એક આકર્ષક ચબૂતરો છે. એનું આયુષ્ય દોઢસો વરસથી વધારેનું હશે અને એની ગણના હેરિટેજ સ્થાપત્યમાં થાય છે. પોળ હશે બસો વરસ જૂની. અમદાવાદ હેરિટેજ વિભાગે પાંચેક વરસ પહેલાં આ ચબૂતરાનું સમારકામ કરાવ્યું હતું. તેના લીધે અત્યારે આ ચબૂતરો ખાસ્સી સારી સ્થિતિમાં હોવાનું પ્રતીત થાય છે. પીળા રંગના આ ચબૂતરાનું સ્થાપત્ય ખરેખર જૂની કારીગરીમાં છુપાયેલી સૂઝબૂઝનો પણ ખ્યાલ આપનારું છે. એની ઊંચાઈ પંદરેક…

Read More

૨૦૦૧ના ધરતીકંપમાં આ ચબૂતરાને નુકસાન થયું હતું. તેના ઘુમ્મટમાં પડેલી તિરાડો આજે પણ દૃશ્યમાન છે અને એ બાબત જોખમી પણ છે એક સમી સાંજે, જરાતરા સૂર્યપ્રકાશ સાથે રોશનીની હરીફાઈમાં ઉતરેલી સ્ટ્રીટલાઇટ વચ્ચે આ પોળમાં જવાનું થાય ત્યારે તરત વિચાર આવેઃ દૂરથી ભવ્ય દેખાતો આ ચબૂતરો જો સરસ રીતે ઉપયોગમાં લેવાતો હોય તો… …વાત તો એટલી ખૂંચે છે કે ના પૂછો વાત. કારણ કે આશરે દોઢેક દાયકાથી આ ચબૂતરો બિલકુલ જેમનો તેમ ઊભો છે. ઊંચા ઓટલા વચ્ચે પથ્થરના થાંભલા પર ઊભેલો આ ચબૂતરો આજે માત્ર ભૂતકાળનાં સુંદર સંસ્મરણોનો સાક્ષી બનીને રહી ગયો છે. આવું કેવી રીતે થયું? દેવીપૂજક સમાજના લોકોની વિશેષ…

Read More

Whether to save money, due to circumstances, or out of necessity, travellers often opt for connecting flights. But what happens if you get stuck mid-journey? Here’s what you need to know. Many people prioritise ticket prices over comfort when booking flights. And why not? Air travel is convenient but expensive. Moreover, post-COVID, flight ticket prices have seen a significant rise, and the previously available discounts and offers have dwindled. Given this, thousands of travellers choose connecting flights over direct ones to save money. For instance, a direct flight from Mumbai to Paris might cost around ₹55,000, whereas a connecting flight…

Read More