Saturday, January 18

અહીં પંખીઓ માટે ચણ નાખવામાં આવતું નથી, કદાચ એટલે કે ચબૂતરાના ઉપલા ભાગમાં જવાને સીડી કે પગથિયાં જેવાં કોઈ સાધન જ નથી

શ્વેત સ્તંભ પર ઊભા આ મનોહર ચબૂતરાનાં તૂટેલાં શિલ્પો જોઈને મનમાં થાય: બધી રીતે બરાબર ચબૂતરાને થોડા ઘણા રિનોવેશનથી શાને શ્રેષ્ઠ બનાવાતો નથી? જમાલપુરમાં આવેલા આસ્ટોડિયા વિસ્તારમાં માંડવીની પોળ પાસે છે ગતરાડની પોળ. તેમાં આવેલા આ ચબૂતરાનું નિર્માણ શહીદ વીર વસંતલાલ મોહનલાલ રાવળની સ્મૃતિમાં નવમી માર્ચ ૧૯૪૩ના દિવસે કરવામાં આવ્યું હતું.

ગતરાડ માતાજીના નામ પરથી આ પોળને એનું નામ મળ્યું છે. એક લોકવાયકા પ્રમાણે અહીંના કૂવામાંથી દૂધ નીકળતું હતું. આશરે બસો-અઢીસો વરસ જૂની આ પોળના કૂવા પર હવે માતાજીની દેરી સ્થાપિત છે. અહીંનો ચબૂતરો સરસ મજાના ઓટલા પર ઊભો છે. તેની ઊડીને આંખે વળગતી ખાસિયત એટલે સ્તંભ પર કોતરવામાં આવેલી, શહીદીના પ્રતીકસમી જ્યોત અને એના ઓટલે કોતરવામાં આવેલું સાવજનું શિલ્પ.

પહેલાં પોળમાં વાણિયા-બ્રાહ્મણોની મોટી વસતિ હતી, હવે જૈનોની છે. પોળની ચોખ્ખાઈ પણ નોંધનીય છે. અહીં પંખીઓ માટે ચણ નાખવામાં આવતું નથી, કદાચ એટલે કે ચબૂતરાના ઉપલા ભાગમાં જવાને સીડી કે પગથિયાં જેવાં કોઈ સાધન જ નથી. ચબૂતરાનાં તૂટેલાં શિલ્પોને જો ફરી બેસાડવામાં આવે અને થોડી કાળજી રાખવામાં આવે તો ગતરાડની પોળનો ચબૂતરો પંખીઓનું પ્રિયસ્થાન બની જાય.

नीलकंठ तुम नीले रहियो, दूध भात के भोजन करियो, हमार बात राम से कहियो, जगत हिये तो जोर से कहियो, सोअत हिये तो धीरे से कहियो, नीलकंठ तुम नीले रहियो

Leave A Reply

English
Exit mobile version