Author: Kalpana Shah

બારીક કોતરકામવાળા ચબૂતરા અમદાવાદમાં ઓછી સંખ્યામાં છે. છતાં, નવાઈની વાત એ છે કે હવે એ સદંતર ઉપેક્ષિત જણસ બનીને રહી ગયો છે જૈન મંદિર ધરાવતી વાઘેશ્વરીની પોળ ખૂબ ઐતિહાસિક સ્થાન છે. આ પોળમાં એક સમયે આપણી સંસ્કૃતિનાં અનેક પાસાં ચમકતાં હતાં. કથાકારો અને બહુરૂપીઓ આ પોળમાં નિયમિત આવતા હતા. વાઘેશ્વરીની પોળમાં, ભારતીય જીવનશૈલીને ઉજાગર કરતો સુંદર નકશીકામવાળો એક ચબૂતરો દરેક જણને નજરે પડે તેમ વચોવચ છે. પોળમાં આવેલા માતાજીના આશરે ૨૦૦ વરસ જૂના મંદિરના નામ પરથી તેને એનું નામ મળ્યું છે. આ ચબૂતરો ખરેખર બેનમૂન ગણાય તેવો છે. આટલા બારીક કોતરકામવાળા ચબૂતરા અમદાવાદમાં ઓછી સંખ્યામાં છે. છતાં, નવાઈની વાત એ…

Read More

ચબૂતરા નીચે પડ્યો રહેતો સામાન જોકે અજાણ્યાની આંખને કઠે તેવો છે. પક્ષીઓ માટેના આ સ્થાનને એનાથી મુક્તિ મળે તે ઇચ્છનીય છે શાહપુરમાં આવેલી વઢવાણી મહેતાની પોળ ખૂબ જાણીતી છે. અહીં બિરાજમાન પીરળાખાના મંદિરની આસપાસ જ નહીં પણ દૂર-દૂર વસતા લોકોના મનમાં પ્રશ્ન ખૂબ મહાત્મ્ય ધરાવતા પીરળાખાના મંદિરની લગોલગ આવેલો છે એક ચબૂતરો. અનન્ય ધાર્મિક વાતાવરણમાં શ્રદ્ધાળુ રહેવાસીઓના સંકલ્પે થોડાં જ વર્ષો પૂર્વે નિર્માણ પામેલો આ ઇંટનો ચબૂતરો સારી રીતે કાર્યરત છે. આ પોળમાં કુલ બાવન ઘર છે, જેમાં ૧૦ જૈન પરિવારોનાં ઘર છે. પટેલ અને બ્રાહ્મણ સમુદાય પણ અહીં વસે છે. બધા રહેવાસીઓ જીવદયાપ્રેમી છે. પહેલાં અહીં ચણ નાખવા માટે…

Read More

ખાસ્સા લાંબા સમય સુધી એ નિયમો અમલમાં રહ્યા. પછી જોકે નિયમો એક કોરાણે રહી ગયા અને દાણા-પાણી માટેની ગોઠવણ પણ તડકે મુકાઈ ગઈ રાયપુરમાં કોઠની પોળ પાસે વચલી શેરીમાં પથ્થરનો એક આકર્ષક ચબૂતરો છે. આ ચબૂતરો ઘણા લોકો માટે પ્રોત્સાહક વિશેષતાઓ ધરાવે છે. તેમાંની સૌથી મહત્ત્વની વિશેષતા એટલે તેના સંચાલન માટે નવયુવાનોએ ઉઠાવી લીધેલી જવાબદારી. સોએક વરસ જૂના આ ચબૂતરાનું મૂળ સ્ટ્રક્ચર આજે પણ એકદમ સારી સ્થિતિમાં જળવાયેલું છે. એના માટે શ્રેય આપવો પડે એના સમયાંતરે થતા રહેલા જિર્ણોદ્ધારને અને રહેવાસીઓએ તેની આપ્તજનસમી લીધેલી કાળજીને પોળના પંચે દસેક દાયકા પહેલાં આ ચબૂતરાનું નિર્માણ કરાવ્યા પછી સતત તેની જાળવણી માટે યોગ્ય…

