Author: Mukesh Pandya

કોઈપણ વસ્તુ કે સિસ્ટમનું સર્જન થાય એ પૂરતું નથી, પણ પછી એ કાયમી કાર્યરત રહે છે કે નહીં એટલે કે મેઇનટેઇન રહે છે કે નહીં એ જોવું પણ ઘણું અગત્યનું છે. નવી કાર લીધી હોય અને એને મેઇનટેઇન રાખી હોય તો અંદર બેસાનારા સુખેથી પ્રવાસ કરી શકે છે. એ જ રીતે પૃથ્વીનું સર્જન થયું પછી એને મેઇનટેઇન રાખવી પડે. આ માટે કુદરતે ઘણા વિકલ્પ પોતાની પાસે રાખ્યા છે, જેમ કે ચોમાસામાં વરસાદના પાણીથી વાતાવરણ તેમ જ પૃથ્વીની અશુદ્ધિઓને ધોવી, શિયાળામાં વાયુસ્નાન કરાવવું અને તેથી પણ કંઈ બાકી રહી ગયું હોય તો ઉનાળામાં સૂર્યનાં પ્રખર કિરણો પૃથ્વીને હાનિકારક તત્ત્વો કે જંતુઓથી…

Read More

ભાદરવો મહિનો એટલે સૌથી વધુ ગરમ મહિનો. ઉનાળાની ગરમી કરતાં પણ આ ગરમી વધુ અને તેય પાછી રોગ ફેલાવનારી! આ મહિનામાં મસ્તકને ઠંડું અને શાંત રાખનારા ગણપતિનો જન્મ થાય તે સર્વથા યોગ્ય છે. અષાઢ સુદ પૂનમથી કારતક-સુદ પૂનમ આ વર્ષાઋતુ દરમિયાન તામસી પ્રકૃતિનું વર્ચસ્ વધી જતું હોય છે. શરીરમાં કફ અને પિત્તનું પ્રમાણ વધી જતું હોય છે. આથી મનુષ્યના માનસિક અને શારીરિક જીવન પર વિપરીત અસર થાય છે. આ અસર ખાળવા ગણપતિની પૂજા, જાપ અને તેમના પૂજનમાં વપરાતી વસ્તુઓ વૈજ્ઞાનિક રીતે કેટલી ઉપયોગી છે તે ક્રમવાર જોઈશું. ચોથ અને ગણપતિ: જે રીતે રેડિયો અને ટેલિવિઝન અને મોબાઇલ ફોનના અનેક તરંગો…

Read More

ગ્લોબલાઇઝેશન યુગમાં ભારતના ઇતિહાસનું વર્તમાન ચિત્ર જોતાં થોડાઘણા પણ વિચારવંત લોકોના મનમાં બે સવાલો અવારનવાર ચમક્યા વગર નહીં રહેતા હોય. પહેલો સવાલ એ કે ધાર્મિક વિધિવિધાનો, પૂનર્જન્મ, કર્મના સિદ્ધાંત, વ્રતો, તહેવારો, રીતરિવાજો વગેરે બધું ભારતમાં જ કેમ છે? બીજો સવાલ એ છે કે પ્રાચીનકાળમાં ભવ્ય સંસ્કૃતિ અને સમૃદ્ધિ ધરાવતું હોવા છતાં આજે અવિકસિત દેશોમાં આપણું સ્થાન કેમ? જ્યારે પશ્ચિમના દેશો આટલા વિકસિત કેમ? પહેલા સવાલનો વિચાર કરીએ તો આત્મા અને પરમાત્મા વિશેનું જેટલું ચિંતન ભારત ભૂમિ પર થયું છે એટલું બીજે ક્યાં થયું નથી. (જોકે હવે તેની શરૂઆત થઈ છે.) આ સાથે તેમને ઓળખવા અને પામવાના સાધન રૂપ શરીર અને…

