ગોદરેજ એન્ટરપ્રાઇઝિસના અગ્રણી ઘર અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ, ઇન્ટેરિયો, બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ગોદરેજ ગ્રુપે તેની મેટ્રેસ રેન્જને વિસ્તૃત કરવાની યોજના જાહેર કરી છે. આધુનિક ભારતીય ઘરો માટે અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ તરીકે, ઇન્ટરિયો ભારતભરમાં 10 નવી મેટ્રેસ રેન્જના ડિસ્ટ્રીબ્યુટર્સ અને 150+ રિટેલર્સને લોન્ચ કરશે. આ પહેલ ગ્રાહકોની સુખાકારી અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને મેટ્રેસની વધતી જતી માંગને પૂર્ણ કરશે.

ઇન્ટરિયોના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કન્ઝ્યુમર બિઝનેસના હેડ, દેવ સરકારે જણાવ્યું હતું કે, “2030 સુધીમાં ભારતનું મેટ્રેસ બજાર 340 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આ સાથે, ગ્રાહકોની પસંદગીઓમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. આજના ભારતીય ઘરો વિકાસ પામી રહ્યા છે, અને ગ્રાહકો સાંધા અને કમરના દુખાવામાં રાહત આપતા ઓર્થોપેડિક મેટ્રેસ તેમ જ મેમરી ફોમ પ્રોડક્ટ્સ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. ગ્રાહકો હવે આરામ અને સુવિધા માટે કોઈ પણ સમજૂતી કરવા તૈયાર નથી. એક સમયે 5 અને 6 ઇંચના જાડા ગાદલાનો ટ્રેન્ડ હતો, પરંતુ હવે આધુનિક ભારતીય પરિવારો 4 ઇંચના મેટ્રેસને પ્રાથમિકતા આપી રહ્યા છે. ભારતની વિવિધ આબોહવા અને પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને, ઇન્ટરિયો દ્વારા વિકસિત ટેક્નોલોજી આ ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જે લોકોના આરામને વધુ સરળ અને ઉંઘને વધુ શાંતિપૂર્ણ બનાવે છે.”

ઇન્ટરિયો તેમના મેટ્રેસ પોર્ટફોલિયોને વધુ વિશાળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. બધી જ કેટેગરીમાં વિવિધ કિંમતોની રેન્જ, સોફા બેડ, મેટ્રેસ બેડ અને બેઝમાં નવીનતા લાવવાનો પ્રયાસ કરશે. શ્રેષ્ઠ શારીરિક પોશ્ચરને સપોર્ટ કરવા માટે વિવિધ એસેસરીઝ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રાહકોની જીવનશૈલી અને સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ઇન્ટરિયો લેટેસ્ટ ફોમ કમ્પોઝિશન, 3D સિલ્વર મેશ® જેવી એર્ગોનોમિક ડિઝાઇન અને વિશિષ્ટ ટેક્નોલોજી ધરાવતી મેટ્રેસ રેન્જ લોન્ચ કરશે. આ ટેક્નોલોજી શ્વાસ લેવા યોગ્ય, તાપમાનને સંતુલિત રાખવા અને દબાણને ન્યુટ્રલ કરવામાં મદદરૂપ થાય છે.

ઇન્ટરિયો 2026 માટે સુપરલેટેક્સ, મિસ્ટ પ્રો અને ઓર્થોમેટિક જેવી પ્રિમિયમ મેટ્રેસ રેન્જ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે ગ્રાહકના વજન અને આરામની જરૂરિયાતોને અનુરૂપ સપોર્ટ પ્રદાન કરે છે. આ પહેલ દ્વારા, ગોદરેજ ગ્રુપ ભારતીય ઘરોમાં આરામ અને સુખાકારીના માપદંડને નવી ઊંચાઈએ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Share.
Leave A Reply

Exit mobile version