સરકારનો ગણેશોત્સવમાં સંપૂર્ણ સહયોગ: મંગલપ્રભાત લોઢા
In brief · AI summary દક્ષિણ મુંબઈમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું કે સરકાર ગણેશ મંડળો અને ભક્તોને કોઈ અસુવિધા ન થાય તેની ખાતરી આ
દક્ષિણ મુંબઈમાં ભવ્ય ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગણેશોત્સવ પર્વ નિમિત્તે ગણપતિ બાપ્પાના ભવ્ય સત્કાર માટે રાજય સરકાર સુવ્યવસ્થિત અને સુગમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું કે, ગણેશ મંડળો અને ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેની સરકાર ખાતરી આપે છે.
મુંબઈ મહાનગરપાલિકાના ડી વોર્ડ કાર્યાલયમાં આયોજિત સંકલન બેઠકમાં મંત્રી લોઢાએ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી તેમની જરૂરિયાતો અને સૂચનો સાંભળ્યા. આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનીષ વલંજુ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બૃહન્મુંબઈ જાહેર ગણેશોત્સવ સંકલન સમિતિના સચિવ ગિરીશ વાલાવલકર ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીએ અધિકારીઓને મંડળોની સમસ્યાઓ ઝડપથી ઉકેલવા સૂચના આપી. ટ્રાફિક પોલીસને માર્ગો પરથી અનાવશ્યક વાહનો દૂર કરવા અને ગણપતિના આગમન-વિસર્જન દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા તથા સ્વચ્છતા જાળવવા ખાસ નિર્દેશો આપ્યા.
એક-વિન્ડો સિસ્ટમથી પરવાનગી પ્રક્રિયા સરળ
મહાનગરપાલિકા દ્વારા મંડળોને જરૂરી પરવાનગીઓ સરળતાથી અને સમયસર મળી રહે તે માટે એક-વિન્ડો સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ભક્તો માટે પીણાના પાણી, બેઠક વ્યવસ્થા, સફાઈ અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓની ખાતરી કરવામાં આવી છે.
દક્ષિણ મુંબઈમાં વિશેષ આયોજન
મંત્રી લોઢાએ જણાવ્યું કે, ગણેશોત્સવને હવે રાજ્યસ્તરીય મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે દક્ષિણ મુંબઈના તાડદેવ, ગિરગાંવ, વાલકેશ્વર, ખેતવાડી અને લેમિંગ્ટન રોડ જેવા વિસ્તારોમાં ઉત્સવની ભવ્ય ઉજવણી થશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, બેસ્ટ અને પોલીસ વિભાગના સહયોગથી આ વિસ્તારોને દીપોત્સવ જેવા સજ્જ કરવામાં આવશે.
મંત્રીએ સર્વ મંડળોને કોર્ટના નિયમોનું પાલન, કાયદા-વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ, ઉત્સાહભર્યા ઉત્સવ માટે અપીલ કરી છે.