Read More

શિયાળામાં મકાનની અગાશી, ખુલ્લા બાગબગીચા કે મેદાનોમાં સૂર્યની સાથેસાથે વાયુસ્નાન કરવામાં તમારે મેળવવાનું ઘણું છે, ગુમાવવાનું કશું જ નથી. પાણીને જ શરીરશુદ્ધિનું સાધન માનનારે એ જાણવું જરૂરી છે કે વાયુ પણ એટલી જ સારી-સુંદર રીતે શરીરને બહારથી અને અંદરથી પણ શુદ્ધ કરે છે. ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે ‘પવિત્ર કરનારામાં પવન હું છું.’ એ સાબિત કરે છે કે પવન કેટલું ઉચ્ચ સ્થાન ભોગવે છે. અનેક ગ્રંથોમાં પવનદેવ અને તેના પુત્ર હનુમાન જે પવનસૂત હનુમાન તરીકે જગવિખ્યાત છે અને વાયુપુત્ર ભીમનો ઠેરઠેર ઉલ્લેખ છે. ઉનાળાની ગરમીથી ત્રસ્ત અને ચોમાસાના ભેજથી ગ્રસ્ત થયેલો પવન શિયાળામાં સૂકો અને હળવો બની તમારી સાથે મસ્તીમજાક…

Read More

આપણા વાર-તહેવારોમાં તેમ જ ધર્મ અને શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ અપાયું છે તે ઉપવાસ ને એકટાણાંને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈશું. આપણી સામાન્ય માન્યતા એવી છે કે ખાધેલા ખોરાકનું પાચન થઈ કાં તો લોહી બને અથવા ન પચેલો ખોરાક મળરૂપે શરીરની બહાર નીકળે. આ ઉપરાંત એક ત્રીજી ક્રિયા પણ શરીરમાં ચાલતી હોય છે તેનાથી ઘણા લોકો અજાણ છે. જે અમુક ખોરાકનું પૂરેપૂરું પાચન નથી થતું કે નથી તો મળવિસર્જન થતું તે શરીરમાં એમ જ પડી રહી ઝેર ઉત્પન્‍ન કરે છે. આવા ઉત્પન્‍ન થયેલા ઝેરથી શરીરની સ્ફૂર્તિ અને કાર્યક્ષમતા પર માઠી અસર થાય છે. દર દિવસે નવો નવો ખોરાક પેટમાં જાય અને જે…

Read More

“શ્રીમદ્ભગવદ્‌ગીતા” ગ્રંથના સર્જક શ્રીકૃષ્ણ દ્વારા સરળ અને પૂર્ણ વૈજ્ઞાનિક રીતે અપાયેલું અદ્ભુત જ્ઞાન આજના આધુનિક યુગમાં પણ સૌથી વધુ ઉપયોગી અને માર્ગદર્શક બની રહ્યું છે. શ્રીકૃષ્ણનું નામ આવતા જ તેમની જોડે રહેલી ગાય, મસ્તકે શોભતું મોરપીંછ અને વાંસળી વગાડતા હોય તેવું મનોરમ્ય ચિત્ર માનસપટ પર અંકિત થયા વગર રહેતું નથી. આ ગાય, મો૨પીંછ, વાંસળી અને તેમને પ્યારી તુલસીના જ્ઞાન-વિજ્ઞાન આજના સમયને પણ કેટલા અનુરૂપ છે તે આપણે જોઈશું. તુલસી અને શ્રીકૃષ્ણ: વર્ષો પહેલાં મુંબઈમાં આજનું પ્રસિદ્ધ મ્યુઝિયમ મુંબઈના કોલાબા વિસ્તારમાં બંધાતું હતું ત્યારે કેટલાયે મજૂરો અને કારીગરો મચ્છરના કારણે બીમારીનો ભોગ બન્યા હતા. ત્યારે ત્યાંના અંગ્રેજી એન્જિનિયરને કોઈકે તુલસીના અસંખ્ય…