Read More

ઊંચી ગલીના બધા રહેવાસીઓ હળીમળીને સ્વેચ્છાએ ચબૂતરાની દેખભાળ રાખે છે. સ્થાનિક લોકોએ જ ફંડ એકઠું કરીને ૧૯૯૯માં આ ચબૂતરાનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો શામળાની પોળના વાઘજી પાડામાં આવેલા આ ચબૂતરાને સ્થાનિકો વાઘજી પાડાની પરબડીના નામે ઓળખે છે. વાઘજી પાડો સહેજ ઊંચાઈવાળા વિસ્તારમાં હોવાથી એને ઊંચી ગલી પણ કહેવાય છે. અહીં આવેલો લાકડાનો ચબૂતરો આશરે ૧૫૦થી ૧૭૫ વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. સુંદર કોતરકામ ચબૂતરાને ધ્યાનાકર્ષક બનાવે છે. તેની આસપાસ કોંક્રીટની પાળ છે. થાંભલાના ટેકે ઊભો આ ચબૂતરો બાંધકામની દૃષ્ટિએ જુઓ તો મજબૂત અવસ્થામાં છે. વરસો પહેલાં અહીં ધાર્મિક કાર્યો કરવા માટેનું ફંડ ઊભું કરવા રચાયેલું વાઘપાડા નામનું પંચ આજે પણ…

Read More

ચબૂતરાના સ્થાપત્યને નિહાળતાં તેમાં કોતરવામાં આવેલાં શિલ્પોને ઘડીકવાર જોતા રહેવાનું સહજ મન થાય છે. ઉપરનો ગુંબજ પણ સાચે જ મજાનો છે  ખાડિયા સ્થિત રાયપુર ચકલાની પાસે જ તુળજા ભવાની મંદિર આવેલું છે. અહીંની પોળનું નામ પણ માતાજીના આ મંદિર પરથી પડ્યું છે. આસોપાલવના વૃક્ષની પાસે આવેલા અહીંના ચબૂતરાનું પથ્થરનું સ્થાપત્ય બેહદ આકર્ષક છે. એની યોગ્ય જાળવણી ભલે થઈ નથી પણ એના પર કરવામાં આવેલું રંગરોગાન તેના પર દ્રષ્ટિ ઠરાવવા માટે પૂરતી છે. સદાય કાર્યરત રહેલા આ ચબૂતરામાં દૈનિક ચણ અને પાણીનો પ્રબંધ થાય છે જે આનંદની બાબત છે. આ ચબૂતરો ક્યારે બંધાયો હશે એની જાણકારી ઉપલબ્ધ નથી. પણ સ્થાપત્ય જોતાં…

Read More

કોઈ લાંબી પિષ્ટપિંજણ નહીં માત્ર લોખંડના એક થાંભલા પર ગોળાકાર ભાગ, જેની આસપાસ કૂંડાં મૂકવા માટેની વ્યવસ્થા અને છાંયડા માથે છાપરું જમાનો બદલાય છતાં ઘણા માનવીના સંસ્કાર-સમજણ અને જીવદયાના ભાવ બદલાતા નથી. દરિયાપુરમાં આવેલો ત્રણ શેરીનો ચબૂતરો પણ એ વાતનો પુરાવો છે કે ચબૂતરાની મહત્તા સમજનારા લોકો આજે પણ આપણી વચ્ચે છે. હજી તો બારેક વરસ પહેલાં જ આ ચબૂતરો બાંધવામાં આવ્યો હતો. કોઈ લાંબી પિષ્ટપિંજણ નહીં માત્ર લોખંડના એક થાંભલા પર ગોળાકાર ભાગ, જેની આસપાસ કૂંડાં મૂકવા માટેની વ્યવસ્થા અને છાંયડા માટે માથે છાપરું. સામાન્ય કદના માનવીનો હાથ પહોંચી શકે તેટલી ઊંચાઈ પર આ ચબૂતરાનો મુખ્ય ભાગ આવેલો છે.…

Read More

આ ચબૂતરો બે વિરોધાભાસ એકસાથે આપણી આંખ સામે લાવે છે. એક તો એ કે એનો ઉપલો ભાગ બેહદ સુંદર છે તો બીજો એ કે તેનો ઓટલાનો ભાગ ત્વરિત સમારકામ માગે તેટલો દુર્દશામાં છે ટંકશાળની પોળમાં એક નહીં પણ બે ચબૂતરા છે. તેમાંનો એક એટલે પથ્થરનો બનેલો અત્યંત મનમોહક ચબૂતરો. અષ્ટકોણનો બનેલો આ ચબૂતરો પોળોના સૌથી જૂના ચબૂતરામાંનો એક હશે. આ ચબૂતરો આશરે ૪૦૦ વરસથી વધુ જૂનો હશે. આ ચબૂતરો બે વિરોધાભાસ એકસાથે આપણી આંખ સામે લાવે છે. એક તો એ કે એનો ઉપલો ભાગ બેહદ સુંદર છે તો બીજો એ કે તેનો ઓટલાનો ભાગ ત્વરિત સમારકામ માગે તેટલો દુર્દશામાં છે.…

