Saturday, January 18

માણસે એના સંસ્કાર-સંસ્કૃતિ ક્યારેય ભૂલવા ન જોઈએ. સમયની સાથે જો કે આ બેઉ બાબતોમાં સતત પરિવર્તન આવતું હોવા છતાં સંસ્કાર અને સંસ્કૃતિની મહત્તા કાળક્રમે પણ લેશમાત્ર ઓછી થઈ નથી. સોએસો ટકા વાત છે કે સતયુગના સિદ્ધાંતને વળગીને કળિયુગનો માણસ બિલકુલ જીવનનિર્વાહ ન કરી શકે. છતાં જો સંસ્કાર અને સંસ્કૃતિ સર્વોપરી હોય તો એની પાછળની અદ્ભુત વાત કઈ હશે? વિચારવા જેવો મુદ્દો છે. સંસ્કાર અને સંસ્કૃતિની ચિરસ્મરણીય અને અફર ઉપયોગિતાનું હવા કે પાણી જેવું છે. પ્રદૂષણ વિનાની હવા સતયુગમાં પૃથ્વી પર કદાચ હશે પણ આજની વાત અલગ છે. એ જમાનામાં પાણી માટે લોકો નદી કે ઝરણા પર આધાર રાખતા પણ આજે માણસે બંધ બાધવા પડે છે. પરિવર્તન ગમે તે આવ્યું તો પણ હવા અને પાણી વિના માણસને ચાલ્યું જ નથી. સંસ્કાર એટલે પ્રદૂષિત થઈ ગયેલી હવા હોય અને પરાણે સંઘરવું પડતું પાણી હોય તો પણ આપણે એને એ રીતે જીવનમાં વણવાના જેથી માનસિક, શારીરિક અને સામાજિક બદીઓથી આપણું સમગ્ર અસ્તિત્વ પર રહે. જીવનને સુદઢ, સંયમી અને સારું બનાવવા માટે આટલું તો કર્યે જ છૂટકો. જ્યાંતી સારી વાત શીખવા મળે. જે ખરાબ કાર્ય કરીને જીવન ચલિત થાય અને જે હરકતોથી આયુષ્ય ઓછપભર્ય઼ું લાગે એ બધા સામે લાલબત્તી ધરવાનું કાર્ય આપણા સંસ્કાર-સંસ્કૃતિ કરે છે. જેનામાં જીવન વિશેની સચોટ સમજણ હોય એ જમાનાની ખરાબીનો વાંક કાઢે નહીં અને પોતાની ભૂલોને વાજબી ઠરાવે નહીં. તમારે કેવુંક વર્તવું છે એનો તમને ખ્યાલ આવી ગયો?

Leave A Reply

English
Exit mobile version