Author: Kalpana Shah

In a one-sided Champions Trophy match on Sunday in Dubai, India chased down Pakistan’s target of 241 runs in just 42.3 overs. Player of the Match Virat Kohli smashed an unbeaten 51st ODI century. Lifting the spirits of Indian fans, Team India handed Pakistan a crushing defeat. Despite winning the toss, Pakistan failed to capitalise on the advantage. Both in batting and fielding, they looked completely lacklustre and ineffective. Kohli’s century was not just match-defining but also took him past 14,000 runs in ODIs—a major career milestone. The high-voltage match at Dubai International Stadium began in the afternoon. Under Mohammad…

Read More

પાકિસ્તાનના 241 રનના લક્ષ્યાંકને ભારતે 42.3 ઓવરમાં આંબી લીધું. મેન ઓફ મેચ વિરાટ કોહલીએ અણનમ રહી કારકિર્દીની 51મી વન-ડે સદી ફટકારી. ભારતનું સેમી ફાઇનલમાં પહોંચવું લગભગ તય. પાકિસ્તાન પર ટુર્નામેન્ટ બહાર ફેંકાઈ જવાનો ભય. ભારતીયોની આશાને ચાર ચાંદ લગાડતાં આપણી ક્રિકેટ ટીમે રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને ભૂંડો પરાજય ભેટ દીધો હતો. ટોસ જીતવા છતાં પાકિસ્તાન એનો કોઈ ફાયદો ઉઠાવી શક્યું નહોતું. પહેલાં બેટિંગ અને પછી ફિલ્ડિંગમાં પાકિસ્તાન સદંતર નિસ્તેજ અને અસમર્થ ટીમ સાબિત થયું હતું. મેચમાં વિરાટ કોહલીએ શાનદાર શતક નોંધાવવા સાથે વન-ડે કારકિર્દીના 14,000 રનનું મહત્ત્વનું સીમાચિહ્ન પાર કર્યું હતું. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી કટ્ટર પ્રતિસ્પર્ધીઓ વચ્ચેની મેચનો બપોરે…

Read More

Imagine walking through a lively street. People speak different languages, follow different customs, yet live in harmony. An immigrant family runs a café where everyone feels welcome. A same-sex couple walks freely without fear. A mosque, church, and temple stand side by side. This isn’t a dream. It’s a reality in some of the world’s most tolerant nations. But what makes a country truly tolerant? Is it just about having no conflict? Or strong laws that protect rights? True tolerance goes beyond that. It’s about celebrating diversity. It’s about open dialogue. It’s about seeing differences as strengths, not threats. Some…

Read More

આ ચબૂતરાની અવદશાથી વાકેફ, એ પછી પણ જીવદયા કરવાને સદા તત્પર રહેતા નાગરિકો એવી ભાવના ધરાવે છે. તેનું નવનિર્માણ થાય. પણ કરે કોણ? કાલુપુર વિસ્તારમાં આવેલા જૂના મહાજન વાડાના ચબૂતરાને હવે ખરેખર ચબૂતરો કહેવો કે નહીં એ એક દ્વિધાભર્યો પ્રશ્ન છે. નામમાત્ર જે હયાત છે, હસ્તી નહીં પણ નર્યું જાણે હાડપિંજર છે એવા આ ચબૂતરાના રોમેરોમમાંથી જાણે આંતર્નાદ સંભળાઈ રહ્યો છેઃ હે માનવી, મને તારા થોડાક સ્નેહની, લક્ષ્યની જરૂર છે. લાકડામાંથી બનાવવામાં આવેલા આ ચબૂતરાનું નિર્માણ દોઢેક સદી પહેલાં કરવામાં આવ્યું હતું. પક્ષીઓની સેવા માટેના આ ચબૂતરાના સર્જનનું શ્રેય કંસારા સમાજના સદ્‌ગૃહસ્થ પોપટલાલ મગનલાલ ઠક્કરને જાય છે. આ પોળમાં મોટાભાગે…

Read More

1 ”કેમ છો?” ‘બસ, બેઠા છીએ.” ઘણાં પરિપકવ માણસો, ખાસ તો વેપારીઓ કોઈકને મળે અને કેમ છો જેવા પ્રશ્નનો સામનો કરે ત્યારે શાંતિપૂર્વક જવાબ આપે, ”બસ બેઠા છીએ.” નવાઈની વાત છે કે અનુભવે ઘડાનારા, લાખો-કરોડોથી ઉથલપાથલ કરનારા ભલા કેવી રીતે અમસ્તા બેસી શકે? થોભો થોભો આવું જ્યારે વિચક્ષણ અને બુદ્ધિશાળી માણસ કહે ત્યારે એનો ભાવાર્થ સમજવો પડે, શબ્દો પાછળ ન દોડાય. બેઠા છીએ એનો જૂજ માણસોના સંદર્ભમાં અર્થ થાય છે કે રોજ નવું કંઈક શીખીએ છીએ. ઉત્તેજના, ઉતાવળ અને હાયવોયથી પર એવા ડાહ્યા લોકો જ્યારે હળવાશભરી રીતે બેઠા છીએ એમ કહે ત્યારે માની લેવાનું કે એમની નવરાશમાં પણ કોઈક ગજબની…

