પીડિલાઇટે સ્થાપકની 101મી જન્મજયંતીએ તેના કાર્યાલય નજીકના મેટ્રો સ્ટેશનનું રિબ્રાન્ડિંગ કર્યું
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝની સૌથી જાણીતી એધ્હેસિવ બ્રાન્ડ ફેવિકોલનું નામ મરોલ નાકા મેટ્રો સ્ટેશનને મળ્યું છે. આ સ્ટેશનનું નામ બદલાવીને ફેવિકોલ મરોલ નાકા થયું છે. એની જાહેરાત આજે કરવામાં આવી હતી. આ પહેલ ન કેવળ શહેર સાથે બ્રાન્ડનાં ઊંડાં મૂળિયાં દર્શાવે છે, સાતે તેના દૂરદ્રષ્ટા સ્થાપક સ્વ. બળવંતરાય કલ્યાણજી પારેખને તેમની 101મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ છે. આજીવન બળવંતભાઈ ફેવિકોલ મેન તરીકે ઓળખાતા હતા.
મેટ્રો સ્ટેશનનું નામ બદલવાનો આ નિર્ણય લોકો તથા વસ્તુને એકમેકની નજીક લાવવાની ફિલસૂફીથી વિશાળ વેપારી સામ્રાજ્ય ઊભું કરનારા આગવા વ્યક્તિત્વના વિઝનને સન્માનિત કરે છે. આ વ્યૂહાત્મક ભાગીદારી મેડિસન આઉટડોર મીડિયા સોલ્યુશન્સ (એમઓએમએસ)એ શક્ય કરી હતી.
પરિવર્તનના ભાગરૂપે મરોલ નાકા સ્ટેશનના એક ભાગને વોક થ્રુ ગેલેરીમાં ફેરવવામાં આવ્યું છે. એમાં ફેવિકોલની અજરામર જાહેરાતો રજૂ કરવામાં આવી છે. એને માણતા પ્રવાસીઓ કાલાતીત અને રમૂજી ફેવિકોલ જાહેરાતો સાથે જોડાઈ શકશે. વધુમાં, ફેવિકોલની જાહેરાતો માટે સ્ટેશન પર ડિજિટલ સ્ક્રીન્સ મૂકવામાં આવી છે.
આ પ્રસંગે પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના એમડી ભરત પુરીએ જણાવ્યું હતું, “પીડિલાઇટમાં અમે સ્થાયી સંબંધો બનાવવામાં માનીએ છીએ. અમારા સ્થાપક સ્વ. બળવંતરાય કલ્યાણજી પારેખે મુંબઈમાં તેમનાં સપનાંને સાકાર કર્યાં હતાં. અહીં જ એમણે પ્રથમ ઉત્પાદન એકમ શરૂ કર્યું હતું. તેમની 101મી જન્મજયંતી ઉજવતા અમે તેઓના વારસા અને શહેર સાથેના અમારા જોડાણનું સન્માન કરીએ છીએ. આ સ્ટેશન હવે અનેક પીડિલાઇટ ઓફિસોની નજીક છે. આ પહેલ અમારા કર્મચારીઓ માટે ગર્વની બાબત છે.”
એમઓએમએસના સીઈઓ જયેશ યાજ્ઞિકે જણાવ્યું હતું, “ફેવિકોલ ભારતમાં રોજિંદા જીવનનો એક અભિન્ન ભાગ બની રહ્યું છે. એટલે જ અમે એક એવું પ્લેટફોર્મ પસંદ કર્યું જે લાખો મુંબઈગરાઓના રોજિંદા જીવનનું કેન્દ્ર હોય. એક મુખ્ય ઇન્ટરચેન્જ હબ તરીકે મરોલ નાકા મેટ્રો સ્ટેશનથી ફેવિકોલ તેના લક્ષ્યાંકિત લોકો સુધી અસરકારક અને અર્થપૂર્ણ રીતે પહોંચી શકે છે. મેડિસનના ઝીણવટભર્યા અભિગમે સુનિશ્ચિત કર્યું છે કે આ ભાગીદારીનો સરળ રીતે અમલ થાય, જેનો ફેવિકોલ અને મુંબઈ મેટ્રોબેઉ પર કાયમી પ્રભાવ પડશે.”
ટાઇમ્સ ઓઓએચના સીઓઓ રોહિત ચોપરાએ જણાવ્યું હતું, “અમે મરોલ મેટ્રો સ્ટેશન પર એક્સક્લુઝિવ સ્ટેશન બ્રાન્ડિંગ પાર્ટનર તરીકે ફેવિકોલનું સ્વાગત કરતાં રોમાંચિત છીએ. મુંબઈ મેટ્રો લાઇન એકના એકમાત્ર કન્સેશનર તરીકે, ટાઇમ્સ ઓઓએચ નોંધપાત્ર વિઝિબિલિટી ટ્રાન્ઝિટ મીડિયા સોલ્યુશન્સ દ્વારા પ્રભાવશાળી બ્રાન્ડ અનુભવો પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે.”
ફેવિકોલ સીમાચિહ્નરૂપ ક્ષણની ઉજવણી કરતી વખતે બ્રાન્ડ ઇનોવેશન અને ગ્રાહક વિશ્વાસ પ્રત્યે પણ પ્રતિબદ્ધ છે. આ મૂલ્યોએ કંપનીને એધ્હેસિવ ઉદ્યોગમાં અગ્રણી બનાવી છે.