Read More

સ્વાભાવિક છે કે વેપારી કેન્દ્ર બની ગયેલી પોળમાં ચબૂતરા તરફ લક્ષ આપવાની ફૂરસદ ભાગ્યે જ કોઈને મળે. એમાં વળી પોળના સંચાલન-દેખરેખ માટે કોઈ પંચ પણ નથી વ્યવસ્થિત સ્થાપત્ય, ધ્યાનાકર્ષક કાળો દરવાજો, ઉપર અષ્ટકોણ આકારનો ચબૂતરો અને તેના માથે શિખર આકારની છત. ટંકશાળની પોળમાં આવેલા સરસ મજાનો આ ચબૂતરો આશરે ચાર સદી જૂનો છે. એક જમાનામાં જહાંગીર બાદશાહે આ પોળમાં ટંકશાળની સ્થાપના કરી હતી. એ ટંકશાળમાં જ આપણા પ્રિય કવિ અખો એક અધિકારી તરીકે સેવા આપતા હતા. એ ટંકશાળ પરથી જ આ પોળને એનું નામ મળ્યું છે. ટંકશાળની પોળમાં એક સમયે સંપૂર્ણપણે જૈનોની વસતિ હતી. આ પોળ ચબૂતરા કરતાં પણ જૂની,…

Read More

નીચેના ભાગમાં ગંદકી નથી તેથી ચબૂતરો અન્યથા આંખો માટે અશાતનારૂપ નથી બનતો. ચબૂતરાના ઉપરના ભાગમાં માત્ર આરસીસી સ્ટ્રક્ચરના ટુકડા બચ્યા છે આશરે પોણી સદી પહેલાં જેનું નિર્માણ ખૂબ આશાપૂર્વક કરવામાં આવ્યું હતું એવો ખાડિયા વિસ્તારનો સુથાર વાડનો ચબૂતરો આજે જુઓ તો એના માટે કયા શબ્દો કહેવા પડે? એક ભાંગ્યોતૂટ્યો સ્તંભ છે આ તો. કડવું છતાં વરવું સત્ય છે આ. પોળના પંચે બનાવેલા આ ચબૂતરાના અવશેષ સિવાય આજે એના મૂળ બાંધકામની કોઇ નિશાની બચી નથી. એનાથીયે આગળ જતાં દુ:ખ પહોંચાડતી એ વાત પણ જાણવા મળે છે કે પહેલાંનો જે ચબૂતરો અહીં એ તો અત્યારે દેખાતા સ્તંભની પહેલાં જ નામશેષ થઈ ગયો…

Read More

આ ચબૂતરા પર ટ્યુબલાઇટ માટેની પટ્ટી તથા બલ્બનું હોલ્ડર વગેરે લગાડવામાં આવ્યાં છે. એના લીધે ચબૂતરાની શોભા ઝંખવાય છે કાલુપુરમાં દોશીવાડાની પોળ છે. ત્યાં સીમંધર સ્વામીની ખડકીમાં લાકડાનો એક ખૂબ જૂનો અને જોવો ગમે તેવો ચબૂતરો છે. ખડકીના પંચની જગ્યા પર ઊભેલો આ ચબૂતરો ૪૦૦ વરસ જૂના જગવલ્લભ દેરાસર અને સીમંધર સ્વામી દેરાસર વચ્ચે ઊભો છે. બેઉને લીધે આ ખડકીને આગવું આકર્ષણ પ્રાપ્ત થાય છે. આસપાસ રહેતા લોકોને આ ચબૂતરાનું નિર્માણ કોણે કરાવ્યું તેના વિશેની વિશ્વસનીય માહિતી ખબર નથી. સરળ વિચાર કરતાં એમ માની શકાય કે દેરાસરનું જેણે નિર્માણ કરાવ્યું હશે એ વ્યક્તિએ જ ચબૂતરાનું નિર્માણ પણ કરાવ્યું હશે કેમ…

Read More