Author: Kalpana Shah

એકદમ સમીપ જઈને જુઓ તો ખ્યાલ આવી જાય છે કે ચબૂતરો સાવ ભેંકાર ભાસે છે. જે જર્જરિત થઈ ગયો છે એ ચબૂતરાની સ્થિતિ એનાથી પણ ખરાબ છે રાયપુર વિસ્તારમાં સિદ્ધિની પોળ આવેલી છે. કોટની રાંગના નામે પણ જાણીતી આ પોળમાં ખરેખર બે ચબૂતરા છે. તેમાંનો એક ચબૂતરો પ્રમાણમાં સારી સ્થિતિમાં છે, જ્યારે બીજા ચબૂતરાની સ્થિતિ દયનીય છે. સ્થાપત્યકળાના ઉત્કૃષ્ટ નમૂના જેવા આ ચબૂતરા સો કરતાં વધુ સરસ જૂના છે. ઇમારતોની વચ્ચે મેદાનની વચોવચ આવેલા આ ચબૂતરો ત્રિરંગી છે. પહેલી નજરે જ આ ચબૂતરો ધ્યાન આકર્ષિત કરે છે તેનું કારણ આ રંગો છે. તેનો ષટ્કોણ આકારવાળા મંચ પર ઊભો છ થાંભલા…

Read More

ચબૂતરાને પ્રવૃત્ત રાખવાનું કાર્ય અહીંના રહેવાસીઓ સાથે મળીને સંભાળે છે. પક્ષીઓ ઉપરાંત અહીં ખિસકોલીઓ પણ સતત આવતી રહે છે હજી થોડા મહિના પહેલાં જ આ ચબૂતરાના રિનોવેશનનું કાર્ય પાર પાડવામાં આવ્યું હતું. આ ચબૂતરો આશરે નેવું વરસ જૂનો હોવાની ધારણા છે. પોળ એક જમાનામાં સંપૂર્ણપણે રેસિડેન્શિયલ હતી અને તેની સોએ સો ટકા વસતિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની હતી. અદાણી ગ્રુપવાળા ગૌતમભાઈનું ઘર પણ આ પાડામાં આવેલું છે. ભલે અદાણી પરિવાર હવે આ ઘરમાં રહેતો નથી પણ તેણે ઘરને સરસ મજાના પુસ્તકાલયમાં પરિવર્તીત કર્યું છે. પહેલાં ૧૮૦ ઘર સામે આજે અહીં વીસેક પરિવારો વસે છે. ઘરની ઘટતી સંખ્યાની સામે અહીં દુકાનો અને…

Read More

એક ધ્યાન ખેંચતી બાબત ચબૂતરા પર અવારનવાર લગાડવામાં આવતું બોર્ડ છે. આ બોર્ડ પર રોજબરોજના ઉપયોગની વિગતો ટપકાવવામાં આવે છે આવો, આ ચબૂતરાના શાતાભર્યા પરિસરમાં તમારું હાર્દિક સ્વાગત છે. અહીં તમે સેવા પણ કરી શકો છો, દેરાસરમાં દર્શન પણ કરી શકો છો અને ચાહો તો બાંકડે બેસીને સત્સંગ પણ કરી શકો છો. આ છે કાલુપુર સ્થિત શાંતિનાથની પોળમાં આવેલો ચબૂતરો. આ પોળમાં શાંતિનાથ, ચંદ્રપ્રભુ સ્વામી અને સહસ્ત્રફણા પાર્શ્વનાથનાં દેરાસર છે. આજે જેને અમદાવાદના શ્રેષ્ઠ સંચાલિત ચબૂતરામાં સ્થાન આપી શકાય તેવો અહીંનો ચબૂતરો છે. હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવતા આ ચબૂતરાની ખૂબ સારી રીતે સારસંભાળ રાખવામાં આવે છે. પથ્થરનો બનેલો, ઊંચો આ…