Read More

આપણા ઉત્તમ શારીરિક સ્વાસ્થ્ય તેમ જ ઉચ્ચ આધ્યાત્મિક વિકાસ સાથે સાથે આપણા કુટુંબ અને સમાજના સુંદર ઘડતર અને શ્રેષ્ઠ ચારિત્રના નિર્માણ માટે પણ ઋષિમુનિઓએ અનેક તહેવાર આપ્યા છે એમાંથી એક છે રક્ષાબંધનનો તહેવાર. જન્મથી યુવાની સુધીનો તબક્કો એ શારીરિક ને માનસિક વિકાસનો તેમ જ જીવનઘડતર અને કારકિર્દીલક્ષી વિદ્યા પ્રાપ્ત કરવાનો સમય છે. આથી એક જ ઘરમાં એકસાથે ઊછરતાં વિજાતીય પાત્રોમાં પવિત્રતાની ભાવના દ્વારા સંયમ વધુ બળવાન બનતો રહે તે જરૂરી છે. જે આ તબક્કામાં નાની ઉંમરમાં જ જાતીય ક્રિયામાં ફસાય છે તે લોકો એમાં જ રચ્યાપચ્યા રહી જીવન મૂલ્યલક્ષી કે કારકિર્દીલક્ષી વિદ્યા ઉચિત રીતે પ્રાપ્ત કરવામાં મહદઅંશે નિષ્ફળ જતા હોય…

Read More

આપણે ત્યાં કોઈ શુભ પ્રસંગે પૂજાપાઠ હોય ત્યારે તાંબાંના વાસણો, જેમ કે તરભાણી-પ્યાલા, આચમની, કૂંડી, લોટો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના જમાનામાં તાંબા-પિત્તળનાં વાસણો જ ઘરોમાં વપરાતાં હતાં. આજે સ્ટીલનું ચલણ વધ્યું છે. ઘણાં એવાં ઘરો પણ હશે જ્યાં વાસણ તો ઠીક સમ ખાવા પુરતો તાંબાનો લોટો પણ નહીં હોય. તાંબાનું વિજ્ઞાન જો સમજાવવામાં આવે તો કદાચ આજની પેઢી તાંબાનો વપરાશ વધારે. આપણાં શાસ્ત્રોમાં સોના-ચાંદી પછી તાંબાને ઉત્તમ ધાતુ તરીકે સ્થાન આપ્યું છે. સોના-ચાંદી દરેકને પોષાય નહીં, જ્યારે તાંબુ દરેકને પોષાય. હજીય કેટલાય વડીલો તાંબાના ઘડાનું પાણી પીએ છે, કે પછી તાંબાના લોટામાં રાત્રે પાણી ભરી સવારે એનો ઉપયોગ…

Read More

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ! તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન! તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં કથા સૂણી સૂણી ફૂટ્યા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન!! ગુજરાતી પ્રજામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે ઉપર્યુક્ત અખાના છપ્પા વાંચ્યા કે સાંભળ્યા ન હોય. આ છપ્પામાં લખાયેલી વાત એમના માટે એકદમ સાચી છે. જેમને બ્રહ્મ શું છે એ જાણવાનું મન થતું નથી એ તમામ માટે ઉપરોક્ત તમામ ક્રિયા આડંબર બની જાય છે, પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે જો પરમશક્તિને જાણવાની કે પામવાની તમારી ઇચ્છા હોય તો આ જ બધી ક્રિયા તમારા માટે સાધન…

Read More

શ્રી ગણપતિ, શ્રીકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી સરસ્વતી દેવી વગેરે દેવદેવીઓની મૂર્તિને મોટા મોટા મંદિરોમાં રેશમનાં વસ્ત્રો પહેરાવી તેમનો સુંદર રીતે શણગાર કરવામાં આવે છે. આવા કિંમતી રેશમી વસ્ત્રો શોભા વધારે છે એટલા માટે નહીં, પણ આ વસ્ત્રોને આપણા શાસ્ત્રોએ ખૂબ પવિત્ર ગણાવ્યા છે. તેથી જ મંદિરમાં પૂજા કરતાં પૂજારીઓ તથા પૂજાપાઠ કે હવન-યજ્ઞ જેવા શુભ કાર્યોમાં ભાગ લેનારી વ્યક્તિઓ રેશમી વસ્ત્રો પહેરીને જ કાર્ય કરે છે. આમ તો જાતજાતનાં અને ભાતભાતનાં વસ્ત્રોથી વિશ્વબજાર છલકાઈ રહ્યું છે. રેશમ ઉપરાંત કોટન, વુલન પોલિયેસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે અનેક જાતના કાપડનો કરોડોનો વેપાર થાય છે, પરંતુ આપણા ધાર્મિક કાર્યોમાં જેટલું સ્થાન રેશમને મળ્યું છે…

Read More