Read More

વિશ્વભરની ધરતી આમ જુઓ તો સાવ એક જ અને છતાં વિચારો તો એમાં અપાર વૈવિધ્ય પણ ખરું. રણની રેતથી સાવ જુદી જમીન હરિયાળા ખેતરની અને કાદવવાળી જમીનથી સાવ જુદી જમીન કાંપવાળી જમીન માણસનું પણ સાવ કંઈક આવું જ. આમ એ આખો અને અખંડ પણ સંજોગ, સમય, સ્થિતિને આધારે એ બદલાતો જ રહે. પોતીકાઓમાં ખીલે માણસ અને પારકા વચ્ચે વીલો પણ પડે. ક્યારેક તાજગીથી ઝગમગે માણસ તો ક્યારેક ઉદાસીમાં ગરકાવ પણ થઈ જાય. આપણા વ્યક્તિત્વના રણમાં પહોંચી જવાનું બને ત્યારે શું કરવું જોઈએ? બીજા શબ્દોમાં કહીએ તો ચોતરફથી ઘેરાયેલા હોઈએ અને રસ્તો સૂઝે નહીં ત્યારે શું કરવું જોઈએ? પહેલી વાત એ…

Read More

આજના માણસ જેટલો સુખી કદાચ કોઈ વખતનો માણસ નહોતો અને કદાચ દુઃખી પણ આજે અઢળક સાધન-સગવડ છે તો સાથે જ સંતાપ અને સમસ્યા પણ છે. જાતજાતના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ અને ભાતભાતની દવાનો ડુંગર છે. ભરપૂર તો પૈસા છે અને એને માણવા જ દે નહીં એવી બિનજરૂરી વ્યસ્તતા છે. માણસના મનોરંજનનું માધ્યમ સાત્ત્વિક વાચનથી બદલાઈને બીબાંઢાળ ટેલીવિઝન થઈ ગયું છે. પૌષ્ટિક ખોરાકની જગ્યાએ દેખાવડી પણ ઓછી ગુણકારી વાનગીઓ આપણી જીવનશૈલીનો ભાગ બની ગઈ છે. ગણી ગણાય નહીં એટલી વિરોધાભાસી સ્થિતિઓ અત્યાધુનિક જમાનામાં વ્યાપ્ત છે. કેવી રીતે માણસ એવી જિંદગી જીવી શકે જેનાથી એ આવી સ્થિતિમાં પણ આદર્શ જીવન માણી શકે? થોડાક સાદા…

Read More

અહીં બેશક મોકળાશ રહી હશે પણ આજે આ ચબૂતરો જાણે બાંધકામો વચ્ચે અટવાઈ ગયેલો છે. વેપારી વિસ્તારને લીધે ચબૂતરાની નીચે ગંદકી પણ સતત થતી રહે છે રૂપવાન, ગૌરવશાળી અને ગમતીલા આ સ્થાપત્યની આસપાસ કોણે કેબલ્સનાં ગૂંચળાં ભરાવ્યાં છે? એ વળી એક વેપારીએ શા માટે તેની મહત્તા સમજ્યા વિના એની એક તરફ પોતાની જાહેરાત કરતું બોર્ડ ટાંગી દીધું છે? કોઈક તો એટલું જાણો કે આ ચૂબતરો વિસ્તારનું ઘરેણું છે! કાલુપુરમાં આવેલી કાળુશીની પોળનો ચબૂતરો માત્ર દેશના નહીં, વિદેશી પર્યટકોને પણ સતત આકર્ષે છે. સોએક વરસ જૂના આ ચબૂતરાનું સરસ ઝરુખાઓ અને થાંભલાઓવાળું કોતરકામ કોઈનેય લોભાવવાને સક્ષમ છે. તેનું નિર્માશ કાળુશાહ શેઠે…

Read More

વિચાર કરવો એટલે ખરેખર શું કરવું? કોઈપણ માણસને જો એમ કહીએ કે જે કરજો એ વિચારીને કરજો, તો સવાલ એ આવે છે કે માણસ વિચાર્યા વિના રહી જ શકતો નથી તો વિચાર્યા વિના એ કંઈ પણ કરી કેવી રીતે શકે? વિચારવું અત્યંત સાહજિક પ્રક્રિયા છે. શ્વાસની જેમ એ સતત ચાલ્યા જ કરે છે. છતાં વાતે વાતે એવી સ્થિતી સર્જાતી હોય છે જેમાં માણસે ખરેખર જ વિચારીને પગલું ભરવાનું હોય છે. વિચારમાં ચાર પણ છે. આ ચાર એટલે શું? કદાચ એમ કહી શકો કે જીવન પર દૂરગામી અસર કરનારો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એના પર પૂરી ચાર વખત વિચાર કરવો…

Read More

એક સર્વે કહે છે, મોબાઇલ વાપરતો દર બીજો માણસ એની ચોકલેટ કે મીઠાઈને એકવાર તિલાંજલિ દઈ દેશે, પણ મોબાઇલ વગર નહીં રહે. એવું છે કે હવે તો જેટલાં મોઢાં તેટલા મોબાઇલ. મોડર્ન વર્લ્ડમાં હવે મોબાઇલ વાપરવાની સભ્યતાના ક્લાસ પણ મોટા પાયે શરૂ કરવા જોઈએ. એટિકેટની જેમ એને મોબિકેટ જેવું કાંઈક નામ આપી દેવું જોઈએ ઘણાને ભીડ વચ્ચે મોબાઇલ પર એમ વાત કરવી ગમે જેમ ટોળા સામે માઇક પર ભાષણ દેતા હોય. ઘણા ઓફિસની શાંતિ, સિસ્ટમને બિનધાસ્ત તોડીફોડી નાખવા મોબાઇલને હથિયાર તરીકે વાપરે. ઘણા બિનજરૂરી બડાશ હાંકવા મોબાઇલ પર મોટી મોટી હાંકે. ઘણા વળી પોતે નવરા હોય તેથી, ટાઇમ પાસ તો…

Read More