Read More

ક્યારેક અહીં દાણો-પાણી નીરવામાં આવતાં હતાં પણ એનો લાભ બિલાડીઓ વધારે લઈ જતી હતી. ચબૂતરો ધીમે ધીમે બિલકુલ નિષ્ક્રિય થઈને રહી ગયો ખાડિયા વિસ્તારમાં આવેલો શંભુ ચોકનો ચબૂતરો પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે. તેના એકમાત્ર સ્તંભ પર કોતરવામાં આવેલી વિગતો મુજબ સંવત ૧૯૬૮માં માગસર સુદ પૂનમે તેનું નિર્માણ થયું હતું. આખા દેશમાં પ્રસરી ગયેલા કેબલ્સના જાળાંની જેમ આ ચબૂતરાને પણ વિવિધ કેબલ્સ વળગ્યા છે. બગડા વાડ, પખાલીની પોળના પંચે જેનું નિર્માણ કરાવ્યું એવા આ ચબૂતરાની વિગતો રોચક છે. થોડાં વરસો પહેલાં આ ચબૂતરો ઝૂલવા માંડ્યો હતો. એ પછી પંચે સ્થિતિ પારખીને ચબૂતરાની સીડી કઢાવી નાખવા સાથે તેની નીચે ઓટલો પણ બંધાવ્યો…

Read More

દરેક દૃષ્ટિએ પારેવાં માટે શ્રેષ્ઠસ્થાન હોવા છતાં યોગ્ય વ્યવસ્થાની કમીએ આ ચબૂતરો રેઢો પડ્યો છે. ના અહીં દાણા નખાય છે કે નથી આવતાં પારેવાં મહોલ્લા માતા કી જય અને જય અંબે જેવાં લખાણ ધરાવતા પીળા રંગથી સુશોભિત આ ચબૂતરાનો ઢાંચો ઘણા ચબૂતરાથી જુદો છે. આશરે પોણાબસો વરસ જૂનો હશે આ ચબૂતરો. શામળાની પોળમાં કુલ બે ચબૂતરા છે, જેમાંના બીજા ચબૂતરાનું પ્લેટફોર્મ અને થાંભલા કોંક્રીટના છે. ઉપલો ભાગ લાકડાનો છે જે પૂર્વવત્ અવસ્થામાં જાળવી રાખવામાં આવ્યો છે. શામળાની પોળ ૪૦૦ વરસની તવારીખ ધરાવે છે. પોળમાં શામળાજી પાર્શ્વનાથ, શ્રેયાંસનાથ, મહાવીર સ્વામીનાં દેરાસર અને પાર્શ્વચંદ્ર સૂરિશ્વરજીનું ગુરુમંદિર પણ છે. પીળા રંગથી ઓપતો આ…

Read More

રિનોવેશન પછી ચબૂતરો વધારે સારી રીતે કાર્યરત છે. વળી નવરાત્રિની ઉજવણી વખતે ચબૂતરાને એટલી સરસ રીતે શણગારવામાં આવે છે કે જોનારા ખુશ થઈ જાય ઓછી જગ્યા રોકતો, નાનો છતાં મજાનો આ ચબૂતરો એટલે લાકડાના એક સ્તંભ પર ઊભું માળખું. ખાસ્સી જૂની આ પોળના આ ચબૂતરાનું આ મૂળ માળખું નહીં હોય. તેવું એટલે કહી શકાય કે હજી ત્રણ-ચાર વરસ પહેલાં જ એક સ્થાનિક રહેવાસીએ તેનું સમારકામ કરાવીને તેને પુનઃ કાર્યરત કર્યો હતો. વાણિયા, બ્રાહ્મણ અને પટેલોનાં અહીં ત્રીસેક ઘર છે. આશરે ૮૦-૮૫ વરસથી પોળમાં ચબૂતરાનું અસ્તિત્વ રહ્યું છે. પહેલાં અહીં માટીનું એક કૂંડું રાખવામાં આવતું હતું. બિલાડીને કારણે વારંવાર એ કૂંડું…

Read More

વાહનવ્યવહાર અને શોરબકોરને લીધે પક્ષીઓ આ ચબૂતરા તરફ ખેંચાઈ આવે તો પણ તેમની સુરક્ષાનો પ્રશ્ન વિચાર માગી લેનારો બની ગયો છે આ ગોળાકાર ચબૂતરો જૂના અમદાવાદની ફરતે આવેલા દરવાજાઓમાંના એક એવા શાહપુર ગેટ પાસે આવેલો છે. ગોળાકાર આ ચબૂતરો આજે તો ચબૂતરો કહી શકાય તેવું એકપણ લક્ષણ ધરાવતો નથી. હા, આસપાસની ગંદકી, નીચે પડેલો સામાન અને અહીં જ વસવાટ કરનારા લોકોને લીધે એ એક ક્ષુલ્લક સ્થાપત્ય જરૂર છે! શાહપુર દરવાજાનો (જે આજે રહ્યો નથી) વિસ્તાર મેદની અને વાહનથી સતત ધમધમતો રહે છે. એની વચ્ચે સો કરતાં વધુ વરસથી જૂનો આ ચબૂતરો ઝંખવાઈ ગયેલા બ્લ્યુ રંગના સ્તંભ અને લીલા રંગના ગુંબજ…

