આ વિસ્તાર એક સમયે માત્ર રહેણાંક હતો. આજે એનું પરિવર્તન બજારમાં થઈ ચૂક્યું છે. અહીં ઘરો છે ખરાં પણ પ્રમાણમાં બહુ ઓછાં છે?

આ સ્ટોડિયામાં નવા રસ્તાની બાજુમાં આવેલી રંગાટી બજારમાં દોઢ સદીથી વધુ જૂની ચબૂતરો આવેલો છે. કટલરીની એક દુકાનની બરાબર ઉપર અહીં સરસ મજાનો આ ચબૂતરો જાણે આખા વિસ્તારને વિશિષ્ટ સૌંદર્ય બક્ષે છે. એનું સ્થાપત્ય પણ જુદા પ્રકારનું છે.

હેરિટેજ યાદીમાં માનભર્યું સ્થાન ધરાવતા આ ચબૂતરાનો અવારનવાર ઉલ્લેખ પ્રકાશનોમાં થતો રહે છે. આ વિસ્તાર એક સમયે પાત્ર રહેણાંક હતો. આજે એનું પરિવર્તન બજારમાં થઈ ચૂક્યું છે. અહીં ઘરો છે ખરી પણ પ્રમાણમાં બહુ ઓછાં છે.

ચબૂતરાની બરાબર પાછળ બસો વરસ જૂની એક દરગાહ છે. વિશાળ અને અત્યંત પવિત્ર એવી આ દરગાહ પીરબાબાની છે. બેએક વખત તેનો જિર્ણોદ્ધાર પણ થઈ ચૂક્યો છે.

કોઈક ઘર કે વેપારી સ્થાનકની ઉપર બનેલા ચબૂતરા અમદાવાદ નહીં, દેશ આખામાં બહુ ઓછા જોવા મળે છે. તેથી આ ચબૂતરો નોખો તરી આવે છે. આ ચબૂતરો ખૂબ સારી રીતે કાર્યરત છે અને તેનો શ્રેય નીચે આવેલી દુકાન ચલાવતા સદ્‌ગૃહસ્થને જાય છે. તેઓ ચબૂતરામાં નિયમિત પાણી ભરવા સાથે પર્યાપ્ત માત્રામાં ચણ મૂકવાની જવાબદારી પણ હોંશભેર નિભાવે છે. આટલેથી નહી અટકતા તેઓ જ્યારે જરૂર પડે ત્યારે ચબૂતરાને રંગરોગાન કરાવવા સાથે નાનું-મોટું સમારકામ કરવાની પણ કાળજી રાખે છે. ભગવાનનાં, વાંદરાઓનાં અને ઢીંગલીઓનાં શિલ્પ ધરાવતો આ ત્રણ ઝરૂખાવાળો ચબૂતરો જોઈનેય થાય કે વાહ, ક્યા બાત હૈ!

એક રે પારેવડું પિપળાની ડાળે, બીજું રે પારેવડું સરોવર પાળે!

રૂમઝૂમ રૂમઝૂમ જોડલી હાલે, નેણલાં પરોવીને નેણલાં ઢાળે!

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Share.
Leave A Reply

Exit mobile version