Read More

એ માટે તો સૌપ્રથમ ચબૂતરા આસપાસની ગંદકીથી છુટકારો મેળવવો પડે. પછી પક્ષીઓ અહીં આવે તેના માટે કાયમી વ્યવસ્થા સર્જવી પડે ના ના ,જે માનવીઓએ આટલા સુંદર ચબૂતરાનું નિર્માણ કર્યું હોય તે પોતે એને આટલો હલધૂત કરી જ શકે નહીં. જો આ ચબૂતરાનો માત્ર ઉપલો ભાગ જોવામાં આવે તો ચકળવકળ થતો આંખો ખૂબ રાજી થાય. જેવી નજર નીચેના ભાગમાં જાય કે ધ્રાસ્કો પડી જાય. કારણ આ ચબૂતરા નીચેના ભાગને રીતસર ઉકરડો બનાવી નાખવામાં આવ્યો છે. અવહેલના અને ઉપેક્ષાની જાણે હદ જોઈ લો! ચોતરફ પાર્ક કરવામાં આવેલાં વાહનો, બાજુથી બનેલું બોક્સ, પારાવાર ગંદકી વગેરેને લીધે શાહપુર દરવાજાના ખાંચામાં આવેલો પથ્થરનો આ ઉત્કૃષ્ટ…

Read More

આ ચબૂતરાના સ્થાપત્યમાં ધ્યાન આપવા જેવું ભલે કશું નથી પણ આ ચબૂતરામાં નિયમિત ચણ મૂકવામાં આવે છે એ બહુ જ સરાહનીય વાત ગણાય! શાહપુરમાં શાહજહાં મહોલ્લો છે. ત્યાં જ સહજાનંદ સ્ટ્રીટમાં આવેલા આ મહોલ્લામાં વૃક્ષની નજીક ધાતુમાંથી બનેલો એક સાદો લાગતો ચબૂતરો છે. સિદ્ધિવિનાયકના મંદિરની સામે જ મહોલ્લાના ચોકમાં આવેલા આ ચબૂતરાના સ્થાપત્યમાં ધ્યાન આપવા જેવું ભલે કશું નથી પણ આ ચબૂતરામાં નિયમિત ચણ મૂકવામાં આવે છે એ બહુ જ સરાહનીય વાત ગણાય! વણકર પરિવારનાં બહુમતી ઘરો આ મહોલ્લામાં છે. સાથે અન્ય સમાજના લોકો અને મુસ્લિમો પરિવારો પણ અહીં વસે છે. આ વિસ્તાર સતત ધમધમતો રહે છે. ચબૂતરાની સામે ઊંચી…

Read More

આનંદની જોકે અહીં જ અવધિ આવી જાય છે કારણ ચબૂતરાના ઓટલાનો ખાસ્સો ભાગ પાસે જ બનાવવામાં આવેલા મકાનમાં દબાઈ ગયો છે જુઓ તો આંખ ઠરે પણ સ્થિતિ સમજો તો હૃદય રડે. મહાપાલિકાએ આ ચબૂતરાની કાળજી રાખવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા હોવા છતાં વાસ્તવિકતા એક જ છે: સેવકરામના ખાંચાના આ ચબૂતરા સાથે હવે કોઈને કશી નિસબત નથી. ભલેને એ શહેરની પોળોમાં આવેલા સૌથી જૂના ચબૂતરામાંનો એક કેમ ના હોય? આ ચબૂતરો કોણે બંધાવ્યો, ક્યારે બંધાવ્યો તેની કોઈને જાણ નથી. જમાલપુરમાં જ્યાં ચબૂતરો આવેલો છે ત્યાં આજે માત્ર મુસ્લિમ પરિવારો વસે છે. પહેલાં અહીં હિંદુઓની, કદાચ જૈનોની વસતિ હશે એ વાત ચબૂતરાને નિહાળીને…

Read More